1 જૂનથી આ બેન્ક બદલી રહી છે Cheque Paymentને લઈને નિયમ, જાણો નહિં તો મુકાશો મુશ્કેલીમાં
જો તમારું બેંક ખાતુ પણ બેંક ઓફ બરોડા માં હોય તો આ માહિતી તમારા માટે કામની છે. અસલમા પહેલી જૂનથી બેંક ઓફ બરોડા એક આવશ્યક નિયમ બદલવા જઈ રહી છે. ચેક પેમેન્ટ દરમિયાન થતા ગોટાળાને રોકવા માટે બેંક ઓફ બરોડા એક જૂન 2021 થી પોતાના ગ્રાહકો માટે પોઝિટિવ વે કંફર્મેશનને ફરજીયાત કરવા જઈ રહી છે. બેંકના જણાવ્યા મુજબ જો ચેક 2 લાખ રૂપિયાથી વધુનો હોય તો ગ્રાહકે પોતાના ચેકની માહિતી રીકન્ફર્મ કરવી પડશે. જો તમે 2 લાખ રૂપિયાથી વધુના ચેકની લેવડ દેવડ કરતા હો તો તમારે માટે આ માહિતી જાણી લો.
આપવી પડશે ચેકની જાણકારી
બેંક ઓફ બરોડાની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ બેંકે પોતાના ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે તેઓ પહેલાથી આપેલા ચેકની માહિતી આપી દે. જેથી બેંકને તમારાથી બીજી વખત કન્ફર્મ કરવાની જરૂર ન પડે અને ચેક લાભાર્થીને ટ્રાન્સફર કરી દેવામાં આવે. જો તમે પહેલાથી માહિતી નથી આપતા તો બેંક તમને કન્ફર્મ કરવા માટે કોલ કરશે. આ નિર્ણય ચેક પેમેન્ટમાં થતી છેતરપીંડી રોકવા માટે લેવામાં આવ્યો છે.
લ
50,000 રૂપિયાના ચેકનું પણ થઈ શકે છે કન્ફર્મેશન
બેંક ઓફ બરોડામાં 2 લાખ રૂપિયાથી વધુના ચેકનું કન્ફર્મેશન ફરજીયાત બનશે. પણ તમે 50,000 રૂપિયા કે તેનાથી વધુ રકમના ચેકનું કન્ફર્મેશન બેંકને આપી શકો છો. આ કન્ફર્મેશનને પોઝિટિવ પે કહેવામાં આવે છે. તેમાં મોટા અમાઉન્ટની માહિતી ગ્રાહક તરફથી પહેલા જ બેંકને આપી દેવામાં આવે છે.જેથી લેવડ લેવડમાં ગરબડ ન થાય.
કઈ માહિતી આપવાની હોય છે
પોઝિટિવ પે કન્ફર્મેશન અંતર્ગત ચેક આપનારે બેંકને અમુક વધારાની માહિતી આપવી પડે છે. તમે sms, મોબાઈલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ જેવા ઇલેક્ટ્રોનિક ચેનલોના માધ્યમથી ચેકની અમુક ન્યૂનતમ ડિટેલ (જેમ કે તારીખ, લાભાર્થી / ચેક લેનારનું નામ, સંખ્યા વગેરે) બેંકને આપી શકે છે. જેને બાદમાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ એટલે કે cts દ્વારા ક્રોસ ચેક કરવામાં આવે છે. જો કોઈ ગરબડ સર્જાય તો તેના પર આગળની કાર્યવાહી મારી શકાય.
જાણો બાકીના નિયમ
1 જૂનથી બેંક ઓફ બરોડામાં ચેક સંબંધિત અમુક અન્ય નવા નિયમો પણ લાગુ થઈ રહ્યા છે. એક વખત ભારતીય રાષ્ટ્રીય ભૂગતાન નિગમના સર્વર પર ડેટા મોકલ્યા બાદ કોઈપણ મોડમાં રેકોર્ડમાં કરવામાં આવેલ કન્ફર્મેશન બદલવા કે હટાવવાનો કોઈ વિકલ્પ નથી. પરંતુ ગ્રાહક cts કે કાઉન્ટર પર પ્રસ્તુતિ / ભૂગતાન પહેલા કોઈપણ સમયે આપેલા ચેક રોકી શકે છે. જો ફંડ, સહી અને અન્ય પ્રકારની માહિતી મેચ થાય તો ચેક ક્લિયર કરી દેવામાં આવે છે.
સરળ પોઝિટિવ પે વેરિફિકેશન માટે તમારે તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર sms દ્વારા એક રેફરન્સ નંબર (રજિસ્ટ્રેશન નંબર) મોકલવામાં આવશે. કન્ફર્મેશન માટે માત્ર એક મોડનો ઉપયોગ થવો જોઈએ. ગ્રાહકોએ નિશ્ચિત કરવું જરૂરી છે કે આપેલા ચેકને પ્રસ્તુત કરવા એટલે કે ભૂગતાન કરવા માટે તેની પાસે આવશ્યક રકમ છે. આ અંગે વધુ માહિતી માટે તમે આ લિંક https://ift.tt/2SjOHHP પર જઈ શકો છો.


0 Response to "1 જૂનથી આ બેન્ક બદલી રહી છે Cheque Paymentને લઈને નિયમ, જાણો નહિં તો મુકાશો મુશ્કેલીમાં"
ટિપ્પણી પોસ્ટ કરો