નવ્યા નંદાએ શેર કરી ક્રિસમસ તસવીર, જેમાં ખાસ જોજો ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીર…

પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પબ્લિક બનાવ્યાના એક દિવસ બાદ, અમિતાભ બચ્ચનની પૌત્રી, નવ્યા નવેલી નંદાએ કેટલીક સુંદર તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરો બચ્ચન ફેમિલિના ક્રિસ્મસ સેલિબ્રેશનની છે. નવ્યા તાજેતરમાં જ કોલેજથી ગ્રેજ્યુએટ થઈ છે. તેણી શ્વેતા બચ્ચન નંદા અને નિખિલ નંદાની દીકરી છે.

image source

નવ્યાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ચાર તસ્વીરો છે. પહેલી તસ્વિર તેણી પોતાની નાનીમા જયા બચ્ચન સાથે પોઝ આપી રહી છે. બીજી તસ્વીર એક ક્રિસ્ટમસ ટ્રીનું છે. ત્રીજી તસ્વીરમાં તેણી પોતાના ભાઈ અગસ્ત્ય સાથે ખુશખુશાલ રીતે હસી રહી છે. અને ચોથી તસ્વીર એક ગૃપ પિક્ચર છે જેમાં આખું બચ્ચન કુટુંબ છે જેમાં નવ્યાના નાના-નાની, તેની માતા, તેના મામા અભિષેક બચ્ચન, મામી ઐશ્વર્યા રાય અને તેની કઝીન સીસ્ટર આરાધ્યા છે.

નવ્યા નંદાએ ફોરધામ યુનિવર્સિટીથી ડીજીટલ ટેક્નોલોજીમાં ગ્રેજ્યુએટ થઈ છે અને તેણીનું એક હેલ્થ ઓર્ગાનાઇઝેશન પણ છે જેનું નામ આરા છે. તેણીના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ એક જ દીવસમાં વધી ગયા છે. એક જ દિવસમાં 80000 ફોલોઅર્સથી તેણીના 1,15000 ફોલોઅર્સ વધી ગયા છે. તેણીની ગ્રેજ્યુએશન સેરેમનીને તેના કુટુંબે જોઈ હતી, અને અમિતાભ બચ્ચને પોતાની એક પોસ્ટમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો, તેમણે લખ્યું હતું કે આખા ફેમિલિએ એક સાથે એક ટીવી લિંક પર નવ્યાની ગ્રેજ્યુએશન સેરેમની જોઈ છે. જ્યારે દુનિયાના અલગ અલગ ભાગોથી પણ અમે એકબાજથી જોડાયેલા છે, તો વળી ક્યારેક નજીક હોવા છતાં પણ સેંકડો માઇલો દૂર હોઈએ તેવુ લાગે છે.

image source

તેણીની પ્રોફાઈલમાં ઘણા બધા ફેમિલિ પિક્ચર્સ છે. તેણીની બીજી પોસ્ટ તેના ફેમિલિ વેકેશનની છે જે તેમણે માલદિવ્સમાં ગાળ્યું હતું. નવ્યાએ એક તસ્વીર શેર કરી હતી જેમાં તેણી અમિતાભ સાથે હતી. આ તસ્વીર જુલાઈ મહિનાની હતી. તસ્વીરનું કેપ્શન હતું, ‘જુનિયર અને સિનિયર’. તેણીની તાજી જ પોસ્ટ બે દિવસ પહેલા આવી છે અને તેમાં તેણી કેમેરા સામે સ્મિત કરી રહી છે. તેણી તસ્વીર શેર કરતાં કેપ્શન લખ્યું છે, ‘આજે છે હેપ્પી સન્ડે,’. અને તેની આ તસ્વીર પર સુહાના ખાન અને આલોવિઆ જાફરીએ કમેન્ટ કરી હતી.

image source

આ વર્ષની શરૂઆતમાં અગસ્ત્યએ પણ પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ખોલી લીધું છે. તેના ઇનસ્ટાગ્રામ અકાઉન્ટ પર સ્ક્રેપબુક છે, તેમજ નવ્યા સાથે અને તેના મિત્રો સાથેની કેટલીક તસ્વીરો છે. તેમાંની મોટાભાગની અભિષેક દ્વારા લાઇક્ડ કરવામા આવી છે.

image source

નવ્યા અને અગસ્ત્ય તેમના વડિલો જેવા જ આકર્ષક છે. નવ્યાએ પોતાનું ગ્રરેજ્યુએશન કમ્પ્લીટ કરી લીધું છે. પણ ભવિષ્યમાં તેણી ફિલ્મોમાં આવશે કે પછી કોઈ અલગ કેરિયર પસંદ કરશે તે હજુ સુધી બહાર નથી આવ્યું. જો કે બચ્ચન ફેમિલિના ફેન્સ તો ઇચ્છશે જ કે બચ્ચન્સની આવનારી પેઢી પણ ફિલ્મોમાં કામ કરીને તેમને એન્ટરટેઇન કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "નવ્યા નંદાએ શેર કરી ક્રિસમસ તસવીર, જેમાં ખાસ જોજો ઐશ્વર્યા અને આરાધ્યાની તસવીર…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel