આ શું? તારક મહેતા…સિરિયલમાં આવું થાય ખરૂં? આ બે વ્યક્તિઓ વચ્ચે એવી બબાલ થઇ કે..
તારક મહેતા સીરીયલમાં આવ્યો એક ટ્વીસ્ટ:તારક અને અંજલી વચ્ચે થઈ બબાલ, જાણો શું થશે!
ટીવી પર કોમેડીયનોની લાઈન લાગી છે. તો સાથે સાથે ઘણા નવા શો પણ આવી રહ્યા છે. પરંતુ દાયકાઓથી નાના પડદા પરના લોકો માટે પહેલી પસંદ એક એવો શો રહ્યો છે જેના અન્ય કોઈ પણ શો ટક્કર નથી આપી શકતો. અમે વાત કરી રહ્યા છીએ ફેમિલી કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માની.

આ શોમાં આજકાલ ઘણો બદલાવ આવ્યો છે. એક નવી અંજલિ ભાભી એટલે કે સુનૈના ફોજદારની પણ શોમાં એન્ટ્રી થઈ છે. ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. શોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે. કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના દરેક એપિસોડમાં એક નવો ટ્વિસ્ટ અને ટર્ન જોવા મળે છે.

ત્યારે થોડાં દિવસોથી પોપટલાલના લગ્નને લઈને ખૂબ ચર્ચાઓ ચાલી હતી, ત્યારે હવે શોમાં એક રસપ્રદ ઘટના જોવા મળશે. હમેશાં ડાયટ પર રહેનારા તારક મહેતા રસગુલ્લા ખાવાની ઈચ્છા થતાં તેમની ડાયટનું રૂટીન બ્રેક કરવાના છે. આ દરમિયાન એક રસગુલ્લા માટે તારક અને અંજલી વચ્ચે જબરદસ્ત તનાતની જોવા મળશે. ત્યારે હવે એ જોવાનું રહ્યું કે, તારકને રસગુલ્લા ખાવા મળે છે કે નહીં.

હકીકતમાં અય્યર રસગુલ્લાનો ડબ્બો જેઠાલાલના ઘરે પહોંચાડી દે છે. તારક મહેતા જેઠાલાલના ઘરે પહેલાંથી જ હાજર હોય છે. તેમની આંખો રસગુલ્લાનો ડબ્બો જોઈને ચમકી ઉઠે છે. તેમને લાગે છે કે, અંજલીની ગેરહાજરીમાં રસગુલ્લા ખાવાની આ સોનેરી તક છે. પરંતુ આ દરમિયાન દુર્ભાગ્યથી જેઠાલાલ, ટપ્પૂ અને બાપુજી બધાં રસગુલ્લા ખાઈ લે છે અને તારક મહેતાના હાથે કંઈ લાગતું નથી.
પરંતુ રસગુલ્લા ખાવાની આશા હજી તારકમાં બચી છે, કારણ કે, બબીતાજી રસગુલ્લાનો એક ડબ્બો તેના ઘરે પણ મોકલાવે છે. પરંતુ સમસ્યા એ છે કે, તારક અને રસગુલ્લાની વચ્ચે તેમની પત્ની અંજલી આવી જાય છે. જ્યારે બીજી બાજુ તારકને રસગુલ્લા ખાવાની ઈચ્છા એટલી તીવ્ર થઈ જાય છે કે, તેઓ પત્ની અને ડાયટ સામે અવાજ ઉઠાવવા તૈયાર થઈ જાય છે.
હવે એ જોવાનું રહ્યું કે, તારક મહેતાની રસગુલ્લા ખાવાની ઈચ્છા કઈ રહી પૂરી થશે. શું અંજલી તારકને રસગુલ્લા ખાવા દેશે. આનો નિર્ણય હવે દર્શકોએ લેવાનો છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકો માટે એક પોલ લગાવશે, જેમાં દર્શકોનો અભિપ્રાય લેવામાં આવશે અને તેમના મત મુજબ નક્કી કરવામાં આવશે કે તારક મહેતાને રસગુલ્લા મળશે કે નહીં. ત્યારે ગોકુલધામમાં પોપટલાલના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી અને સોસાયટીના તમામ લોકો બંનેનું સ્વાગત કરવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા.
ટેલીવિઝનના સૌથી લોકપ્રિય સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની અંજલી ભાભી નેહા મેહતાનો સેટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના બાદ ફેન્સ માની રહ્યા છે કે, અંજલી ભાભી શોમાં વાપસી કરી રહી છે. 10 વર્ષથી વધુ સમય સુધી શોનો હિસ્સો રહી ચૂકેલી અને અંજલી ભાભીની ભૂમિકા ભજવનાર નેહા મેહતાએ હાલમાં જ શો છોડી દીધો હતો. જેના બાદ તેની વાપસીને લઈને મેકર્સે અનેક પ્રયાસો કર્યા હતા. જો કે, વાત ન બનતા બાદમાં એક્ટ્રેસ સુનયના ફૌજદારને અંજલી ભાભીનો રોલ સોંપવામાં આવ્યો છે.
હવે નેહા મેહતાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયોને શેર કરતા તેમણે લખ્યું કે, ન્યૂ પ્રોજેક્ટ. જો કે, આ ન્યૂ પ્રોજેક્ટ શું છે. તેના વિશે કોઈ સ્પષ્ટ જાણકારી આપી નથી. પરંતુ તેમણે એક વીડિયો શૂટની લોકેશન ગોકુલધામ સોસાયટીની નાખી છે. જેને લઈને ફેન્સ માની રહ્યા છે કે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં તેમની વાપસી થઈ રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ શું? તારક મહેતા…સિરિયલમાં આવું થાય ખરૂં? આ બે વ્યક્તિઓ વચ્ચે એવી બબાલ થઇ કે.."
ટિપ્પણી પોસ્ટ કરો