92 વર્ષનાં વિકલાંગ માતાએ 60 વર્ષના પુત્રની સેવા કરતા કહ્યું…‘ભગવાને નસીબમાં પુત્રની સેવા લખી હશે એટલે મને કોઈ બીમારી નથી, દીકરાને છોડીને ન જઈ શકું’

કહેવાય છે ને કે પરિવારની તોલે કોઈ ન આવે, અને તેમાં પણ માતાનું અને તેની સેવાની તોલે તો કોઈ ન આવી શકે. આ વાત બારડોલીમાં સાર્થક થતી જોવા મળી રહી છે. અહીં 60 વર્ષના વિકલાંગ પુત્રની સેવા 92 વર્ષની વૃદ્ધ માતા કરી રહી છે.

image source

પગની બીમારીને કારણે વિદેશથી પરત આવ્યો હતો પુત્ર

ઘટનાની વિગત એવી છે કે બારડોલીના મનહરભાઈ વિદેશમાં રહેતા હતા અને સાથે જ તેમને પગમાં બીમારી થતાં તેઓ બારડોલી પાછા આવ્યા હતા. જ્યારે સારવાર શરૂ કરી ત્યારે ડોક્ટરે તેમનો પગ કાપવાની સલાહ આપી હતી. જ્યારે આ સલાહ આપવામાં આવી ત્યારે તેમને ટેન્શન થયું અને આખરે તેમના હિત માટે તેમનો પગ કાપવો પડ્યો હતો. જ્યારે તેમનો પગ કાપી દેવામાં આવ્યો તે તરત જ પત્નીએ તેમને તરછોડયા.

image source

આ પછી થોડા જ સમયમાં તેમનો પુત્ર પણ વિદેશ જતો રહ્યો. હવે તેમની પાસે પરિવારના નામે માતા સિવાય કોઈ બચ્યું નથી. માતાની ઉંમર પણ હવે 92 વર્ષની થઈ ચૂકી છે. હાલમાં ઘરમાં માતા અને આ વિકલાંગ દીકરો 2 લોકો જ છે અને માતા દીકરાની સેવા કરી રહ્યા છે. કહેવાય છે ને કે લોહીની સગાઈ ક્યાંય પાછી પડતી નથી તેમ આ માતાએ વૃદ્ધ થવા છતાં દીકરાનો સાથ છોડ્યો નથી.

image source

બારડોલીની નેસ્ટ સોસાયટીમાં રહેતા મનહર પટેલ વિદેશમાં પનામામાં પરિવાર સાથે સેટલ હતા. 2002માં હાથીપગાની અસર થતાં તેઓ સારવાર માટે ભારત આવ્યા હતા. સારવાર દરમિયાન પગ કપાયા બાદ તેઓ કામધંધો કરી શકે એમ નહોતા. આ કારણે પત્ની અને પુત્રે તેમનો સાથ છોડી દીધો. હવે તેઓએ પતિનો અને સાસુનો સંપર્ક કે આર્થિક મદદ કરવાનું પણ બંધ કરી દીધું છે. માતા જ છે જે પુત્રને આ ઉંમરે પણ જીવની જેમ સાચવી રહી છે.

image source

માતાએ કહ્યા આ ખાસ શબ્દો

મનહરભાઈના માતા માલીબેને કહ્યું કે મારા નસીબમાં ભગવાને દીકરાની સેવા કરવાનું લખ્યું હશે, ખેર ભગવાનને ગમ્યું એ ખરું. ભગવાનની દયાથી 92 વર્ષની ઉમરે પણ મને કોઈ બીમારી નથી, કે આંખે ચશ્માં પણ નથી. મારો તો દીકરો છે, હું એને કેવી રીતે છોડી શકું. મારા શ્વાસ ચાલશે ત્યાં સુધી હું તેની સેવા કરીશ.

મનહરભાઈએ વ્યક્ત કર્યું દુઃખ

image source

મનહરભાઈ કહે છે કે જે ઉંમરે માતાની સેવા કરવી જોઈએ ત્યારે મારા પરિવારે મને છોડ્યો છે અને મારી માતા વૃદ્ધ હોવા છતાં મારી સેવા કરી રહી છે. કુદરત મારી અને મારી માતાની પરીક્ષા લઈ રહ્યો છે.

0 Response to "92 વર્ષનાં વિકલાંગ માતાએ 60 વર્ષના પુત્રની સેવા કરતા કહ્યું…‘ભગવાને નસીબમાં પુત્રની સેવા લખી હશે એટલે મને કોઈ બીમારી નથી, દીકરાને છોડીને ન જઈ શકું’"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel