તમને હાઇડ્રેટ રાખવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવો
શિયાળાની ઋતુમાં પોતાને સ્વસ્થ રાખવા માટે શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. ઉનાળાની ઋતુની વિરુધ્ધ શિયાળા દરમિયાન આપણને ઓછો પરસેવો આવે છે, તેથી આપણે ઓછું પાણી પીએ છીએ. પરંતુ આ ઋતુમાં પણ પૂરતું પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવામાન ગમે તે હોય, શરીરમાં પાણીના અભાવને કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે, પરંતુ ઠંડા હવામાનમાં દિવસ દરમિયાન પાણી પીવું ખૂબ સરળ નથી.

પરંતુ શરીર માટે એટલું જ મહત્વનું છે જેટલું શિયાળામાં ગરમ કપડાં પહેરવાનું હોય છે. શિયાળામાં હવા શુષ્ક હોવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશનની સમસ્યા શરૂ થાય છે. આનાથી તમારા શરીર પર નકારાત્મક અસર પડી શકે છે. તેથી ચાલો જાણીએ શિયાળા દરમિયાન વધુ પાણી પીવાની સરળ રીતો અને પાણી પીવાથી થતા ફાયદાઓ વિશે.
ચરબી ઓછી કરો

શિયાળાની ઋતુમાં વજન ઓછું કરવું એ એકદમ મુશ્કેલ કાર્ય છે. તેનું કારણ એ છે કે આ ઋતુમાં આપણે ખૂબ ઓછું પાણી પીએ છીએ. પરંતુ પોતાને હાઇડ્રેટ રાખવાથી ચરબી ઓછી થાય છે અને સાથે વજન પણ ઓછું થાય છે.
ત્વચા ચમકદાર રહે છે

ઠંડા હવામાનમાં પણ ત્વચાને સ્વસ્થ અને ગ્લોઇંગ બનાવી શકાય છે. નિયમિત પાણી પીવાથી શરીરની બધી જ ગંદકી બહાર આવે છે, યુરિન સાફ થાય છે અને શરીરની સિસ્ટમ પણ અંદરથી સાફ થાય છે.
શરીરનું તાપમાન નિયમિત રાખો
શિયાળા અને ઉનાળા બંને ઋતુમાં પૂરતું પાણી પીવાથી શરીરનું તાપમાન નિયમિત રહે છે. શિયાળામાં વધુ પાણી પીવાથી તમે લાંબા સમય સુધી ગરમી અનુભવી શકો છો.
ઉર્જા પૂરી પાડે છે
સામાન્ય રીતે ઠંડા વાતાવરણમાં ઠંડા અને સૂકા પવનના કારણે આપણે વધુ થાક અને સુસ્તી અનુભવીએ છીએ. શિયાળાના દિવસોમાં પૂરતું પાણી પીવાથી આપણને તાજગી અને શક્તિનો અનુભવ થાય છે.
ચેપ અટકાવો

શિયાળા દરમિયાન પુષ્કળ પાણી પીવાથી શરીરમાં ચેપ લાગતો નથી. શરદી અને ઉધરસ જેવી સામાન્ય સમસ્યાથી પણ છુટકારો મળે છે. આ ટિપ્સની મદદથી તમારા શરીરને હાઈડ્રેટ રાખો.
– શિયાળામાં ગરમ-ગરમ સૂપનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સૂપ સ્વાસ્થ્ય તો જાળવી રાખે છે, સાથે તે શરીરમાં પાણી પણ જાળવી રાખે છે. શિયાળાના દિવસોમાં સૂપનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે.

– જો તમે ગરમ પાણી પી શકતા નથી, તો ગ્રીન ટી અથવા નવશેકા પાણી સાથે મધ મિક્સ કરીને પીવો.

– શિયાળાના દિવસોમાં પાણીથી ભરપુર ફળ અને શાકભાજી વધુ ખાઓ. જેમ કે સ્ટ્રોબેરી, નારંગી, ટમેટાં, કાકડી શિયાળાની ઋતુમા ખાવાથી વધુ ફાયદો થાય છે.
– આલ્કોહોલ અને કેફીનનું સેવન ન કરો. આ શરીરને ડિહાઇડ્રેટ કરી શકે છે.
– હંમેશા તમારી સાથે અથવા તમારા પર્સમાં એક પાણીની બોટલ રાખો અને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવાની આદત રાખો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "તમને હાઇડ્રેટ રાખવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવો"
ટિપ્પણી પોસ્ટ કરો