BIG NEWS: તારક મહેતા…ના સેટ પર આગ લાગતા ખળભળાટ, લોકોમાં ભયનો માહોલ, જાણો કોઇને જાનહાનિ થઇ કે નહિં..
મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટીમાં તે સમયે ખળભળાટ મચી ગયો જ્યારે ત્યાં આવેલા સેટ પર આગ લાગી ગઈ. મળતી માહિતી મુજબ તારક મહેતાના ઉલ્ટા ચશ્માના સેટ પર આગની ઘટના બની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તારક મહેતાની સાથે બીજા સેટ પર બીજી સિરિયલનું શૂટિંગ ચાલી રહ્યુ હતું, ત્યાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ જોઇને શૂટિંગ કરી રહેલા લોકો ગભરાઈ ગયા હતા અને તુરંત ફાયર વિભાગને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
આગ પર કાબુ મેળવવામાં આવ્યો

તમને જણાવી દઈએ કે આગની ઘટના મોડી રાત્રે 2.50 વાગ્યે બની હતી. આ અકસ્માત બાદ સેટ પર અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન કોઈએ ઘટના અંગે ફાયર કંટ્રોલને માહિતી આપી હતી. જે બાદ ફાયર બ્રિગેડે પણ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈના ઘાયલ થયાના સમાચાર નથી.
આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

તો બીજી તરફ આ આગ કયા કારણોસર બની તે અંગે કંઇ જાણી શકાયું નથી. અત્યારે આગને કાબૂમાં લેવામાં આવી છે. આ ઘટના બાદથી સિરીયલો શૂટ કરનારી ટીમ થોડી ડરી ગઈ છે. પરંતુ પરિસ્થિતિ થાળે પડ્યા બાદ કામ ફરી શરૂ કરાયું છે.
અભિષેક મકવાણાની આત્મહત્યા

નોંધનિય છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સિરિયલ વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ સફર દરમિયાન તેમા ઘણા ઉચાર ચઢાવ પણ આવ્યા છે. તેમાના ઘણા કલાકારોએ સિરિયલને છોડી પણ દીધી છે જેમા અંજલીભાભી એટલે કે નેહા મહેતા અને ટપુ ઉપરાંત દયાભાભીનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ આ સિરિયલમાં કામ કરતા લોકોને સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યા જ્યારે ગત નવેમ્બરમાં આ શોના લેખક અભિષેક મકવાણાએ 27 નવેમ્બરના રોજ આત્મહત્યા કરી લીધી હતી. અભિષેકે પોતાના ફ્લેટમાં લટકેલો જોવા મળ્યો હતો. પોલીસે કહ્યું હતું કે અભિષેક મકવાણાએ સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે તે સાઇબર છેતરપિંડી અને બ્લેકમેલનો શિકાર થયો હતા.

તો બીજી તરફ અભિષેક મકવાણાના ઘરના લોકોનું કહેવું છે કે અભિષેકના મોત બાદ તેમને ફ્રોડ લોકો ફોન કરી રહ્યા હતા અને પૈસા માંગી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે અભિષેકે લોન લેતી વખતે પોતાના પરિવારના ગેરન્ટી કર્તા બનાવ્યા હતા. અં અંગે અભિષેકના ભાઇ જેનિસે જણાવ્યું હતું કે તેમણે કેટલાક એવા મેલ વાંચ્યા ત્યારબાદ તેમને એહસાસ થયો કે અભિષેકને કોઇ નાણાકીય જાળમાં ફસાવ્યો હતો. જેનિસે વધુમાં કહ્યું કે ઇ-મેલ રેકોર્ડ જોયા બાદ મને સમજાયું કે પહેલા મારા ભાઇને એક એપ દ્વારા નાની લોન આપવામાં આવી હતી જેનો વ્યાજદર વધુ હતો. અને ત્યાર બાદ મેં તેના અને ભાઇના ટ્રાંજેક્શન જોયા હતા જેમા જાણાવા મળ્યું કે અભિષેકે નાની નાની અમાઉન્ટ આપતા રહે છે જ્યારે ભાઇએ બીજી કોઇ લોન લીધી નથી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (સોર્સ : abp live)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "BIG NEWS: તારક મહેતા…ના સેટ પર આગ લાગતા ખળભળાટ, લોકોમાં ભયનો માહોલ, જાણો કોઇને જાનહાનિ થઇ કે નહિં.."
ટિપ્પણી પોસ્ટ કરો