જાણો કોણ છે નતાશા દલાલ, જે બનવા જઈ રહી છે વરૂણ ધવનની દુલ્હનિયા
બોલિવૂડ એક્ટર વરૂણ ધવન અને ફેશન ડિઝાઇનર નતાશા દલાલ આજે લગ્ન કરવા જઇ રહ્યા છે. બંનેના લગ્ન ખૂબ ગુપ્ત રીતે થઈ રહ્યાં છે. નતાશા સાથે લગ્ન માટે નો ફોન પોલિસી લાગુ કરવામાં આવી છે. એટલે કે લગ્નની વિધી કે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ન વાયરલ થાય. એ જ રીતે આ બંનેનો પ્રેમ ખૂબ ગુપ્ત રહ્યો હતો અને ઘણા વર્ષો બાદ તે લોકો સમક્ષ આવ્યો હતો.
નાતાશા અને વરૂણ નાનપણથી જ સારા મિત્રો

નાતાશા દલાલ અને વરૂણ ધવન નાનપણથી જ ઘણા સારા મિત્રો છે. બંનેએ 12 માં ધોરણ સુધી એક જ શાળામાં અભ્યાસ કર્યો હતો. વરુણ ધવને કરિના કપૂરના રેડિયો શોમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નતાશાને પહેલીવાર મળ્યો હતો, ત્યારે તે છઠ્ઠા ધોરણમાં હતી અને 11 મી -12 મી સુધી તેઓ ખૂબ સારા મિત્રો રહ્યા હતા. વરુણે શોમાં કહ્યું કે, હું બાસ્કેટબોલ કોર્ટમાં હતો. તેથી લંચ બ્રેકના સમયે કેન્ટિનમાં તે મને એનર્જા આપતી. મને તેનું ચાલવાનું યાદ છે, મને તે જોવાની યાદ આવે છે અને હકીકતમાં જ્યારે મેં તે દિવસે તેને જોઈ ત્યારે મને લાગ્યું કે મને તેની સાથે પ્રેમ થઈ ગયો છે.
નતાશાએ વરૂણને ત્રણ-ચાર વખત રિજેક્ટ કરી દીધો હતો

ઘણા સમય પછી વરુણે નતાશાને ડેટ કરવાની શરૂઆત કરી હતી. વરુણે કહ્યું, તેણે મને ત્રણ-ચાર વખત રિજેક્ટ કરી દીધો હતો, પરંતુ મેં આશા છોડી નહોતી. નતાશા વરુણના પરિવાર સાથે ફિટ બેસે છે અને ઘણીવાર તે ઇવેન્ટમાં તેની સાથે જોવા મળે છે. નતાશા આ વર્ષની શરૂઆતમાં અનિલ કપૂર અને સુનિતા કપૂરની કરવા ચોથ ઉજવણીમાં તેની માતા સાથે જોવા મળી હતી.
નતાશા દલાલ કોણ છે?

નતાશા દલાલ એક ફેશન ડિઝાઇનર છે. નતાશાએ ન્યૂયોર્કથી ફેશન ડિઝાઇનિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. સ્ટડી પછી નતાશાએ ઇન્ડિયા આવીને 2013માં પોતાનું ડિઝાઇન લેબલ ‘નતાશા દલાલ’ શરૂ કર્યું હતું. જે ખાસકરીને બ્રાઇડલ વેર જેવા વેડિંગ ચણીયા ચોલી, ગાઉન વગેરે ડિઝાઇન કરે છે. વરુણે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે નતાશાએ તેને 3-4 વાર રિજેક્ટ કર્યો હતો પણ અંતે તેણે વરુણની ભાવનાઓને સ્વીકારી. વરૂણે ઘણા પ્લેટફોર્મ પર નતાશા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
હિન્દૂ રીતિ રિવાજથી થશે લગ્ન

વર્ષ 2017 માં સમાચાર આવ્યા હતા કે વરુણે તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે બ્રેકઅપ કરી લીધુ છે. પરંતુ વરુણે આ અહેવાલોને ફગાવી દીધા હતા અને તેમને અફવાઓ ગણાવી હતી. વર્ષ 2018 માં વરુણ અને નતાશાના લગ્નની અફવાઓ ફેલાવા માંડી અને વર્ષ 2019 માં પણ તે ચાલુ રહી. વરુણે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તે આટલા જલ્દી લગ્ન નહીં કરે. જોકે આજે લગ્ન થવાના છે. તમને જણાવી દઈએ કે વરૂણ અને નતાશાના લગ્ન હિન્દૂ રીતિ રિવાજથી અલીબાગના મેંશન હાઉસમાં થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જાણો કોણ છે નતાશા દલાલ, જે બનવા જઈ રહી છે વરૂણ ધવનની દુલ્હનિયા"
ટિપ્પણી પોસ્ટ કરો