શહેરમાંથી નોકરી છોડી આ યુવક આવ્યો ગામડે, પશુ આહાર બનાવી અત્યારે કમાઈ રહ્યો છે લાખો રૂપિયા
દુનિયામાં ઘણા લોકો એવા છે જેમણે જીવનમાં આવે પડેલી આપદાને અવસરમાં બદલીને જિંદગીના સફરને આગળ વધારી હોય. મુશ્કેલ સમયમાં હિમત હાર્યા વગર મહેનત કરી સફળતા હાંસિલ કર્યાના ઘણા ઉદાહરણ આપણી સમક્ષ હાજર છે. આવી એક કહાની છે મધ્ય પ્રદેશના રહેવાસી વિપિન દાંગીના નામના યુવકની. મધ્યપ્રદેશના રાજગઢના રહેવાસી વિપિન દાંગી એક ખેડૂત પરિવારમાંથી આવે છે. આર્થિક તંગીના કારણે અભ્યાસ કરતાં કરતાં જ તે ઈન્દોરની એક હોસ્પિટલમાં પાર્ટ ટાઈમ જોબ કરતા હતા. અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે ફુલ ટાઈમ જોબ જોઈન કરી લીધી. પગાર સાધારણ હતો, પણ કામમાં મન નહોતું લાગતું અને કઈક અલગ કરવાની હંમેશા મનમાં તાલાવેલી રહેતી હતી.
પશુ આાહાર બનાવીને વેચવાનું શરૂ કર્યું

જેને કારણે આખરે વિપિને 2018માં નોકરી છોડી દીધી અને ગામડે પાછા આવી ગયા. ગામમાં તેમણે દૂધનો વેપાર શરૂ કર્યો. જોકે નશીબે તેમને સાથ ન આપ્યો અને તેમને નુકસાન થયું. ત્યાર પછી તેમણે હિમત ન હારી અને ફરી થી તેમણે નશીબ અજમાવ્યું પશુ આહારમાં. તેમણે પશુ આાહાર બનાવીને વેચવાનું શરૂ કર્યું. આખરે તેમની મહેનત રંગ લાવી અને થોડાક દિવસોમાં નફો પણ થવા લાગ્યો. આજે વિપિન દર મહિને 5 લાખથી પણ વધુનો વેપાર કરે છે. અને ગામમાં ખુશહાલ જિંદગી પસાર કરે છે.
2 લાખથી વધુનું નુકસાન થયું હતું

વાત કરીએ તેમના એજ્યુંકેશનની તો 26 વર્ષના વિપિને ઈન્દોરથી માઈક્રોબાયોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જણાવ્યું કે દૂધના વેપારમાં ખર્ચના હિસાબે નફો નહોતો થતો. મને 2 લાખથી વધુનું નુકસાન થયું હતું. ત્યાર પછી 6 મહિના સુધી હું ઈન્ટરનેટ પર અલગ અલગ કામ વિશે માહિતી ભેગી કરતો રહ્યો. આ દરમિયાન મારા મગજમાં એ વાત આવી કે ગામના લોકો પાસે પશુ તો છે, પણ તેના માટે તે પૌષ્ટિક આહાર નથી લાવી શકતા. આજુબાજુમાં કોઈ કંપની પણ નથી, જે પશુ આહાર તૈયાર કરતી હોય. મેં વિચાર્યું કે આ જ સેક્ટરમાં કમાણી કરીએ તો કેવું રહેશે. અને આખરે આ આઈડિયાને મેં અમલમાં મુક્યો અને સપ્ટેમ્બર 2019માં પશુ આહાર તૈયાર કરવાનું કામ શરૂ કર્યું અને જેમા નશીબે પણ સાથ આપ્યો મારી મહેનત ફળી અને કમાણી વધવા લાગી. લોકોનો સહકાર મળતો ગયો અને મારો આત્મવિશ્વાસ પણ વધી ગયો.
3 હજારથી વધુ રેગ્યુલર કસ્ટમર્સ

વધુમાં વિપિને કહ્યું કે આહાર તૈયાર કર્યા પછી તેને ખેડૂતો સુધી પહોંચાડવું એ સૌથી મોટો પડકાર હતો. આના માટે તેમણે માર્કેટિંગ સ્ટ્રેટજી બનાવી. અમુક પેમ્ફલેટ છપાવડાવ્યાં, પછી એક ગાડી પર સ્પીકર લગાવીને પ્રચાર કરવાનો શરૂ કર્યો. આ પદ્ધતિ સફળ રહી. ધીમે ધીમે તેમના ગ્રાહક વધવા લાગ્યા. રાજગઢની આજુબાજુનાં ઘણાં ગામમાં હવે તેમના 3 હજારથી વધુ રેગ્યુલર કસ્ટમર્સ છે. આજે વિપિન દરરોજ 2થી 3 ટન પશુ આહાર તૈયાર કરે છે. એક ટન પશુ આહાર બનાવવામાં લગભગ 17 હજાર રૂપિયા ખર્ચ થાય છે, જેને અમે 18 હજાર રૂપિયાના ભાવે વેચીએ છીએ. તેની સાથે વધુ 4 લોકો પણ કામ કરે છે. દિવસેને દિવસે માંગ વધી રહી છે. લોકોને તેમનો પશુ આહાર પસંદ આવી રહ્યો છે.
પશુ આહાર બનાવવા માટે અનાજ ગામના ખેડૂતો પાસેથી ખરીદે છે

તો બીજી તરફ તેમણે કહ્યું કે તેઓ ઝડપથી જ છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અન્ય જિલ્લામાં વેપાર વધારશે. તેમણે આના માટે સ્ટાફ પણ રાખ્યો છે, જે પ્રચાર ગાડીથી લોકોને પ્રોડક્ટ વિશે માહિતી આપે છે. દર સપ્તાહે તે ખેડૂતો અને પશુપાલકો માટે ટ્રેનિંગ કેમ્પ પણ લગાવે છે. એમાં ખેતીથી માંડી પશુઓની સારસંભાળ અને તેમને સ્વસ્થ રાખવાની ટિપ્સ આપે છે. તે પોતાના પશુ આહારની ખાસિયત અંગે પણ તેમને જણાવે છે. વિપિન આગળ કહે છે, પશુ આહાર તૈયાર કરવા માટે રો-મટીરિયલ સૌથી વધુ જરૂરી છે, જેના માટે પહેલી પ્રાથમિકતા તે ખેડૂતોને આપે છે. પશુ આહાર બનાવવા માટે અનાજ ગામના ખેડૂતો પાસેથી ખરીદે છે, જ્યારે ખલી તે સ્થાનિક ઓઈલ ફેક્ટરી પાસેથી ખરીદે છે. ગામના ખેડૂતો પાસેથી અનાજ ખરીદવાને કારણે તેમનો સંબંધ ગાઢ બન્યો છે અને લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે. આગામી સમયંમાં તેમના બિઝનેસને વધુ વિસ્તારવાની તેમની યોજના છે.
પશુ આહારનું તેમા વપરાતા ખાસ તત્વોના આધારે હોય છે

વિપિને પોતાના વ્યવસાય અંગે વાત કરતા જણાવ્યું કે પશુ આહાર બનાવવા માટે કપાસ, મગફળી, સોયાબીન, ખલી, મકાઈ, જુવાર, ઘઉં જેવા અનાજોની સાથે સાથે દાળના છોતરાની જરૂર પડે છે, કારણ કે તેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. બધાને એક નિશ્ચત પ્રમાણમાં ભેળવ્યા પછી એમાં કેલ્સિયમ, ફોસ્ફોરસ, આયોડિન, કોપર, કોબાલ્ટ જેવા મિનરલ્સ એડ કરવામાં આવે છે, જેને ફરી ગ્રાઈન્ડરમાં પીસવમાં આવે છે. આખી પ્રોસેસિંગ પછી પેકિંગ કરવામાં આવે છે. વિપિને વધુમાં કહ્યું કે સામાન્ય રીતે ખેડૂત ઘાસ અને ભૂંસું જ પશુઓને ખવડાવે છે. એવામાં તેમને જરૂરી પોષકતત્ત્વો નથી મળી શકતાં. આ જ કારણે તેમના સ્વાસ્થ્યને નુકસાન તો થાય જ છે, સાથે દૂધ પણ વધુ નથી નીકળતું. આ આહાર કમ્પ્લિટ ફૂડ છે, જેમાં તમામ જરૂર એલિમેન્ટ્સ છે, જે એક સ્વસ્થ પશુને મળવા જોઈએ, જેને સવાર-સાંજ પશુઓને ખવડાવવા જોઈએ. આનાથી હેલ્થ બેનિફિટ સાથે દૂધમાં વધારો થાય છે અને ખેડૂતોને આર્થિક રીતે ફાયદો થયા છે. આવી નાની વાતો વિપિન દરેક ખેડૂતને સમજાવે છે અને પશુ આહાર કેટલો મહત્વનો છે તેમની દરેક માહિતી આપે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
0 Response to "શહેરમાંથી નોકરી છોડી આ યુવક આવ્યો ગામડે, પશુ આહાર બનાવી અત્યારે કમાઈ રહ્યો છે લાખો રૂપિયા"
ટિપ્પણી પોસ્ટ કરો