ફિલ્મોના પ્રેમને પણ ટક્કર મારે એવી પ્રેમ કહાની: અકસ્માતમાં દુલ્હનની કરોડરજ્જૂ તુટી, તેમ છતાં હોસ્પિટલમાં જ પતિએ લીધા સાતફેરા, ઘરના લોકોએ કહ્યું…

સવાર થાય ત્યાં તો કંઈક લવ સ્ટોરી શરૂ થાય અને સાંજ થાય ત્યાં તો કંઈકવ લોકોના બ્રેકઅપ પણ થઈ જાય છે. ત્યારે ઘણી લવ સ્ટોરી અમર થઈ જતી હોય છે. ત્યારે હાલમાં એક એવા લગ્નનો કિસ્સો સામે આવ્યો છે કે જે જોઈને તમે પણ કહેશો કે આ તો ફિલ્મને પણ ટક્કર મારે એવી લવ સ્ટોરી છે.

image source

તો આવો જાણીએ કે આ લગ્નનો કિસ્સો કેવો છે. એવું કહેવાય છે કે પૃથ્વી પર જીવન જીવવાનું એક ખુબસુરત કારણ એટલે કે લગ્ન. જો સારો જીવનસાથી મળે તો જીવન સ્વર્ગ બની જતુ હોય છે. તમને 2006માં સૂરજ બરજાત્યાની ફિલ્મ ‘વિવાહ’ યાદ જ હશે, આ ફિલ્મમાં દાઝેલી પત્ની સાથે એટલા જ પ્રેમથી શાહીદના લગ્ન થતા બતાવ્યા હતા.

image source

આ ફિલ્મ વિશે તમને યાદ અપાવવાનું એક ખાસ કારણ છે કે આવી જ એક ઘટના હાલમાં યુપીના પ્રયાગરાજમાં જોવા મળી હતી. નવવધુ હોસ્પિટલના બીછાને અને ત્યાંજ વરરાજાએ કાયમી સાથે રહેવાનું વચન આપ્યુ હતુ. આ કેસ સંગમ શહેર પ્રયાગરાજમાં જોવા મળ્યો હતો જ્યાં નવી નવવધૂ સ્ત્રી આરતી હાથમાં મહેંદી લઈને હોસ્પિટલના પલંગ પર પડી હતી અને તેની પાસે બેઠેલો યુવક તેનો પતિ અવધેશ છે જે તેની પત્નીની દેખરેખ હેઠળ છે. વિગતે વાત કરીએ તો પ્રતાપગઢના કુંડા વિસ્તારમાં રહેતી આરતી માટે લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને 8 ડિસેમ્બરે સાંજે જાન આવવાની હતી, પરંતુ બપોરે આરતી છત પરથી નીચે પટકાઇ હતી.

image source

ત્યારે આ અકસ્માત કોઈ સામાન્ય નહોતો. કારણ કે આ અકસ્માતમાં કન્યાની કરોડરજ્જુ તૂટી ગઈ હતી. અને બંને પગની તાકાત જતી રહી હતી. એટલે કે તેણે ચાલવાની તાકાત ગુમાવી દીધી હતી. તો પછી ફેરા ફરવાની તો વાત જ ન આવે અને ત્યારબાદ આરતીને પ્રયાગરાજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પરંતુ ત્યાં સુધી વરરાજા પક્ષમાં આ વાતની કોઈને ખબર નહોતી અને જ્યારે ખુદ વરરાજા અવધેશને અકસ્માતની જાણ કરવામાં આવી ત્યારે તેના ઘરેથી બે લોકો ખબર લેવા આવ્યાં. આરતીના ઘરના લોકોએ અવધેશને આરતીની નાની બહેન સાથે લગ્ન કરવાનું કહ્યું, પણ અવધેશે નક્કી કર્યું હતું કે આરતી તેની જીવન સાથી બનશે અને તે આરતીનો સાથ ક્યારેય નહી છોડે.

image source

પછી હાલમાં અવધેશ પથારીવશ આરતીનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. આરતી પોતાની જાતને ખુબ લકી માને છે આજના સમયમાં જ્યાં સ્વાર્થ જ બધુ છે ત્યા આવા સંબંધો જોતા પ્રેમ પર વિશ્વાસ આવે છે અને થાય છે કે હજુ પણ ક્યાકને ક્યાક સાચો પ્રેમ છે જ.

image source

આરતીની સાથે અવધેશે હોસ્પિટલમાં જ લગ્ન કરી લીધા જો તેણે ઇચ્છ્યુ હોત તો તે આરતીનો સાથ છોડી નીકળી ગયો હોત. આરતી ઉભી થશે કે કેમ તે વાતની કોઇ ગેરંટી નથી આમ છતા અવધેશ તેને દીલથી પ્રેમ કરે છે. આરતીનો ડગલેને પગલે સાથ આપે છે. ત્યારે હાલમાં આ લવ સ્ટોરી આખા દેશમાં વખણાઈ રહી છે અને અવધેશની પ્રશંસા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ફિલ્મોના પ્રેમને પણ ટક્કર મારે એવી પ્રેમ કહાની: અકસ્માતમાં દુલ્હનની કરોડરજ્જૂ તુટી, તેમ છતાં હોસ્પિટલમાં જ પતિએ લીધા સાતફેરા, ઘરના લોકોએ કહ્યું…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel