શા માટે ટ્રેનના ડબ્બા અલગ અલગ રંગના હોય છે? જાણો બન્નેમાં શું હોય છે ખાસ તફાવત
ટ્રેન અને ટ્રેનની મુસાફરી સાથે દરેક વ્યક્તિની કોઈને કોઈ યાદ જોડાયેલી હોય છે. રેલ્વે દરેક ભારતીયના જીવનનો મહત્ત્વનો ભાગ છે. જીવનમાં ક્યારેક તો મોટા ભાગન લોકોએ ટ્રેનમાં સફર કરવાનો વારો આવતો જ હોય છે. ટ્રેનમાંથી દેખાતા સુંદર દ્રશ્યો, પોતાનાઓની કંપની અને ગંતવ્ય સ્થાન સુધી પોહંચવાની ઉત્સુકતાના સફરને ટ્રેન ખૂબ જ યાદગાર બનાવી દેતી હોય છે.

જો તમે પણ ક્યારેય ટ્રેનની સફર કરી હોય તો આ વાતો સાથે તમે પણ પોતાની જાતને કનેટ્કટ કરી શકતા હશો. પણ ટ્રેનના સફર દરમિયાન શું તમને ક્યારેય ટ્રેનના રંગ પર કોઈ વિચાર આવ્યો છે ખરો ? હંમેશા તમે જોયું હશે કે કેટલીક ટ્રેન બ્લુ રંગની હોય છે તો વળી કેટલીક ટ્રેન લાલ રંગની હોય છે. આજે અમે તમને જણાવીશુ કે ટ્રેનના રંગ શા માટે અલગ અલગ હોય છે. માટે જ્યારે હવેની વાર તમે ટ્રેનની સફર કરો ત્યારે સાથી પેસેન્જર સાથે તમે મેળવેલી આ જાણકારી શેર કરી શકો.
ટ્રેનના કોચ બે પ્રકારના હોય છે

તમે જોયું હશે કે ટ્રેનના કોચ એટલે કે ટ્રેનના ડબ્બા બે રંગના હોય છે લાલ રંગના હોય છે અને બ્લૂ રંગના હોય છે. કોચના રંગ વચ્ચનો આ તફાવત તે કોચના પ્રકાર કે પછી તેની ટાઇપને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે બે પ્રકારના કોચ અલગ અલગ હોય છે. ટ્રેનના બ્લૂ રંગના કોચને ICF એટલે કે ઇંટીગ્રલ કોચ ફેક્ટ્રી કહે છે જ્યારે લાલ રંગના કોચ LHB એટલે કે લિંક હૉફમેન બુશના નામથી ઓળખાય છે. આ બન્ને કોચમાં માત્ર રંગનો જ ફરક નથી હોતો. તે બન્ને પ્રકારના કોચ એકબીજાથી ઘણા બધા અલગ હોય છે.
ઇંટીગ્રલ કોચ ફેક્ટ્રી – બ્લૂ રંગના કોચ

ઇંટીગ્રલ કોચ ફેક્ટ્રીનું કારખાનું તામિલનાડુના ચેન્નઈમાં છે જ્યાં ભૂરા એટલે કે વાદળી રંગના કોચ બનાવવામા આવે છે. આ કોચ ફેક્ટ્રીની સ્થાપના આઝાદી બાદ 1952માં થઈ હતી. ત્યારથી અહીં ટ્રેનના કોચ બનાવવામાં આવી રહ્યા છે. ઇંટીગ્રલ કોચ ફેક્ટ્રી જે બ્લૂ રંગના કોચનું નિર્માણ કરે છે તે લોખંડના બનેલા હોય છે. આ કોચમાં એર બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે આ કોચની મેક્સિમમ પર્મિસિબલ સ્પિડ 110 કિલેમીટર પ્રતિ કલાકની હોય છે.

આ કોચમાં સ્લીપર ક્લાસમાં 72 સીટ હોય છે જ્યારે એસી-3 ક્લાસમાં 64 સીટની જગ્યા હોય છે. આ કોચ એક બીજા સાથે ડ્યુઅલ બફર સિસ્ટમના માધ્યમથી જોડાયેલા હોય છે. અને દુર્ઘટના સમયે આ પ્રકારના કોચમાં એ જોખમ રહેલુ હોય છે કે તે એક ઉપર એક ચડી શકે છે, જેના કારણે એક્સિડેંટનો વિસ્તાર વધી જાય છે. ઇંટીગ્રલ કોચ ફેક્ટરીના બનેલા કોચને 18 મહિનામાં એકવાર પિરિયોડિક ઓવર હોલિંગની જરૂર પડે છે. આજ કારણે આ કોચના મેઇન્ટેનન્સમાં વધારે ખર્ચો થાય છે. આ કોચની રાઇડ ઇન્ડેક્સ 3.25 છે.
લિંક હૉફમેન બુશ – લાલ રંગના કોચ

લિંક હૉફમેન બુશના કોચને વર્ષ 2000માં જર્મનીથી ભારત લાવવામાં આવ્યા હતા. આ કોચને બનાવવાની ફેક્ટ્રી પંજાબના કપૂરથલામાં આવેલી છે. તે કોચ સ્ટેનલેસ સ્ટીલથી બનેલા હોય છે અને તેમાં ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. આ કોચની મેક્સિમમ પર્મિસિબલ સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાકની હોય છે અને ઓપરેશનલ સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની છે. તમને જણાવી દઈ કે આ કોચમા સ્લીપર ક્લાસમાં 80 સીટ હોય છે જ્યારે એસી-3 ક્લાસમાં 72 સીટ હોય છે. આ કોચ સેંટર બફર કાઉલિંગ સિસ્ટમથી સજ્જ હોય છે જેના કારણે દુર્ઘટનાના સમયે આ કોચ એક બીજા ઉપર ચડતા નથી. આ કોચને 24 મહિનામાં એટલે કે બે વર્ષમા એક વાર ઓવરહોલિંગની જરૂર પડે છે જેના કારણે તેનો મેનટેનન્સ ખર્ચ ઓછો હોય છે. તેનો રાઇડર ઇન્ડેક્સ 2.5-2.75 છે.
કયો કોચ વધારે યોગ્ય છે ?

અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે લિંક હૉફમેન બુશ કોચ, ઇન્ટીગ્રલ કેચ ફેક્ટ્રીની સરખામણીએ વધારે યોગ્ય છે. લિંક હૉફમેન બુશ કોચ ઇન્ટીગ્રલ કોચની સરખામણીએ 1.7 મીટર વધારે લાંબો હોય છે માટે તેમા વધારે લોકો બેસી શકે છે. લાલ રંગના એલએચબી કોચની સ્પિડ પણ વધારે હોય છે, તેમજ આ કોચ સ્ટેનલેસ સ્ટીલના બનેલા હોય છે માટે આઈસીએપ કોચ કરતાં ઓછા ભારે હોય છે. દુર્ઘટના સમયે પણ લાલ રંગવાળા કોચ, વાદળી રંગના કોચ કરતાં વધારે સુરક્ષિત હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શા માટે ટ્રેનના ડબ્બા અલગ અલગ રંગના હોય છે? જાણો બન્નેમાં શું હોય છે ખાસ તફાવત"
ટિપ્પણી પોસ્ટ કરો