ડાયાબિટીસના દર્દીઓ શુગર કંટ્રોલ કરવા આ 5 ફૂડ્સને કરો આહારમાં સામેલ, થશે ગજબનો ફાયદો
કોરોના રોગચાળાની આ લહેરમાં ફલૂનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. આ ખતરાનો સામનો કરવા માટે, શરીરની રોગપ્રતિકાર શક્તિ વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે.

જો કે, સંશોધન એમ પણ કહે છે કે મજબૂત રોગપ્રતિકારક શક્તિ તમને અંદરથી અને બહારથી મજબૂત બનાવે છે અને તમને રોગો સામે લડવાની ક્ષમતા આપે છે. હવે સવાલ એ છે કે જેમને ડાયાબિટીઝ છે, તેઓ તેમની રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે વધારે?
ડાયાબિટીસના દર્દીઓએ આહારની સંભાળ લેવી વધુ મહત્વપૂર્ણ

હકીકતમાં શૂગર એક ઓટોઈમ્યૂન બીમારી માનવામાં આવે છે, ખાસ કરીને ડાયાબિટીસ ટાઈપ- 1, કારણ કે શરીર કોઈપણ ઇન્સ્યુલિન પેદા કરવામાં અસમર્થ છે. પ્રકાર-2 માં, શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન ઉત્પન્ન નથી કરી શકતું અથવા તેનો ઉપયોગ યોગ્ય રીતે નથી કરતું. શૂગર આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. જેના કારણે શૂગરવાળા લોકો ખૂબ જ ઝડપથી માંદા અને સંક્રમિત થાય છે. તેથી, ડાયાબિટીસના લોકોએ તેમના આહારની સંભાળ લેવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
પોષક તત્ત્વોથી તમારી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવી

મધુમેહ એટલે કે ડાયાબિટીઝથી પીડિત વ્યક્તિને પગમાં ચેપ, યીસ્ટ ઈન્ફેક્શન, પેશાબની નળીઓનો સંક્રમણ અને સર્જિકલ સાઇટ સંક્રમણનું પણ જોખમ રહે છે. ચેપનું જોખમ ઘટાડવાનો અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે સમયસર દવાઓ લેવી અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી. તંદુરસ્ત જીવનશૈલીનો અર્થ છે કે પૂરતી ઉંઘ લેવી, વારંવાર કસરત કરવી અને સ્વસ્થ ભોજન લેવું. વિવિધ પ્રકારના પોષક તત્ત્વોથી તમારી રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, ખાસ કરીને જ્યારે તમને ડાયાબિટીઝ હોય. જો તમને ડાયાબિટીઝ છે, તો તમે તમારા દૈનિક આહારમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા આ પાંચ ખોરાકનો સમાવેશ કરી શકો છો. તો ચાલો જાણીએ આ ફૂડ વિશે.
શૂગર દર્દીઓ માટે 5 ઈમ્યુન બૂસ્ટર ફૂડ(Immunity Booster Food)

કેવી રીતે વધશે રોગપ્રતિકારક શક્તિ – ડાયાબિટીઝના દર્દીઓએ મૂંઝવણમાં રહેવાની જરૂર નથી. કે તેઓ રોગપ્રતિકારક શક્તિ વધારવા શું ખા. અને શું ન ખાય. તો ચાલો જાણીએ કેટલાક રોગપ્રતિકારક શક્તિને વધારનારા ફૂડ વિશે, જે તમારા માટે ઉપયોગી થશે.
ગાજરના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે
ભાગ્યે જ કોઈ એવું હશે જે ગાજરને પસંદ ન કરે. શિયાળામાં ગાજરની ઘણી માંગ હોય છે. જે શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ગાજરમાં ફાઇબર, બીટા કેરોટિન, એન્ટીઓક્સિડન્ટ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે કોલેસ્ટરોલ ઓછું કરવામાં, આંખોની રોશની વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ગાજરમાં પેક્ટીન પણ હોય છે. તેથી ગાજર ડાયાબિટીઝના દર્દીઓ માટે શ્રેષ્ઠ રોગપ્રતિકારક ખોરાક છે.
અખરોટથી વધારો ઈમ્યુનિટી

અખરોટ શરીરમાં શૂગરના સ્તરને નિયંત્રિત કરવામાં અને ટાઇપ -2 ડાયાબિટીઝનું જોખમ ઘટાડવામાં અસરકારક છે. તેમાં વિટામિન ઇ હોય છે. તેમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સિડેન્ટ હોય છે. જે રોગો સામે લડવા માટે આપણા શરીરને મજબૂત બનાવે છે. અખરોટના સેવનથી પુષ્કળ પ્રમાણમાં ફાઇબર મળે છે. ઝણાવી દઈેકે અખરોટને પચવામાં ઘણો સમય લાગે છે, તેથી તે શરીરમાં ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે.
મસૂરની દાળ ઈમ્યૂનીટી વધારવા માટે
.jpg)
જોવામાં આવે તો, દાળમાં પ્રોટીન, ફાઇબર, ફોલેટ, મેગ્નેશિયમ, એન્ટીઓક્સડેન્ટ અને કાર્બોહાઇડ્રેટ્સની ભરપુર માત્રા હોય છે. જે લોહીમાં શૂગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદગાર છે. આ સિવાય કોલેસ્ટ્રોલને પણ મસૂરની દાળ નિયંત્રણમાં રાખે છે. જેનાથી ટાઇપ- 2 ડાયાબિટીઝનું જોખમ ઘટી જાય છે. જો તમે દરરોજ 1 વાટકી દાળ ખાઓ છો, તો તેનાથી હૃદયરોગનું જોખમ પણ ઓછું થાય છે અને કબજિયાત થતો નથી. તમારા આહારમાં દાળનો સમાવેશ કરવો શૂગરના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.
તમારા આહારમાં સિમલા મિર્ચનો ઉપયોગ કરો (Capsicum )

સિમલા મિર્ચની પ્રજાતીમાં સામેલ આ શાકભાજી ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીઝના દર્દીઓ માટે. જે આપણા શરીરને અનેક રોગોથી બચાવે છે. તેમાં બે પાચક એંજાઈમ લાઈપેઝ અને અલ્ફા-ગ્લુકોસાઇડ હોય છે. જે લિપિડ અને કાર્બોહાઈડ્રેટના ડાઈજેશનને ધીમું કરવામાં અસરકારક છે. તેઓ ડાયાબિટીઝ ઘટાડવામાં મદદગાર છે. તેમાં શક્તિશાળી એન્ટીઓક્સડન્ટ છે, જે આપણને રોગો સામે લડવામાં મદદ કરે છે. કારણ કે ડાયાબિટીઝ આપણા શરીરમાં અનેક રોગોનું કારણ બની શકે છે.
ડાયાબિટીસમાં સફેદ ચણાનું સેવન ફાયદાકારક છે

ભારતીય ખોરાકમાં ખૂબ પસંદ કરવામાં આવતા સફેદ ચણા જેને છોલે પણ કહી શકાય છે, તેમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનિજોનો સારો તાલમેલ હોય છે. આશરે 150 ગ્રામ સફેદ ચણાનું સેવન શરીરની રોજિંદા પ્રોટીનની જરૂરિયાતોનો અડધો ભાગ આવરી લે છે. જેના કારણે આપણા શરીરમાં પોષક તત્ત્વોની ઉણપ પણ પૂર્ણ થાય છે. જે ડાયાબિટીઝના દર્દીઓ માટે ફાયદાકારક છે. તે હાડકાઓને મજબૂત પણ બનાવે છે. બ્લડ પ્રેશરની સાથે હૃદયની સ્થિતિ પણ સારી છે.
ડાયાબિટીઝથી પીડિત લોકોની સંખ્યા વિશ્વભરમાં વધી રહી છે અને આજકાલ તે એક સામાન્ય રોગ બની ગયો છે. આ ક્ષણે, તમે તમારા આહારમાં અમારા દ્વારા સૂચવેલ ઈમ્યુનીટી ફૂડ્સ ને સામેલ કરીને રોગપ્રતિકારક શક્તિને વધારવાની સાથે ડાયાબિટીસને નિયંત્રણમાં કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "ડાયાબિટીસના દર્દીઓ શુગર કંટ્રોલ કરવા આ 5 ફૂડ્સને કરો આહારમાં સામેલ, થશે ગજબનો ફાયદો"
ટિપ્પણી પોસ્ટ કરો