CAT પરિણામ: અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે દેશમાં મેળવ્યો 10મો ક્રમ
IIM CAT Results 2020: : આઈઆઈએમ સહિત દેશની વિવિધ નામાંકિત સંસ્થાઓમાં મેનેજમેન્ટ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે થનાર પ્રવેશ પરીક્ષા કોમન એડમિશન ટેસ્ટ 2020 (CAT 2020) નું પરિણામ જાહેર થયું છે. પરીક્ષાર્થી આ પરીક્ષા આયોજન કરનાર આઇઆઇએમ ઇન્દોર અથવા સીએટીની સત્તાવાર વેબસાઇટ iimcat.ac.in ના પરિણામો જોઈ શકે છે. આઇઆઇએમ ઇન્દોરે કેટનું રિઝલ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. તજજ્ઞોના મતે પરિણામમાં રાજ્યના 300 વિદ્યાર્થીને આઇઆઇએમ જેવી દેશની જાણીતી મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ મળવાની શક્યતા છે. અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે ભારતમાં 10મો ક્રમ અને ગુજરાતમાં પહેલો ક્રમ મેળવ્યો છે.
ભારતમાં 9 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા
તમને જણાવી દઈએ કે આ વર્ષે પરીક્ષાનું આયોજન આઇઆઇએમ-ઇન્દોર દ્વારા કરાયું હતું. પરિણામમાં ભારતમાં 9 વિદ્યાર્થીએ 100 પર્સન્ટાઇલ મેળવ્યા છે. દેશમાંથી 2 લાખ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ટાઇમના ડાયરેક્ટર સતીશ કુમારે જણાવ્યું હતું કે કોરોનાને કારણે 2019ની સરખામણીએ 2020માં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી હતી, જ્યારે 2021માં ફરી વધશે. રિઝલ્ટના અનુમાન પ્રમાણે, ગુજરાતમાંથી 4500 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી, જેમાંથી 300 જેટલા વિદ્યાર્થીઓને દેશની પ્રતિષ્ઠિત કોલેજોમાં એડમિશન મળશે એવો અંદાજ છે.
ઇન્ટરવ્યુ ઓલાઇન થઈ શકે છે
અહેવાલ મુજબ, કોરોના વાયરસના ચેપને કારણે શૈક્ષણિક સત્ર 2021-22માં એમબીએમાં પ્રવેશ માટે ઇન્ટરવ્યુ પણ ઓનલાઇન આયોજીત થઈ શકે છે. જો કે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. આઈઆઈએમ, આઈઆઈટી સહિત દેશની ટોચની બિઝનેસ સ્કૂલ CATના સ્કોર્સના આધારે જ એડમિશન આપે છે.

ગયા વર્ષ કરતા સંખ્યા ઘટી
આ અંગે તજજ્ઞોનોએ જણાવ્યું કે આ પરીક્ષાની તૈયારી માટે વિદ્યાર્થીઓને પૂરતો સમય મળ્યો હતો. તેમ છતાં વિદ્યાર્થીઓની સુવિધા માટે ત્રણ કલાકની પરીક્ષાનો સમય ઘટાડીને બે કલાકનો કરાયો હતો, જેથી ગુણભારમાં પણ ફેરફાર કરાયો હતો. તેમ છતાં અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થી પરીક્ષા આપવાથી દૂર રહ્યા હતા. ઘણા વાલીએ ફી ભરી હોવા છતાં પણ બાળકોને પરીક્ષાથી દૂર રાખ્યા હતા, જેને કારણે ગયા વર્ષની સરખામણીમાં સંખ્યા ઘટી હતી.
29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવી હતી

આઇઆઇએમ ઇન્દોરે 29 નવેમ્બર 2020 ના રોજ કેટ 2020 ની પરીક્ષા લીધી હતી. આ પરીક્ષા દેશભરના 430 કેન્દ્રો પર ત્રણ પાળીમાં લેવામાં આવી હતી. કમ્પ્યુટર આધારિત પરીક્ષણ (CBT) માં 1.9 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ બે કલાકની પરીક્ષામાં કુલ ત્રણ વિભાગના પ્રશ્નોનો સમાવેશ થાય છે.
સુરતના ઋષિ પટેલે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે.
તો બીજી તરફ કેટ પરિણામમાં સુરતના ઋષિ પટેલે 228માંથી 159.65 માર્ક્સ સાથે 99.99 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. સાથે દેશમાં ટોપ-25માં સ્થાન મેળવ્યું હોવાનો દાવો કર્યો છે. ઋષિ હાલ પિપલોદના સંસ્કાર પાર્કમાં માતા પિતા સાથે રહે છે. તેના પિતા ખાનગી કંપનીમાં ઇજનેર છે અને માતા ગૃહિણી છે. ઋષિ વધુ અભ્યાસ માટે કોટા ગયો હતો. જેઇઇમાં 416 રેન્ક આવ્યો હતો. જે પછી તેણે દિલ્હી આઇઆઇટીમાં ઇલેક્ટ્રિકલમાં પ્રવેશ મેળવ્યો હતો. લોકડાઉન થતાં ઋષિ 7 વર્ષ બાદ ઘરે આવી કેટની તૈયારી શરૂ કરી હતી. ઋષિ જુલાઈથી વાંચવાની શરૂઆત કરી નવેમ્બરમાં પરીક્ષા આપી હતી.

આ રીતે પરિણામ જોઈ શકો છો
પરીક્ષામાં બેઠેલા ઉમેદવારો CAT સત્તાવાર વેબસાઇટ પર પરિણામ ચકાસી શકે છે. વેબસાઇટના હોમ પેજ પર જમણી બાજુ ડાઉનલોડ સીએટી 2020 સ્કોર કાર્ડ (Download CAT 2020 Score Card)નો વિકલ્પ આપવામાં આવ્યો છે. અહીં લોગિન પર ક્લિક કર્યા પછી, ઉમેદવાર રોલ નંબર અને પાસવર્ડ દાખલ કરીને તેમનો સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "CAT પરિણામ: અમદાવાદના આર્યવ્રત બઘેલે 99.99 પર્સન્ટાઇલ સાથે દેશમાં મેળવ્યો 10મો ક્રમ"
ટિપ્પણી પોસ્ટ કરો