ફેશનની શોખીન તો જુઓ આ 5 હિરોઈન, એવા એવા ફાટેલા કપડાં પહેર્યા કે લોકોએ ટ્રોલ કરી…

Spread the love

બોલીવુડની અભિનેત્રીઓ ફેશન અને સ્ટાઈલની બાબતમાં હંમેશા આગળ જ રહે છે. જો કે ઘણીવાર તેઓની આ જ ફેશન હાસ્ય અને મજાકનું પાત્ર બની જતી હોય છે.

એવામાં તમને એવી એભિનત્રી વિશે જણાવીશું જેઓએ રિપ્ડ જીન્સ પહેર્યું હતું અને મજાકનો ભોગ બની ગઈ હતી.

1. મલાઈકા અરોરા:

મલાઈકા અરોરા ફેશનની ખુબ દીવાની છે, હંમેશા તે પોતાની અવનવી ફેશન અને સ્ટાઇલને લીધે ચર્ચાનો વિષય બનેલી રહે છે.

મલાઈકા એક સમયે રિપ્ડ જીન્સ પહેરીને જોવા મળી હતી. જેમાં  સાથળથી લઈને નીચે સુધી રિપ્ડ અને કટ ડિઝાઇન બનેલી હતી, જેનાથી એવું લાગી રહ્યું હતું કે તેનું પેન્ટ રિપ્ડ નહીં પણ ફાટેલું હોય.

2.અનુષ્કા શર્મા:
અનુષ્કા શર્મા ઘણીવાર આવી રિપ્ડ જીન્સમાં જોવા મળી છે, જે મજાકનું પાત્ર બન્યું હતું.

અનુષ્કાની આવી સ્ટાઇલ પર લોકોએ ખુબ મજાક બનાવ્યો હતો અને રમુજી મિમ્સ પણ બનાવ્યા હતા.

3. સારા અલી  ખાન:
સારા ખાન પણ એક સમયે રિપ્ડ જીન્સને લીધે અલોચનાનો શિકાર બની ગઈ હતી. એકવાર તે બ્લુ રિપ્ડ જીન્સ, યેલો ટોપ અને વ્હાઇટ શૂઝમાં જોવામાં આવી હતી.

લોકોએ કમેન્ટ  કરતા કહ્યું હતું કે ‘ભિખારી’, ‘લાગે છે કે બિચારી પાસે પૈસા જ નથી’, ‘આ અમીરોની ગરીબ ફેશન’, ‘મોટા લોક મોટી વાતો’.

4. ક્રિતી ખરબંદા:
ક્રિતીએ એક ફાટોશૂટ માટે રિપ્ડ જીન્સ પહેરી હતી, જેને લીધે લોકોએ તેનો ખુબ મજાક બનાવ્યો હતો.

લોકોએ કહ્યું હતું કે,”આ કેવી જીન્સ છે?’, ‘આ રિપ્ડ જીન્સ છે કે ફાટેલી જીન્સ’, ‘તમે કહો તો અમે કપડા અપાવી દઈએ’.

5. નિધિ અગ્રવાલ:
નિધિ અગ્રવાલને પણ આવી જીન્સને લીધે આલોચનાનું શિકાર થવું પડ્યું હતું. જેના પર લોકોએ ખુબ કમેન્ટ કરતા લખ્યું હતું કે,’આવી પણ શું તંગી હતી’, ”આ જીન્સને ફેંકી દો, અમે નવી જીન્સ અપાવી દઈશું’.

Related Posts

0 Response to "ફેશનની શોખીન તો જુઓ આ 5 હિરોઈન, એવા એવા ફાટેલા કપડાં પહેર્યા કે લોકોએ ટ્રોલ કરી…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel