લાજવાબ છે ગૂગલની આ 5 જબરદસ્ત ટ્રિક્સ, જે ફક્ત ગુગલ એક્સપર્ટને જ હોય છે ખબર
અહીં આ આર્ટિકલ વાંચનારા વાંચકો પૈકી ઘણા ખરા વાંચકો ગુગલના જ ક્રોમ બ્રાઉઝરમાં આ વાંચી રહ્યા હશે. પણ જો કોઈ તમને પૂછે કે તમે ગૂગલની કેટલી ટ્રીકસ વિશે માહિતગાર છો તો મોટાભાગના લોકોનો જવાબ શૂન્ય જ હશે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ગૂગલની અમુક એવી ટ્રીકસ વિશે જણાવવાના છીએ જેના વિશે કદાચ તમે પહેલા નહીં જાણતા હોવ. અને જે લોકો જાણતા હશે તેઓ ચોક્કસ ગૂગલ એક્સપર્ટ હશે. તો કયા છે ગૂગલ ટ્રીકસ આવો જાણીએ..
1). barrel roll

આ ગૂગલ ટ્રીકસ જાણવા માટે તમારે સૌ પહેલા તમારા ફોન કે લેપટોપમાં ગૂગલ ઓપન કરવાનું રહેશે. અને ત્યારબાદ તેમાં ” barrel roll ” શબ્દ સર્ચ કરવાનો રહેશે. આટલું કર્યા બાદ તમે સ્ક્રીન પર જોશો કે સ્ક્રીન એક વખત 360 ડીગ્રી ફરી જશે. જો તમે ” barrel roll ” બાદ 2 લખીને સર્ચ કરશો તો સ્ક્રીન બે વખત ફરશે.
2). tilt

તમે ગૂગલ બ્રાઉઝરમાં ” tilt ” લખીને સર્ચ કરશો તો તમને એક સાથે અનેક પરિણામો જોવા મળશે. પરંતુ તમારે સર્ચ રિઝલ્ટમાં આવેલી પહેલી લિંકને જ ક્લિક કરવાની રહેશે. આમ કરવાથી તમારી સ્ક્રીન એક તરફ સહેજ નમેલી દેખાશે.
3). Festivus

ગુગલ બ્રાઉઝરમાં ” Festivus ” લખીને સર્ચ કરવાથી તમારા લેપટોપ કે મોબાઈલની સ્ક્રીનની એક બાજુ એલ્યુમિનિયમનો એક લાંબો થાંભલો દેખાશે જે સામાન્ય રીતે ગૂગલ બ્રાઉઝરમાં નથી દેખાતો.
4). Zerg Rush

ગુગલ બ્રાઉઝરમાં ” Zerg Rush ” કિવર્ડ સર્ચ કરવાથી સ્ક્રીન પર અનેક રંગોની રિંગ્સ એક સાથે ઉપરથી નીચેની બાજુએ વરસવા લગાહવા અને ધીમે ધીમે સ્ક્રીન પર જે લખાણ લખેલું હશે તે ડીલીટ થતું જશે. જો કે તમારે ડરવાની જરૂર નથી કારણ કે આ ટ્રીકસથી તમારા મોબાઈલ કે લેપટોપમાં કઈં નુકશાન નહીં થાય.
કોઈ ખાસ વર્ષમાં કેવું દેખાતું હતું ગૂગલ ?

જો તમે એ જાણવા માંગતા હોય કે કોઈ ખાસ વર્ષમાં ગૂગલની ડિઝાઇન કેવી હતી અને તે કેવું દેખાતું હતું ? તો તમારે હેરાન થવાની જરૂર નથી બસ ગૂગલમાં તમારે ” Google in લખીને જે તે વર્ષ લખી સર્ચ કરવાનું રહેશે. દાખલા તરીકે Google in 1998.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "લાજવાબ છે ગૂગલની આ 5 જબરદસ્ત ટ્રિક્સ, જે ફક્ત ગુગલ એક્સપર્ટને જ હોય છે ખબર"
ટિપ્પણી પોસ્ટ કરો