CMના કાર્યક્રમમાં ભીખાભાઈ જોશીએ બધાની છાતીના પાટિયા બેસાડી દીધા, ઘટસ્ફોટ કરતાં કહ્યું-મને 25 કરોડ રૂપિયા અને….
ચૂંટણી આવે એટલે રાજકારણમાં ગરમાવો આવે, આવે અને આવે જ. ત્યારે હાલમાં પણ કંઈક એવી જ ઘટના ઘટી હતી અને એક નેતાજીએ મોટો ઘટસ્ફોટ કર્યો હતો. જે હવે રાજકારણની ગલીઓમાં ચર્ચાઈ રહ્યો છે. તો આવો વિગતે વાત કરીએ આ કેસ વિશે.

જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આજે મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ સનસનીખેજ ખુલાસો કર્યો હતો અને જગ જાહેરમાં જણાવ્યું હતું કે તેમને કેબીનેટ મંત્રીનું પદ અને 25 કરોડ રૂપિયાની ઓફર મળી હતી, પરંતુ તેઓ હમેશાં જૂનાગઢના હિતમાં કોંગ્રેસની સાથે જ રહ્યા છે એવું પણ કહ્યું હતું. આ વિશે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, તેઓ રૃખડિયા બ્રાહ્મણ તરીકે જૂનાગઢની સેવા માટે હરહમેશ લડતા આવ્યા છે, જેથી તેમણે કોંગ્રેસના મેન્ડેટ પર ચુંટણી લડીને સેવા કરી રહ્યા છે.

આ વાત હવે વધારે ચર્ચાઈ રહી છે, કારણ કે જૂનાગઢમાં ચાલુ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ લેખેલો કાગળ તેમણે મુખ્યમંત્રીને આપ્યો હતો, જેમાં તેમણે રજૂઆત કરી હતી કે, રોપ વે ચાલુ થયા બાદ પણ હજુ ગિરનાર પર અનેક અસુવિધાઓ છે, તેમજ ગિરનારમાં સિંહ દર્શન પ્રોજેક્ટ બંધ હોવાથી જૂનાગઢના જીપ્સી માલિકો હાલ આર્થિક રીતે પડી ભાંગ્યા છે, તેના વિશે વિચારવા જેવું છે.

ભીખાભાઈએ આગળ વાત કરી કે, તેઓ હંમેશા જૂનાગઢને વફદાર રહ્યા છે, સાથે તેઓ આજે કોંગ્રેસના છે અને એના જ રહેશે. 25 વર્ષ પહેલા તેઓ ભાજપમાં હતા ત્યારે કાયદેસરના અધિકાર હેઠળ તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા જોઈતા હતા, પરંતુ ભાજપે તેમને પ્રમુખ ન બનાવતા તેઓ નીકળી ગયા હતા. સાથે રાજ્ય સરકાર જૂનાગઢના વિકાસ માટે પુષ્કળ પૈસા આપે છે, પરંતુ અણઘડ વહીવટના લીધે જૂનાગઢની પ્રજાને તેનો લાભ મળતો નથી.

ભીખાભાઈએ વાત કરી કે, આજે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં હોવાથી તેઓ જૂનાગઢના પ્રતિનિધી અને સરકારના એક ભાગ તરીકે હાજરી આપવા માટે આવ્યા હતા. ધારાસભ્યએ જણાવ્યું કે, જેતપુર ડાઇંગના કેમીકલયુક્ત પાણીના લીધે નદીઓના પાણી આજે લાલ થઈ ગયેલ છે, તેના માટે તેમણે સંકલનમાં રજૂઆત કરી હતી,

તેમજ વિસાવદરના પ્રાંત અધિકારીએ નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવીને ગેરકાયદે ઘાટો તોડી નાખ્યા ત્યારે તેમને બિરદાવવાના બદલે આજે તેની બદલી કરી નાખવામાં આવી છે, તે ગેરવ્યાજબી છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે, સરકાર ઉદ્યોગપતિઓના શરણે છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આખરે જુનાગઢમાંથી આ બધી અસુવિધાઓનો નિકાલ આવે છે કે કેમ?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "CMના કાર્યક્રમમાં ભીખાભાઈ જોશીએ બધાની છાતીના પાટિયા બેસાડી દીધા, ઘટસ્ફોટ કરતાં કહ્યું-મને 25 કરોડ રૂપિયા અને…."
ટિપ્પણી પોસ્ટ કરો