વરુણ ધવન – નતાશા દલાલ હનીમૂન માટે જશે આ જોરદાર જગ્યાએ, નામ જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!
ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરથી પોતાની અભિનય કેરિયર શરૂ કરનાર એક્ટર વરુણ ધવન હાલના દિવસોમાં પોતાના લગ્નને લઈને સમાચારમાં અવારનવાર આવતો રહે છે. સમાચાર પ્રમાણે વરુણ પોતાની લેન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે આવતી કાલે એટલે કે 24મી જાન્યુઆરે લગ્ન કરવાના છે. આ મોસ્ટ અવેટેડ લગ્નની પહેલી વિધિની તૈયારીઓ પણ ધામધૂમથી શરૂ થઈ ગઈ છે. બોલીવૂડનું આ કપલ અલીબાગમાં સાત ફેરા લેવાની તૈયારીમાં છે પણ આ દરમિયાન જ એવા ખબર મળ્યા છે કે વરુણ- નતાશાના લગ્ન માટે શાહરુખ ખાને અલીબાગ સ્થિત પોતાના ભવ્ય બંગલાના દરવાજા ખોલ્યા છે. પિંકવિલાના અહેવાલ પ્રમાણે શાહરુખ ખાને તેમના લગ્નની વિધિ માટે પોતાનો અલિબાગ સ્થિત બંગલો આપ્યો છે તેની સાથે સાથે જ એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે વરુણ-નતાશા પોતાના લગ્ન
બાદ ત્યાંથી હનીમૂન માટે તુર્કી રવાના થશે.

તમને જણાવી દઈ કે વરુણના ફેન્સ આ લગ્નને લઈને ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા પણ હવે છેવટે તેમના ફેવરેટ એક્ટર જીવનની નવી ઇનિંગની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ હાઇ પ્રોફાઈલ લગ્નમાં બોલીવૂડના કેટલાક જ લોકો હાજરી આપશે. પુર્ણ સુરક્ષા વચ્ચે અલીબાગમાં આવતી કાલે લગ્ન થશે. અને ત્યાર બાદ કહેવાય છે કે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે જેમાં સલમાનથી લઈને શાહરુખ ખાન સુધીના સ્ટાર્સનો સમાવેશ થઈ શકે છે.
નતાશાને પરિવારસાથે વેડિંગ વેન્યુ પર જતી જોવામાં આવી હતી
ગઇકાલે બપોરના સમયે વરુણ ધવન સાથેના લગ્ન પહેલાં નતાશા દલાલને તેના ઘરેથી નીકળતી જોવામાં આવી હતી. નતાશા દલાલ અને તેનો પરિવાર વેડિંગ વેન્યુ અલીબાગ માટે નિકળતા જોવા મળ્યા હતા. તે સમયે નતાશા દલાલે સફેદ કલરનો જમ્પસૂટ અને તે જ રંગનો માસ્ક પહેર્યો હતો. આ ઉપરાંત તેણીએ લીલા રંગની હેન્ડબેગ સાથે રાખી હતી. આ ઉપરાંત તેમની માતા અને પરિવારના અન્ય લોકો પણ તૈયારી કરતા કારમાં બેસતા જોવા મળ્યા હતા. ઉપરાંત કેટલાક સ્ટાફ મેંબર પણ બેગમાં મોટી સંખ્યામાં વસ્ત્રો અને બીજી વસ્તુઓ લઈ જતા જોવા મળ્યા હતા.

જોકે નતાશા દલાલ અને વરુણ ધવન તરફથી હજુ સુધી તેમના લગ્નને લઈને કોઈ જ નિવેદન આવ્યું નથી. જો કે તેમના પરિવારજનો અને મિત્રોએ આ લગ્નની પુષ્ટી કરી છે. વરુણ ધવનના કાકા અનિલ ધવને ગયા દિવસોમાં જણાવ્યું હતું કે એક્ટર 24મી જાન્યુઆરીએ લગ્ન કરવાના છે. અનિલ ધવને જણાવ્યું હતું, ‘મારા ભત્રીજા વરુણ ધવનના 24મી જાન્યુઆરીએ લગ્ન છે. અને હું આ લગ્ન માટે તૈયારીઓ કરી રહ્યો છું.’ કહેવાય છે કે આ લગ્નમાં લગભગ 50 લોકો મહેમાન તરીકે હાજર થઈ શકે છે. એક્ટર શાહરુખ ખાન, કરણ જોહર અને સલમાન ખાન આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે છે.

આ પહેલાં એક ઇન્ટર્વ્યૂમાં વરુણ ધવને જણાવ્યું હતું કે તે 2021ની શરૂઆતમાં લગ્ન કરવાના છે. વરુણ ધવને કહ્યું હતું કે કોરોનાના સંકટના ઘટ્યા બાદ તે અને નતાશા લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. ફિલ્મફેયર મેગેઝીન સાથે વાત કરતાં વરુણે કહ્યું હતું, ‘લોકો છેલ્લા બે વર્ષથી મારા લગ્નને લઈને વાત કરી રહ્યા છે. હજુ સુધી કશું સ્પષ્ટ નથી. વિશ્વમાં હાલ ઘણી અનિશ્ચિતતા ચાલી રહી છે. પણ જો બધું બરાબર થઈ જાય તો આ જ વર્ષમાં લગ્ન થઈ શકે છે. હું નિશ્ચિત રીતે જલદી જ લગ્નનું પ્લાનિંગ કરવાનો છું.’
તમને જણીવી દઈએ કે નતાશા અને વરુણ પોતાના લગ્ન વિયેતનામમાં કરવા માગતા હતા પણ હવે કોરોના વાયરસની મહામારીના કારણે તેઓ મુંબઈમાં જ લગ્ન કરશે, જો કે હિનિમૂન માટે તેઓ તૂર્કી જઈ રહ્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વરુણ ધવન – નતાશા દલાલ હનીમૂન માટે જશે આ જોરદાર જગ્યાએ, નામ જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!"
ટિપ્પણી પોસ્ટ કરો