તમે પણ કરો છો સફરજનનો વધારે ઉપયોગ તો જાણી લો આ ખતરાને, નહીં તો પડશો બીમાર
કહેવાય છે ને કે રોજ એક સફરજન ખાઈ લો તો તમારે ક્યારેય ડોક્ટર પાસે જવું પડતું નથી. સફરજનમાં અનેક રોગ ક્યોર કરવાની તાકાત છે. તે સ્વાદમાં સારું હોવાની સાથે સાથે પોષક તત્વોથી પણ ભરપૂર રહે છે. તમારું વજન ઘટાડવાના પ્રયાસમાં પણ તમારી મદદ કરે છે. તો જાણો સફરજનનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો અને વધારે ઉપયોગથી કઈ બીમારીઓ તમને પરેશાન કરી શકે છે.
સફરજનમાંથી મળે છે આ પોષક તત્વો

એક મોટા સફરજનમાં 31/4 ઈંચની તેની છાલ સાથે 116 કેલેરી હોય છે, તેમાં એક ગ્રામથી પણ ઓછું પ્રોટીન અને ફેટ હોય છે આ સાથે 31 ગ્રામ કાર્બોહાઈડ્રેટ હોય છે. તે કાર્બ્સમાં 5 ગ્રામ ફાઈબર પણ હોય છે. એક સામાન્ય આકારનું સફરજન વિટામિનથી ભરપૂર હોય છે. એક મોટા સફરજનમાં વિટામીન સીનું પ્રમાણ પુરુષની દૈનિક જરૂરિયાતના 11 ટકા અને મહિલાની દૈનિક જરૂરિયાતના 13 ટકાને પૂરું કરે છે.
વધારે સફરજન ખાવાથી થતા નુકસાન
ગેસ અને સોજાની સમસ્યા થઈ શકે છે. રોજ સફરજનના સેવનથી તમને ડાઉનસાઈડનો સામનો કરવો પડી શકે છે. જો તમે ફાઈબર ખાવાના આદિ નથી તો રોજ 1 સફરજન ખાવાથી પણ તમને બેચેની થઈ શકે છે અને સાથે અનેક સાઈડ ઇફેક્ટસ્ પણ થઈ શકે છે.
એલર્જીની સમસ્યા થઈ શકે છે

કેટલાક લોકોને સફરજનની સાતે સંબંધિત અન્ય ફળોથી એલર્જી થઈ શકે છે. તમે બર્ચ પોલેનથી એલર્જી હોય તો તમને સફરજનની પણ એલર્જી હોઈ શકે છે. તો તેને ખાવાથી બચવું. આ સિવાય અન્ય લક્ષણોમાં પેટમાં દર્દ, ઉલ્ટીથી લઈને લાઈફ થ્રેટનિંગ એનાફિલેક્સિસ સુધી થાય છે. તમે છાલ વિનાનું સફરજન ખાઈ શકો છો.
પેસ્ટીસાઈડ્સથી બચો
સફરજનને પર્યાવરણ કાર્ય સમૂહે ગંદા ઉત્પાદનના લિસ્ટમાં રાખ્યું છે. તમે ભોજનના પેસ્ટીસાઈડ્સને લઈને ચિંતામા રહો છો તો તમે ઓર્ગેનિક સફરજનની ખરીદી કરો. પારંપરિક રીતે ઉગતા ઓર્ગેનિક પ્રોડક્ટ્સ મોંઘા હોય છે પમ તે તમને સૂટ થશે.
વધી શકે છે શુગર લેવલ
સફરજનમાં વધારે કાર્બોહાઈડ્રેટ્સ હોય છે તે શરીરને ઝડપથી એનર્જી આપે છે. તેમનો હાઈ ડોઝ લોહીમાં શર્કરાનું વહન પણ કરી છે. ડાયાબિટીસના લોકો માટે ફળના રૂપમાં ખાંડ પણ ઈન્સ્યુલિનની સંવેદનશીલતાને કાયમ રાખે છે અને તેમની દવાના કામમાં મદદ કરે છે.
વધી શકે છે વજન

સફરજન તમને તરત જ ઉર્જા આપે છે પણ તમારે ધ્યાન રાખવું કે તેને વધારે ખાવાથી તમારું વજન વધી શકે છે. કેમકે પહેલાં કાર્બ બ્રન કરે છે અને પછી ફેટને બર્ન કરે છે. તેમાં સમય લાગે છે અને સાથે વેટ લોસની પ્રક્રિયા ધીમી પડે છે.
રોજ સફરજન ખાવું હોય તો આ રીતે ખાઓ
જો તમે રોજ સફરજન ખાવા ઈચ્છો છો તો તમે તેને સાથે રાખો અને જ્યારે સમય મળે, ચાલતા, વાત કરતા, ઓફિસમાં તેને ખાઈ લો. રોજ 1 સફરજન ખાવું સરળ છે. તેના અનેક વ્યંજન પણ બને છે.
તમે બ્રેકફાસ્ટમાં પણ દલિયાની ઉપર તેને કાપીની નાંખી શકો છો. ડિનરમાં ગ્રીલ્ડ ચિકનની સાથે અને સલાડમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. તમે ઈચ્છો તો 2 મોટી ચમચી આમંડ બટરને એક સફરજનની સ્લાઈસ પર રાખીને એક ટેસ્ટી સ્નેક તૈયાર કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "તમે પણ કરો છો સફરજનનો વધારે ઉપયોગ તો જાણી લો આ ખતરાને, નહીં તો પડશો બીમાર"
ટિપ્પણી પોસ્ટ કરો