PNB ખાતાધારકો ખાસ વાંચી લે આ સમાચાર, આ મહિનાથી ATM માંથી નહીં….જલદી જાણી લો તમે પણ નહિં તો…

વર્ષ 2021 સુધી દેશમાં ડીઝીટલ લેવડ દેવળ ચાર ગણું વધી જવાનો અંદાજ છે. કોરોના કાળમાં બેન્કિંગ ફ્રોડના કેસોમાં નોંધપાત્ર વધારો થયો હતો. ગ્રાહકોને સુરક્ષિત બેન્કિંગ સુવિધાઓ મળી રહે તે માટે ભારતીય બેંકોએ વિવિધ પ્રકારના પગલાંઓ ઉઠાવ્યા છે. બેંકો સમયાંતરે ફ્રોડના કિસ્સાઓ ન થાય તેવા હેતુએ યોગ્ય દિશાનિર્દેશો જાહેર કરે છે.

image source

પરંતુ તેમ છતાં છેતરપીંડી કરવાના બેઇમાન લોકો કોઈને કોઈ કિમીયાઓ શોધી જ લે છે અને ગ્રાહકોને ભોળવી તેના પૈસા હડપ કરી લેતા હોય છે. બેન્કિંગ ફ્રોડ સંબંધે દેશની બીજી સૌથી મોટી બેન્ક એટલે કે પંજાબ નેશનલ બેન્ક (PNB) એ પોતાના ગ્રાહકો ફ્રોડનો શિકાર ન થાય તે માટે એક મોટું પગલું ભર્યું છે. જો તમારું બેન્ક એકાઉન્ટ પણ પંજાબ નેશનલ બેંકમાં હોય તો આ માહિતી તમારે માટે જાણવી જરૂરી છે.

નોન – EMV એટીએમ મશીનમાંથી નહીં કરી શકાય લેવડદેવડ

image source

આગલા મહિનાથી એટલે કે પહેલી ફેબ્રુઆરી 2021 થી PNB ગ્રાહકો નોન EMV એટીએમ મશીનમાંથી લેવડ દેવડ નહીં કરી શકે. એટલે કે તમે નોન EMV એટીએમ મશીનોમાંથી પૈસા કાઢી નહીં શકાય. તાજેતરમાં જ પંજાબ નેશનલ બેંકે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી આપી છે.

PNB એ ટ્વિટ કરીને આપી માહિતી

આ.સંદર્ભે પંજાબ નેશનલ બેંકના ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે ” પોતાના ગ્રાહકોને બેન્કિંગ ફ્રોડથી બચાવવા માટે PNB નોન EMV એટીએમ મશીનોમાંથી 01.02.2021 થી લેવડ દેવડ પ્રતિબંધિત કરશે, ગો ડીઝીટલ.. ગો સેફ …

નોન EMV એટીએમ મશીન એટલે શું ?

image source

નોંધનીય છે કે નોન EMV એટીએમ મશીન એને કહેવાય છે કે જેમાં પૈસાની લેવડ દેવડ દરમિયાન કાર્ડ રાખવામાં નથી આવતું. તેમાં મેગ્નેટિક સ્ટ્રીપ દ્વારા ડેટાને રીડ કરવામાં આવે છે. એ ઉપરાંત EMV એટીએમ મશીનમાં કાર્ડને અમુક સેકન્ડ માટે લોક કરવામાં આવે છે.

ગ્રાહકોને આપી હતી PNBOne એપની સુવિધા

image source

ઉલ્લેખનીય છે કે આ પહેલા પંજાબ નેશનલ બેંકે પોતાના ગ્રાહકોને PNBOne એપ દ્વારા તેમના એટીએમ ડેબિટ કાર્ડને ઓન તથા ઓફ કરવાની સુવિધા આપી હતી. જેની મદદથી PNB ગ્રાહકો જ્યારે તેના કાર્ડનો ઉપયોગ નથી કરતા ત્યારે તેને ઓફ એટલે કે બંધ કરી શકે છે અને આ રીતે તેના બેન્ક એકાઉન્ટમાં જમા પૈસા સુરક્ષિત રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "PNB ખાતાધારકો ખાસ વાંચી લે આ સમાચાર, આ મહિનાથી ATM માંથી નહીં….જલદી જાણી લો તમે પણ નહિં તો…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel