Side Effects Of Jamun: જો તમને પણ રહે છે આ સમસ્યા, તો ન કરો જાંબુનું સેવન, નહીં તો થશે મોટું નુકસાન
ગરમીની સીઝનમાં જાંબુ ખાવાનું દરેકને પસંદ હોય છે. ડાર્ક જાંબલી રંગના આ ફળને ન્યૂટ્રિશનનું પાવર હાઉસ માનવામાં આવે છે. સ્વાદથી ભરપૂર આ ફળમાં અનેક ઔષધિય ગુણો હોય છે. આ કારણ છે કે તેને આયુર્વેદ અને યૂનાની ચિકિત્સા પદ્ધતિમાં વર્ષો પહેલા ઉપયોગમાં લેવામાં આવતું હતું. તેનો પ્રયોગ વ્યક્તિના શરીરને અનેક જીવલેણ રોગથી બચાવવામાં કરવામાં આવતો હતો. જાંબુનું સેવન કરવાથી ન ફક્ત ઇમ્યુનિટી મજબૂત થાય છે પણ સાથે શરીરમાં લોહીની ખામી પૂરી થવાની સાથે સાથે બ્લડ શુગરને પણ નિયંત્રિત કરી શકાય છે. આ સિવાય જાંબુના સેવન કરવાથી અગણિત ફાયદા મળે છે. એટલા ગુણોથી ભરપૂર હોવા છતાં કેટલાક લોકોને તેનું સેવન કરવાની મનાઈ છે. તો જાણો કયા લોકોએ જાંબુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.
બ્લડ શુગરની હોય સમસ્યા

જાંબુંનું સેવન હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓને માટે ફાયદારુપ માનવામાં આવે છે. આયુર્વેદમાં તો બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે જાંબુના ઠળિયાનો પાવડર કે જાંબુને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. અનેક વાર લોકો બ્લડ શુગર પર જલ્દી નિયંત્રણ મેળવવા માટે જરૂરિયાત કરતા વઘારે સેવન કરવા લાગે છે. જે બ્લડ પ્રેશરનું કારણ બને છે. એવામાં તમે સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો તે જરૂરી છે.
કબજિયાતની હોય સમસ્યા તો પણ રહો એલર્ટ
જો તમને કબજિયાતની સમસ્યા છે તો જાંબુમાં રહેલા વિટામીન સીનું પ્રમાણ તમને ફાયદો કરે છે. તેનું વધારે સેવન કરવાથી વ્યક્તિને કબજિયાતની સમસ્યા રહે છે.
ખીલની સમસ્યા

જો તમારી સ્કીન ઓઈલી છે અને સ્કીન પર ખીલ થતા રહે છે તો તમારે જાંબુનુ વધારે પડતું સેવન ટાળવું. વધારે પ્રમાણમાં તેનું સેવન તમારી ખીલની સમસ્યામાં વધારો કરી શકે છે.
વધી શકે છે ઉલ્ટીની સમસ્યા
અનેક લોકોને જાંબુ પ્રિય હોય છે અને તેઓ તેને વધારે પ્રમાણમાં ખાઈ લે છે તો તેમને ઉલ્ટીની ફરિયાદ રહે છે. એવામાં શરૂઆતમાં તમે 2-3 જાંબુનું સેવન કરો. જો આવું કરવાથી તમને કોઈ ખાસ અસર ન થાય તો તમે ધીરે ધીરે તેનું પ્રમાણ વધારી શકો છો.
કોઈ સર્જરી કરાવવી હોય

જાંબુ બ્લડ શુગરને પ્રભાવિત કરે છે અને તેના સેવનથી પ્રેશરને ઓછું કરવામાં મદદ મળે છે. આ માટે સર્જરી સમયે અને બાદમાં તેના સેવનથી બચવું જોઈએ. આ માટે કોઈ પ્રકારની સર્જરી કરવાી છે તો ઓછામાં ઓછા 2 અઠવાડિયા પહેલા જાંબુનું સેવન સદંતર રીતે બંધ કરો તે જરૂરી છે.
લોહીના ગટ્ઠા જામવા
જો તમને એથેરોક્લેરોસિસ અને લોહીના ગટ્ઠા જામવા સંબંધિત કોઈ સમસ્યા છે તો તમે જાંબુનું સેવન કરવાનું ટાળો તે યોગ્ય છે. તેનાથી તમારી આ સમસ્યામાં ઝડપથઈ રાહત મળી શકે છે.
વાયુદોષની સમસ્યા

જાંબુના સેવનથી વાયુદોષની સમસ્યા વધી શકે તેવી સંભાવના રહે છે. એવામાં તમે વાત દોષ સંબંધી સમસ્યા અનુભવો છો તો જાંબુનું સેવન કરવાનું ટાળો તે યોગ્ય છે.
0 Response to "Side Effects Of Jamun: જો તમને પણ રહે છે આ સમસ્યા, તો ન કરો જાંબુનું સેવન, નહીં તો થશે મોટું નુકસાન"
ટિપ્પણી પોસ્ટ કરો