શું તમને પણ બહુ ભાવે છે ફણગાવેલા કઠોળ? તો વાંચી લો એક વાર એનાથી થતા આ ફાયદાઓ અને નુકસાન વિશે
સવારનો નાશ્તો તે આખા દિવસના ભોજનનો મહત્ત્વનો ભાગ હોય છે. તે શરીરને સ્વસ્થ રાખે છે અvs આખો દિવસ તમને ઉર્જાવાન બનાવી રાખે છે. માટે જ પૌષ્ટિક નાશ્તો ખૂબ જરૂરી છે. જ્યારે વાત આવે છે પૌષ્ટિક નાશ્તાની ત્યારે સ્પ્રાઉટ એટલે કે ફગાવેલા કઠોળ તેમજ અનાજથી વિશેષ બીજું શું હોઈ શકે. ફણગાવેલા કઠોળને નાશ્તામાં સમાવવા તે એક સારો વિકલ્પ છે. ફણગાવેલા કઠોળમાં કેટલાએ પ્રકારના પૌષ્ટિક ત્ત્તવો સમાયેલા હોય છે. પોતાના આ ગુણોના કારણે જ ફણગાવેલા કઠોળ ઘણા બધા લોકોની પસંદ બની ગયા છે. અંકુરિત અનાજના લાભ ઘણા બધા છે જે વિષે અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેના લાભો વિષે.
ફણગાવેલા કઠોળ કે અનાજ શું છે અને તે કેટલા પ્રકારના હોય છે?

કેટલાક લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે સ્પ્રાઉટ એટલે શું ? અંકુરિત એટલે કે ફણગાવેલા અનાજને સ્પ્રાઉટ કરેવાય છે. અંકુરણની પ્રક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે બીજને કેટલાક કલાકો પાણીમાં પલાળી રાખવામા આવે છે. પલાળેલા બીજના યોગ્ય ભેજ અને તાપમાનના સંપર્કમાં આવ્યા બાદ જે રહે છે તેને સ્પ્રાઉટ એટલે કે અંકુરિત અનાજ કહે છે.
અંકુરિત આહારના પ્રકારો
– બીન્સ અને વટાણા અંકુરિત સ્પ્રાઉટ હોય છે, જેમા દાળ, ચણા, મગ, સોયાબીન, રાજમા તેમજ લીલા વટાણાનો સમાવેશ થાય છે.
– શાકભાજી કે પત્તાવાળા સ્પ્રાઉટ્સમાં બ્રોકોલી સ્પ્રાઉટ્સ, મૂળા, સરસવનું શાક અને મેથી અંકુરિત આહાર હોય છે.
– અંકુરિત અનાજ, કે કઠોળ, જેમાં ભૂરા ચોખા, બકવ્હીટ એટલે કે બીયા સાથેનો દાણો, કિનોઆ, જવ એટલે કે ઓટ અને અમરંથ સ્પ્રાઉટમાં સમાવિષ્ટ છે.
– નટ અને બીજ સ્પ્રાઉટમાં મૂળાના બીજ, બદામ, અલ્ફાલ્ફા, કેળુ, તલ અને સૂરજમુખીના બીજનો સમાવેશ થાય છે.
– બધા અંકુરિત આહારના લગભગ સરખા જ લાભ હોય છે, પણ દરેક પ્રકારની જાતીના કેટલાક ખાસ પોષકત્ત્વો હોય છે, તે બધાના અલગ અલગ ફાયદા હોય છે.

જ્યાં અંકુરીત મગમાં પ્રોટીન, ફાઇબર અને વિટામીન એ તેમજ સી સમાયેલા હોય છે, ત્યાં અલ્ફાલ્ફા સ્પ્રાઉટમાં વિટામિન એ, બી, સી, ઈ અને કે ભરપૂર હોય છે. અંકુરિત દાળમાં પણ પ્રોટીનનો સારો સ્રોત હોય છે. તો બ્રસેલ્સ સ્પ્રાઉટમાં વિટામિન કે અને સી સૌથી વધારે પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત, તેમાં અન્ય મિનરલ જેમ કે પોટેશિયમ અને એન્ટીઓક્સીડન્ટ પણ હાજર હોય છે. માટે આપણે કહી શકીએ કે અંકુરિત અનાજ પોષકત્ત્વોની ખાણ સમાન હોય છે.
હવે અંકુરિત અનાજ, કઠોળ વિગેરેના લાભો વિષે જાણીએ.
જો અંકુરિત અનાજના લાભો વિષે વાત કરીએ તો પોષકત્ત્તવોથી ભરપુર ફણગાવેલા કઠોળ અનાજના લાભ અઢળક છે. શરીરને ફીટ રાખવામાં, પેટને સ્વસ્થ રાખવામાં અને અન્ય ઘણી બધી સમસ્યાઓમાં સ્પ્રાઉટ ખૂબ જ લાભપ્રદ છે.
રોગપ્રતિકારક તંત્ર માટે ફણગાવેલા અનાજના લાભો

શરીર સ્વસ્થ રહે તેના માટે જુરરી છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ પણ જળવાયેલી રહે અને મજબૂત બને. જો કોઈ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ યોગ્ય નથી તો તે ગમે ત્યારે બીમાર પડી શકે છે. તેવામાં ફણગાવેલા અજનુ સેવન તેમની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકે છે. ફણગાવેલા અનાજમાં વિટામીન સી હોય છે, જે રોગપ્રતિરોધક ક્ષમતામાં વધારો કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તે ન્યૂમોનિયા, ડાયેરિયા, મેલેરિયા અને અન્ય બીમારીઓથી પણ તમને બચાવે છે. આ સ્થિતિમાં બ્રોકલી અને બ્રૂસેલ સ્પ્રાઉટનાં સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતામાં સુધારો આવે છે.
આ ઉપરાંત જો ફણગાવેલા મગનું સેવન કરવામાં આવે તો તેમાં હાજર એન્ટીવાયરલ ગુણ શ્વાસ સંબંધીત સમસ્યા અને તાવ દરમિયાન થતા છાલાથી પણ બચાવે છે.
કેન્સર માટે ફણગાવેલા અનાજના લાભો
ફણગાવેલા અનાજ કેન્સરથી બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. કેન્સરથી બચવા માટે બ્રોકલી સ્પ્રાઉટનુ સેવન કરી શકાય છે. તેમાં હાજર સલ્ફોરાફેન કેન્સરને રોકવામાં મદદ કરી શકે છે. તે શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનારા કેમિકલને નષ્ટ કરે છે. તે કોશિકાઓને એંજાઈમ બનાવવામાં મદદ કરે છે, જે શરીરમાં કેંસર ઉત્પન્ન કરતા વિષાક્ત પદાર્થોથી રક્ષા કરી શકે છે. એટલુ જ નહીં કેંસર કોશિકાઓના વિકાસને પણ તે રોકે છે. આ ઉપરાંત બ્રોકલી સ્પ્રાઉટ પ્રોસ્ટેટ કેંસરથી પણ બચાવી શકે છે અને જે તેનાથી પિડિત છે તેની ગંભીરતાને ઘટાડે છે.
આ ઉપરાંત બ્રસેલ્સ સ્પ્રાઉટ્સનું સેવન પણ કરી શખાય છે. તેમાં ગ્લૂકોસાઇનોલેટ નામનું સલ્ફર યુક્ત યૌગિક હોય છે. જમવાનું બનાવતી અને જમ્યા બાદ પાચન વખતે તેમા હાજર ગ્લૂકોસાઇનોલેટ્સ, આઇસોથિયોસાઇનેટ્સમાં ટૂટી જાય છે. તે એક યૌગિક છે જેમાં એન્ટીકેંસર ગુણ હોય છે.
હૃદય માટે ફણગાવેલા અનાજના લાભો

હૃદય એ શરીરનો ખૂબ મહ્ત્વનો ભાગ છે. જો હૃદય સ્વસ્થ છે, તો શરીર પણ સ્વસ્થ છે, પણ આજકાલ ઘણા બધા લોકોને હૃદયને લગતી સમસ્યાઓ રહે છે. જો વાત કરીએ ફણગાવેલા અનાજના લાભોની તો તે હૃદય માટે ખુબ જ લાભપ્રદ છે. કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ફણગાવેલા કાબુલી ચણાનું સેવન હાનિકારક કોલેસ્ટ્રોના સ્તરને ઘટાડી શકે છે, જેનાથી હૃદયની રક્ષા થાય છે. આ એન્ટી- હાઇપરલિપિડેમિકની જેમ કામ કરે છે. અંકુરિત કાબુલી ચણામાં ફાઇટોએસ્ટ્રોજેન પણ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.v
બ્રોકોલી સ્પ્રાઉટ્સમાં ગ્લૂકોરાફેનિન નામનું એક એન્ટિઓક્સીડેંટ યૌગિક પણ હોય છે જે નુકસાનકારક કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે અને હૃદયના સ્વસાથ્યમાં સુધારો કરવા માટે ઓળખાય છે. આ ઉપરાંત, સ્પ્રાઉટ્સમાં સલ્ફોરાફેન હોય છે, જે લોહી વાહિકાઓના સ્વાસ્થ્યને વધારે છે. તેનાથી એથિરોસ્ક્લેરોસિસ બીમારીને રોકવામાં મદદ મળી શકે છે. જો કે, તેના પર વધારે સંશોધનની જરૂર છે.
પણ એટલું છે કે ફણગાવેલું અનાજ હૃદયના સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે.
આંખ માટે ફણગાવેલા અનાજના લાભો

ઉંમરની સાથ સાથે કેટલીએ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થતી હોય છે. આંખની દ્રષ્ટિ નબળી પડવી તેમાંની જ એક સમસ્યા છે. જો યોગ્ય સમયે તમે તેના પર ધ્યાન ન આપો તો આગળ જતાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આંખ માટે યોગ્ય પૌષ્ટિક ત્ત્તવોથી યુક્ત ખોરાક ખૂબ જરૂરી હોય છે. ફણગાવેલા અનાજ તેમાંનો જ એક છે. બ્રસેલ્સ સ્પ્રાઉટ્સમાં લ્યૂટિન અને જિયોઝેંથિન જેવા શક્તિશાળી એંટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે આંખને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તેમાં વિટામિન સી અને અન્ય પૌષ્ટિક તત્વ પણ હાજર હોય છે, જે આંખ માટે લાભપ્રદ છે. બાફેલા બ્રસેલ્સ સ્પ્રાઉટનુ સેવન લાભપ્રદ રહે છે.
વજન ઘટાડવામાં ફણગાવેલા અનાજના લાભો

જો તમે વધતા વજનથી ત્રસ્ત હોવ તો તમારે તમારા નાશ્તામાં ફણગાવેલી મગફળીનો સમાવેશ કરવો જોઈએ. એક સંશોધન પ્રમાણે તેનું સેવન પેટની મેદસ્વીતામાં સુધારો કરી શકે છે અને સ્વાસ્થ્ય માટે લાભપ્રદ સાબિત થઈ શકે છે. માટે મેદસ્વિતાથી ગ્રસ્ત મહિલાઓએ મેદસ્વીતા તેમજ તેની સાથે સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યા માટે યોગ્ય પ્રમાણમાં મગફળી કે સ્પ્રાઉટ્સ યોગ્ય તેમજ અસરકારક પદાર્થ હોઈ શકે છે. જો કે માત્ર મગફળી સ્પ્રાઉટ જ નહીં પણ સાથે સાથે યોગ્ય ડાયેટ અને નિયમિત વ્યાયમ પણ જરૂરી છે. જો તમને મગફળીની એલર્જી હોય તો તેનુ સેવન કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
એનિમિયામાં અંકુરિત આહાર
એનિમિયા એટલેકે લોહીની ઉણપ કોઈને પણ થઈ શકે છે. આયરનની ઉણપ થવાથી આ સમસ્યા ઉભી થાય છે, જે વ્યક્તિને થકાવી મુકે છે નબળી બનાવી દે છે. આ સ્થિતિમાં ખોરાકનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી હોય છે, જેથી કરીને વધારે મુશ્કેલી ઉભી ન થાય. પોતાન આહારમાં ફણગાવેલા અનાજમાં ખાસ કરીને ફણગાવેલા સોયાબીનનો સમાવેશ કરવો જોઈએ. તે આયરનના પૂરક છે, જે એનિમિયાની સમસ્યાને ઘટાડી શકે છે. સાથે સાથે તમે બ્રોકલી તેમજ બ્રૂસેલ સ્પ્રઆટનું પણ સેવન કરી શકો છો જે વિટામીન સીથી ભરપૂર હોય છે.
પાચન માટે ફણગાવેલા અનાજના લાભો
/digestive_system-5a060e8822fa3a00369da325.jpg)
પાચન સંબંધિત સમસ્યાઓ થવી સામાન્ય છે, ખાસ કરીને હાલના સમયમાં જ્યારે લોકો બહારનો ખોરાક વધારે ખાતા હોય ત્યારે. તેવામાં જો તમે આખા દિવસના આહારમાં કોઈ એક સમય કેટલોક પૌષ્ટિક ખોરાક ખાશો તો તમને લાભ થશે. ફણગાવેલા અનાજ તે જ પૌષ્ટિક ખાદ્ય પદાર્થોમાંના એક છે. તમારે તમારા નાશ્તામાં કે પછી કોઈ એક સમયે આહારમાં ફણગાવેલા મગનો સમાવેશ કરવો જોઈએ. જો ફણગાવેલા મગના લાભની વાત કરીએ તો તે તમારી પાચનશક્તિ સુધારવામાં મદદ કરે છે. માત્ર ફણગાવેલા મગ જ નહીં પણ અન્ય ફણગાવેલો આહાર જેમ કે બ્રોકલીનું સેવન પણ તમે કરી શકો છો તેમાં હાજર સલ્ફોરાફેન જે વિવિધ પ્રકારના એન્ટીઓક્સીડન્ટ એંજાઈમને ઉત્પન્ન કરે છે અને ગેસ્ટ્રોઇંટેસ્ટાઇનલ ટ્રેકને સુરક્ષિત રાખે છે.
સ્વસ્થ વાળ માટે ફણગાવેલા અનાજના લાભો
લાંબા, ઘેરા તેમજ સુંદર વાળ વ્યક્તિત્વમાં નિખાર લાવે છે, પણ તેની યોગ્ય સંભાળ ન લેવામા આવે તો તે ખરાબ થઈ જાય છે, આ ઉપરાંત ઘણીવાર સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પણ વાળ ખરવા લાગે છે. એટલું જ નહીં જ્યારે એક ઉંમર બાદ મહિલાઓનું માસિક બંધ થઈ જાય છે, ત્યારે મહિલાઓના શરીરમા કેટલુંક પરિવર્તન આવે છે. આ દરમિયાન પણ કેટલીએ મહિલાઓએ વાળ ખરવાની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેવામાં વાળની સંભાળની સાથે સાથે પૌષ્ટિક આહારની પણ જરૂર રહે છે. માટે તમારે તમારા ડાયેટમાં ફણગાવેલા અનાજનો સમાવેશ કરવો જોઈએ. તમે બ્રુસેલ સ્પ્રાઉટનુ સેવન કરી શકો છો. તેમા હાજર વિટામીન અને અન્ય પૌષ્ટિક ત્ત્વ વાળને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફણગાવેલા અનાજના લાભો

સ્વસ્થ અને ઉજળી ત્વચાની ઇચ્છા દરેક વ્યક્તિને હોય છે. જોકે પ્રદૂષણ, તેમજ વધારે પડતા બ્યૂટી ઉત્પાદનોનો ઉપયોગ તેમજ અયોગ્ય ખોરાક, અને અયોગ્ય સંભાળના કારણે ત્વચા પોતાની પ્રાકૃતિક ચમક ખોઈ બેસે છે. આ સ્થિતિમાં ત્વચા રુક્ષ, નિર્જિવ અને સમય પહેલાં જ કરચલીવાળી બની જાય છે. તેવામાં ફણગાવેલા અનાજનું સેવન ત્વચાને લાભ પોહંચાડી શકે છે. તમારે તમારા ડાયેટમાં ફણગાવેલા મગનો સમાવેશ કરવો જોઈએ. કેટલાક સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે ફણગાવેલા મગ તમારા માટે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ એન્ટી-એજિંગ ઉત્પાદનોમાં પણ કરી શકાય છે. તેમાં હાજર એન્ટીઓક્સીડન્ટ ગુણ ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
ડાયાબિટીસ માટે ફણગાવેલા અનાજના લાભો

હાલના દિવસેમાં મધુમેહની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. ડાયાબિટીસ થવાથી શરીરમાં અન્ય સમસ્યાઓ પણ શરૂ થઈ જતી હોય છે, માટે ડાયાબિટીસમાં યોગ્ય જીવનશૈલી અને આહારની ખૂબ જ જરૂર રહે છે. જો વાત કરીએ ખાવાની તો ફણગાવેલું અનાજ ડાયાબીટીસમાં ખૂબ લાભપ્રદ સાબિત થઈ શકે છે. બ્રોકોલી સ્પ્રાઉટને સલ્ફોરાફેનનો સારો સ્રોત માનવામાં આવે છે. તે ટાઇપ 2 ડાયાબીટીસના દર્દીઓમાં ગ્લુકોઝ નિયંત્રિત રાખવામાં મદદ કરી શકે છે. આ ઉપરાંત તે ઇંસુલિન પ્રતિરોધમાં પણ સુધારો કરી શકે છે.
આ ઉપરાંત બ્રસેલ્સ સ્પ્રાઉટનું સેવન પણ કરી શકાય છે. તેમા હાજર અલ્ફા-લિપોઇક એસિડ એન્ટીઓક્સીડન્ટની જેમ કામ કરે છે. તે બ્લડ શુગર અને ઇંસુલિન પર લાભપ્રદ અસર કરે છે. એટલું જ નહીં પણ તમે સોયાબીન સ્પ્રાઉટનું પણ સેવન કરી શકો છો કારણ કે તેમાં એન્ટિ ડાયાબિટિક ગુણ સમાયેલા હોય છે.
ઘરમાં ફણગાવેલું અનાજ કેવી રીતે બનાવવું ?
હવે તમે ફણગાવેલા અનાજના લાભો વિષે જાણી લીધું છે. હવે તેને યોગ્ય રીતે કેવી રીતે બનાવવા તે વિષે પણ જાણી લો.
– તમે જે કોઈ પણ અનાજને અંકુરિત કરવા માગતા હોવ તે તમારી જરૂરિયાત પ્રમાણે લેવું. બને તો ઓર્ગેનિક અનાજ જ પસંદ કરો.
– તેને ફણગાવવા માટે તમારે એક સુતરાઉ કપડાંની પણ જરૂર પડશે. અને સાથે એક બરણીની પણ જરૂરૂ પડશે.
– તમારે તમારા હાથ, અનાજ અને બરણીને બરાબર સ્વચ્છ કરી લેવા. હવે આ અનાજને બરણીમાં નાખી દેવું અને સ્વચ્છ પાણીથી તે બરણી ભરવી. ધ્યાન રાખવું કે અનાજ કરતાં પાણી થોડું ઉપર સુધી ભરેલું હોય. હવે તેને આખી રાત પલાળી રાખો.

– હવે સવારે ચારણીની મદદથી અનાજમાંથી પાણી દૂર કરી લેવું. ત્યાર બાદ તમારે તેને ફરી પાણીથી સાફ કરી લેવા. હવે તેને એક મોટા સૂતરાઉ કાપડમાં કાઢી લેવું અને તેની પોટલી બનાવી તેને કોઈ ગરમ જગ્યા પર મુકી દેવું. આમ કરવાથી તે અનાજ એક બે દિવસમાં અંકુરિત થઈ જશે. ત્યાર બાદ તમે તેનું સેવન કરી શકો છો.
ફણગાવેલા અનાજના નુકસાન વિષે પણ જાણી લો
તમારે ફણગાવેલા અનાજના નુકસાન વિષે જાણીને ભયભીત થવાની કોઈ જરૂર નથી પણ સાવધાન રહેવાની જરૂર છે જેથી કરીને તમને તે નુકાસન ન પોહંચાડે તો ચાલો જાણી લો તેના નુકસાન વિષે. ફણગાવેલા અનાજમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા જન્મે છે જેનાથી તમને…
– ફૂડ પોઇઝનિંગ, કિડનીની સમસ્યા, ઉલટી અને અન્ય પ્રકારના સંક્રમણ હોઈ શકે છે.
– બાળકો, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેમજ ગર્ભવતિ મહિલાઓએ ડોક્ટરની સલાહ લીધા બાદ તેનું સેવન કરવું જોઈએ.
– ફણગાવેલા અનાજનું સેવન કરતા પહેલાં તેને બરાબર ધોઈ લેવા જોઈએ, તમે તેને ઉકાળી પણ શકો છો.

– જો તમારે તેને સલાડ સાથે કે પછી સેંડવિચ સાથે ખાવા હોય તો ધ્યાન રાખવું કે તેને તમારે બરાબર ઉકાળીને ખાવા. ફણગાવેલા અનાજને ઉકાળવા તેમજ તેને પકાવાથી બેક્ટેરિયાનું જોખમ ઘટી જાય છે.
– તમારે રાજમાને ફણગાવીને ન ખાવા જોઈએ તે વિષાક્ત તેમજ નુકાસનકારક બની શકે છે.
– બને ત્યાં સુધી બહારના ફણગાવેલા અનાજનો ઉપયોગ ન કરવો. ઘરમાં તમે 48 ડિગ્રી ફેરનહીટ તાપમાન પર સ્પ્રાઉટ્સને રાખી શકો છો. જો તેમાંથી ગંધ આવતી હોય અથવા તે ચિંકણા થઈ ગયા હોય તો તેનો ઉપયોગ ન કરવો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "શું તમને પણ બહુ ભાવે છે ફણગાવેલા કઠોળ? તો વાંચી લો એક વાર એનાથી થતા આ ફાયદાઓ અને નુકસાન વિશે"
ટિપ્પણી પોસ્ટ કરો