જેકલીનના આ હોટ ફોટા ઈન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધૂમ, વાયરલ તસવીરો જોઇને તમે પણ રહીં જશો દંગ

બૉલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝ પોતાની ફિટનેસને લઈને ઘણી જ એક્ટિવ રહે છે ઘણીવાર જેકલીન ફર્નાન્ડિઝ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટ સંબંધિત ઘણા ફોટા અનવ વિડીયો શેર કરતી દેખાય છે હાલમાં જ જેકલીન ફર્નાન્ડિઝે સોશિયલ મીડિયા પર પોતાના ત્રણ ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટામાં જેકલીન ફર્નાન્ડિઝની બોડી પરફેક્ટ શેપમાં દેખાઈ રહી છે.

image source

જેકલીન ફર્નાન્ડિઝના આ ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

ફોટામાં જેકલીન ફર્નાન્ડિઝ અલગ અલગ પોઝ આપતી દેખાઈ રહી છે. જેકલીને વ્હાઇટ ડ્રેસ પહેર્યો છે અને એ વાઇટ ડ્રેસમાં એ કોઈ અપ્સરાથી જરાય ઓછી નથી લાગી રહી

image source

તમને જણાવી દઈએ કે જેકલીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. પોતાના ફોટા અને વીડિયો એ પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જેકલીન ફર્નાન્ડિઝના ઇન્સ્ટાગ્રામ પર 47.4 મિલિયન ફોલોઅર્સ છે. આ પહેલા જેકલીન ફર્નાન્ડિઝે બ્લેક એન્ડ વ્હાઇટમાં એક ફોટો શેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે આ પહેલા પણ જેકલીન ફર્નાન્ડિઝનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ ગોલ્ફ રમતી દેખાઈ રહી હતી. આ વાયરલ વીડિયોમાં એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝનો જબરદસ્ત અંદાજ જોઈને એમના ફેન્સ પણ એકદમ ચોંકી ગયા હતા.

image source

વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડિઝ જલ્દી જ પોતાની આવનારી ફિલ્મ ભૂત પોલીસમાં દેખાવાની છે. હાલમાં જ જેકલીન ફર્નાન્ડિઝે પોતાની ફિલ્મ ભૂત પોલીસનું શુટીંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝની સાથે સૈફ અલી ખાન, યામી ગૌતમ અને અર્જુન કપૂર લીડ રોલમાં દેખાશે.

જેકલીન ફર્નાન્ડિઝ આવનારા દિવસોમાં બચ્ચન પાંડે, કીક 2 અને સર્કસ જેવી ફિલ્મોમાં દેખાવાની છે.જેકલીન ફર્નાન્ડિઝ ગયા વર્ષે એટલે કે વર્ષ 2020માં ગેંદા ફૂલ ગીતમાં દેખાઈ હતી. આ ગીતમાં એમની સાથે બોલિવુડના ફેમસ રેપર બાદશાહ પણ જોવામાં આવ્યા હતા. આ ગીતે યુટ્યુબ પર ખૂબ જ ધમાલ મચાવી હતી.

image source

તમને જણાવી દઈએ કે જેકલીન ફર્નાન્ડિઝ મૂળ શ્રીલંકાની છે અને તેનો જન્મ 11 ઓગસ્ટ 1985ના રોજ થયો હતો. તેને વર્ષ 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ મેળવ્યો હતો. જેકલીન ફર્નાન્ડિઝે વર્ષ 2009માં ફિલ્મ અલાદીનથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડિઝ સાથે રિતેશ દેશમુખ પણ લીડ રોલમાં હતા. આ ફિલ્મ માટે એમને બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "જેકલીનના આ હોટ ફોટા ઈન્ટરનેટ પર મચાવી રહ્યા છે ધૂમ, વાયરલ તસવીરો જોઇને તમે પણ રહીં જશો દંગ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel