ભૂલથી પણ રાત્રીના સમયે ના કરો આ ભૂલ, નહીંતર કથળી જશે ઘરની આર્થિક હાલત
હિંદૂ ધર્મ શાસ્ત્રોમાં અનેક એવા નિયમ દર્શાવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખુબ જરૂરી છે. આમાંથી જ કેટલાક નિયમ એવા છે જેનું પાલન સ્ત્રી પુરુષે રાત્રિના સમયે કરવું જોઈએ. આ નિયમોનું પાલન ન કરનારને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ કે એવા કયા કામ છે, જે રાત્રે કરવાથી બચવું જોઈએ.

રાત્રે ધોયેલા કપડાં બહાર ન રહેવા દેવા. કપડાં ન સુકાયા હોય તો પણ તેને દોરી પરથી ઉતારી ઘરમાં રાખી દેવા જોઈએ. રાત્રે કપડાં બહાર રાખવાથી તેના પર મૃત ‘ચી’ નો પ્રભાવ પડે છે. જેને ખરાબ માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે પગ અથવા માથું દરવાજા તરફ ન રાખવું. તેને પણ અશુભ માનવામાં આવે છે.
હિંદૂ પંચાગ અનુસાર ખાસ તિથિ હોય ત્યારે શારીરિક સંબંધ ન બાંધવા જોઈએ. રાત્રીના સમયે અશ્લિલ સાહિત્યનું વાંચન ન કરવું, તેનાથી નકારાત્મક ઊર્જાનો પ્રભાવ વધી જાય છે. રાત્રે જલદી સૂઈ જવું તેમજ વહેલી સવારે ઊઠી જવું જોઈએ. રાત્રે મોડે સુધી જાગવાથી શરીરમાં રોગ અને શોક ઘર કરી જાય છે, ત્યાં લક્ષ્મીજીનો વાસ રહેતો નથી.

રાત્રે રૂમમાં અંધારું ન રાખવું, નાની લાઈટ તો અવશ્ય રાખવી જોઈએ. રાત્રે સૂતી વખતે બેડ શીટ બદલીને જ સુવાનો આગ્રહ રાખવો. સાફ બેડશીટનો ઉપયોગ કરવાથી નકારાત્મક પ્રભાવ ઘટી જાય છે. મોટાભાગની મહિલાઓ રાત્રે વાળ ખુલ્લા રાખતા જોવા મળે છે, પરંતુ તેમ કરવું અશુભ છે. એવું કહેવામાં આવે છે કે સૂવાના સમયે તમારા વાળ ખુલ્લા રાખવાથી દુ:ખ સ્વપ્નો થાય છે, અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ થાય છે.
પુરુષોએ ગુરુવાર અને રાત્રે પણ સેવિંગ ન કરવી જોઈએ, આ ભૂલો કરવાથી લક્ષ્મીજી ક્રોધિત થાય છે, અને ઘરમાં કદી પૈસા રહેતા નથી. સાંજના સમયે તુલસીને જળ ચઢાવવું કે સાંજે તેના પાન તોડવા જોઈએ નહીં. સૂર્યાસ્ત થયા પછી આ બંને વસ્તુઓ ઘરની પ્રગતિ પર નુકશાન કરે છે. સાંજે નખ કાપશો નહીં. ઘરના વડીલો પણ સાંજે નખ ના કાપવાનું કહે છે. એવું કહેવામાં આવે છે કે આવુ કરવાથી દેવી દેવતાઓ ગુસ્સે થઈ જાય છે. તેથી, સાંજે નખ કાપવાનું ટાળવું જોઈએ.

સૂર્યાસ્ત પછી ઘરની સફાઈ ન કરવી જોઈએ. તમે વૃદ્ધ લોકો પાસેથી આ વાત ઘણી વાર સાંભળી હશે. આનું કારણ એ છે કે સાંજે ઝાડુ લગાવવાથી સંપત્તિની દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે, અને ગરીબી ઘરમાં પ્રવેશ કરે છે. વૃદ્ધોનું અપમાન ન કરો, તમારે હંમેશાં ઘરના વડીલોનું અપમાન કરવાનું ટાળવું જોઈએ, પરંતુ સાંજે પણ આવી ભૂલ ન કરો. આ સાથે સાંજે મહિલાઓ અને બાળકોને દુઃખ આપવું પણ પાપ સમાન છે. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. કમનસીબી તમારા ઘરે આવે છે, અને તમે ધીમે ધીમે તમે કંગાળ બનવા લાગો છો.
રાત્રે એંઠા વાસણો ક્યારેય ન રાખશો. આ કરવાથી ઘરમાં ગરીબી આવે છે. રાતે રસોડામાં પડેલા એંઠા વાસણો ઘણી બધી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં લક્ષ્મી આ નકારાત્મક ઉર્જાને કારણે ઘરની બહાર જાય છે. લક્ષ્મી સંપત્તિની દેવી,સકારાત્મક ઉર્જા મહોલ્સને પસંદ કરે છે. તેથી તે મહત્વનું છે કે તમે રાત્રે સૂતા પહેલા બધા એંઠા વાસણો સાફ કરો. તે તમારી સંપત્તિના લાભ માટે છે.
0 Response to "ભૂલથી પણ રાત્રીના સમયે ના કરો આ ભૂલ, નહીંતર કથળી જશે ઘરની આર્થિક હાલત"
ટિપ્પણી પોસ્ટ કરો