પડી શકે છે મોટો ઝટકો: ‘LPG Subsidy’ મળવામાં થઇ શકે છે અનેક પ્રોબ્લેમ્સ!, જાણો પૂરી વિગતો નહિં તો પાછળથી…

BPCL Privatisation : ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે BPCL ના ખાનગીકરણ બાદ સબસીડી વાળા લિકવિડ પેટ્રોલિયમ ગેસ એટલે કે LPG નું વેંચાણ ચાલુ રાખવાની યોજના અટકી શકે છે. ત્યારે આ બાબતે વિસ્તૃત માહિતી જાણીએ.

image source

BPCL Privatisation : આજથી લગભગ 20 વર્ષ પહેલાં સરકારે LPG ને લઈને એક આદેશ કર્યો હતો કે દેશમાં ઉત્પાદન થતા રસોઈ ગેસ એટલે કે LPG ની આપૂર્તિ માત્ર સરકારની માલિકી હોય તે કંપનીઓ જ કરી શકશે. આ આદેશને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના ખાનગીકરણ બાદ સબસીડી વાળા એલપીજીનું વેંચાણ ચાલુ રાખવાની છૂટ આપતી યોજના આગળ બ્રેકર બની ગયું છે. હવે સવાલ એ છે જે BPCL ના ખાનગીકરણ બાદ પણ શું તે સબસીડી વાળા ગેસની આપૂર્તિ કરશે કે નહિ ?

સરકારે માંગી કાનૂની સલાહ

image source

આ મામલે જાણકાર સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ હવે એ જાણવા કાનૂની સલાહ લેવામાં આવી રહી છે કે શું ખાનગીકરણ બાદ BPCL ને ONGC અને ગેલ જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત રસોઈ ગેસનું આવંટન ઠીક છે ? ઉલ્લેખનીય છે કે BPCL પાસે હાલમાં 8.4 કરોડ થી વધુ ઘરેલું LPG ગ્રાહકો છે. જેમાં 2.1 કરોડ ગ્રાહકો ઉજ્જ્વલા યોજનાના ગ્રાહકો છે. આ માટે કંપની બસ પોતાની ઓઇલ શોધક ઈકાઈઓ નું LPG ઉત્પાદન પર્યાપ્ત નથી.

રસોઈ ગેસ નિયંત્રણ આદેશ

image source

BPCL અન્ય તેલ માર્કેટિંગ કંપનીની જેમ તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ એટલે કે ONGC અને ગેલ ઇન્ડિયા લિમિટેડ જેબી સરકારી માલિકી ધરાવતી કંપનીઓની સાથે સાથે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (Reliance Industries Limited) જેવી ખાનગી કંપનીઓ પાસેથી રસોઈ ગેસ ખરીદે છે. રસોઈ ગેસ આપૂર્તિ અને વિતરણ વિનિયમન આદેશ 2020 જેને રસોઈ ગેસ નિયંત્રણ આદેશ 2000 ના સ્વરૂપે માનવામાં આવે છે. માત્ર સરકારની માલિકી ધરાવતી તેલ વીણપન કંપનીઓ ઇન્ડિયન ઑયલ કોર્પોરેશન IOC, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL, અને BPCL ને સ્વદેશી રૂપે ઉત્પાદિત રસોઈ ગેસના વેંચાણનું પ્રાવધાન કરે છે.

ONGC અને ગેલના BPCL પર રોક

image source

આ આદેશ ONGC અને ગેલ જેવી કંપનીઓ દ્વારા ઉત્પાદિત LPG ને ખાનગી કંપનીઓને આપૂર્તિ આપવાથી રોકે છે. ખાનગી ક્ષેત્રના LPG વિક્રેતાઓએ આયતીત ગેસનો ઉપયોગ કરવો પડે છે. દેશમાં રસોઈ ગેસની અછતને જોતા નિયંત્રણ આદેશ 2000 જાહેર કરવામાં આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે BPCL નું ખાનગીકરણ થઈ ગયા બાદ આ આદેશ ONGC અને ગેલના BPCL ને રસોઈ ગેસ વેંચવા પર રોક લગાવી દેશે. આ માટે સરકાર આ મુદ્દે કાયદાકીય સલાહ મેળવી રહી છે.

Related Posts

0 Response to "પડી શકે છે મોટો ઝટકો: ‘LPG Subsidy’ મળવામાં થઇ શકે છે અનેક પ્રોબ્લેમ્સ!, જાણો પૂરી વિગતો નહિં તો પાછળથી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel