હવે કાર નહિં ટાયર ચોરી કરવામાં સક્રીય થયા ચોર, ઘટના જોઈને પોલીસ પણ હેરાન

રાજધાની દિલ્હીમાં ચોરોનો આતંક યથાવત છે. રાત્રે ચોરોએ શહેરના મધ્યમાં આવેલા કાલકાજી વિસ્તારમાં પાર્ક કરેલી કારના ચાર પૈડા કાઢી ઇંટો પર કાર ઉભી રાખી દીધા. હાલમાં પોલીસ આસપાસમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ચોરોને પકડાવનો પ્રયાસ કરી રહી છે.

કારની સ્થિતિ જોતાં જ તેને આશ્ચર્ય થયું

image source

પ્રાપ્ત માહિતી અનુસાર દક્ષિણ પૂર્વ દિલ્હીના કાલકાજી વિસ્તારમાં ચોરોની આવી હરકત સામે આવી છે, જેને જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. કાલકાજીના એમ.બ્લોક માર્કેટમાં પાર્ક કરેલી કારના ચારેય ટાયર ખોલીને ચોર ઇંટોના સહારે રાખીને જતા રહ્યા. સમગ્ર વિસ્તારમાં ચોરોના આ પરાક્રમની ચર્ચા થઈ રહી છે. હકીકતમાં, કાલકાજીના રહેવાસી કમલજીતે એમની વેન્યુ કાર એમ બ્લોક માર્કેટમાં રોજની જેમ પાર્ક કરી હતી, પરંતુ સવારે તેણે કારની સ્થિતિ જોતાં જ તેને આશ્ચર્ય થયું.

ગાડીના ચારેય ટાયર ગુમ હતા

image source

કાર ઇંટોના સહારે ઉભી હતી અને ગાડીના ચારેય ટાયર ગુમ હતા, જે બાદ કમલજીતે પોલીસમાં ફરિયાદ કરી હતી. આ ઘટના આસપાસના લોકોએ કહ્યું કે આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ચોરો નવી નવી રીતે ચોરીની ઘટનાઓ અંજામ આપતા રહ્યા છે. હાલમાં પોલીસ નજીકમાં લગાવેલા સીસીટીવી કેમેરા દ્વારા ચોરોને પકડવા માટે કડીઓ એકઠી કરી રહી છે.

આ પહેલી ઘટના નથી

image source

આ પહેલી ઘટના નથી જ્યારે કોઈ કારના ટાયરની ચોરી થી હોય. આ પહેલા પણ આવી ઘણી ઘટના સામે આવી ચુકી છે. દિલ્હીના ઘણા ભાગોમાં ટાયર ચોરી કરતી ગેંગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. રાત્રે પાર્ક કરેલી કાર સવારે ઇંટો પર ઉભી જોવા મળે છે. કારના દરેક ટાયરની ચોરી કરીને ચોર લઈ જાય છે. ટાયર ચોરીના કેસમાં કેટલાક આરોપીઓની ધરપકડ કરતા જાણવા મળ્યું કે બજારમાં જુના ટાયરની માંગ વધી રહી છે અને ટાયર ચોરી કરવા બદલ પોલીસ દ્વારા ધરપકડ થવાની સંભાવના પણ ઓછી છે, જેના કારણે દિલ્હીમાં ટાયર ગેંગ સક્રિય થઈ રહી છે.

બેટરી ચોરીની ઘટનાઓમાં પણ વધારો થઈ શકે છે

image source

સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આગામી સમયમાં ટાયરની સાથે બેટરી ચોરીની ઘટનાઓમાં પણ વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં, કોરોના સમયગાળાના લોકોની આવકને પણ અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં માર્કેટમાં જુના ટાયરની માંગ વધી રહી છે. લોકો સસ્તા અને સારા ટાયર ખરીદવા માંગે છે. જેના કારણે ટાયર ગેંગ વધુ ટાયર ચોરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "હવે કાર નહિં ટાયર ચોરી કરવામાં સક્રીય થયા ચોર, ઘટના જોઈને પોલીસ પણ હેરાન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel