શિયાળામાં થતા સાંધાના દુખાવામાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, થઇ જશે રાહત
સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે તેના કેટલાય કારણ છે.
શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે. બલ્ડ સર્ક્યુલેશન ઠીક ન હોવા ઉપરાંત રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં લોહી પહોંચી શકતું નથી. લોહી સંચારિત ન હાવાને કારણે બૉડી ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે, જેનાથી સાંધા જકડાઇ જાય છે. એટલા માટે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહે છે. જાણો, દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય વિશે…
કયા લોકોને થાય છે વધારે સમસ્યા?
ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે.. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે. દવાઓ અને માલિશ ઉપરાંત ખાણી-પીણીની કેટલીક વસ્તુઓ પણ સાંધાના દુખાવાને દૂર કરવાનું કામ કરે છે. જાણો તેના વિશે…
કેસર-હળદરનું દૂધ :-
કેટલાય રિસર્ચમાં દાવો કરવામાં આવી ચુક્યો છે કે હળદર સંધિવાના દુખાવામાં ખૂબ જ અસરકારક સાબિત થાય છે. હળદરમાંથી મળી આવતાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ સાંધાના દુખાવામાં આરામ પહોંચાડે છે. ત્યારે દૂધ કેલ્શિયમનું ઉત્તમ સ્ત્રોત છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ઠંડીની ઋતુમાં એક ગ્લાસ ગરમ હળદરના દૂધમાં કેસર મિક્સ કરીને પીઓ. તેનાથી તમારાં હાડકાંનાં દુખાવાની સમસ્યા દૂર થશે.
ગુંદર-ગોળના લાડુ :-
ગુંદરના લાડુ કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરીને શરીરને અંદરથી મજબૂત બનાવે છે. આ જ કારણ છે કે ડિલીવરી બાદ મોટાભાગની મહિલાઓને ગુંદર-ગોળના લાડુ ખાવા માટે આપવામાં આવે છે. લાડુ બનાવવા માટે વપરાતી વસ્તુઓ શિયાળાની ઋતુમાં શરીરને ગરમ રાખવાની સાથે હાડકાંને મજબૂત બનાવે છે.
સંતરા અને ગાજરનું ડિટૉક્સ ડ્રિન્ક :-
પોતાના ડાયેટમાં ડિટૉક્સ ડ્રિન્ક જરૂર સામેલ કરો. તેમાં ઉપયોગમાં લેવાતાં સંતરા, ગાજર અને આદુમાં એન્ટી-ઈન્ફ્લેમેટરીની સાથે કેલ્શિયમનું પણ સારું પ્રમાણ મળી આવે છે. આ ડ્રિન્ક હાડકાંને મજબૂત બનાવે છે અને દુખાવાને દૂર કરે છે.
જામફળ અને પનીરનું સલાડ :-
જામફળમાં, કાપેલું પનીર, ગોળ અને થોડીક આમલી નાંખીને સલાડ તૈયાર કરી લો. શિયાળામાં આ સલાડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જામફળ અને પનીરમાં કેલ્શિયમ હોય છે જે સાંધાના દુખાવાને ઘટાડે છે. તમે તમારા સ્વાદ અનુસાર આ સલાડમાં વધુ પૌષ્ટિક વસ્તુઓ નાંખી શકે છે.
બ્રોકલી અને બદામનો સૂપ :-
શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ સૂપ ખૂબ જ ફાયદાકારક હોય છે. બ્રોકલી અને બદામમાં કેલ્શિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. ઠંડીની ઋતુમાં આ સૂપ હાડકાં માટે ટૉનિકનું કામ કરે છે.
ઘીનું સેવન કરો
સંધિવા એક એવો રોગ છે જેમાં વા ની સમસ્યા વધી જાય છે જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે.
યોગથી દૂર ભગાડો રોગ
યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાં સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શિયાળામાં થતા સાંધાના દુખાવામાંથી છૂટકારો મેળવવા અપનાવો આ ઉપાય, થઇ જશે રાહત"
ટિપ્પણી પોસ્ટ કરો