ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ, આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી, બાપ રે અહિંચા તો બરફવર્ષા પણ થઇ શકે છે
દિલ્હી-એનસીઆર સહીત આખા ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયેલા વાતાવરણ સાથે સવાર પડી હતી. તેની અસર રેલવે, સડક અને હવાઈ પરિવહન પર પણ પડયો છે. દિલ્હી પહોંચનારી બારથી વધુ ટ્રેનો વિલંબથી ચાલી રહી છે. કેટલીક ટ્રેનોનો સમય બદલવામાં આવ્યો છે અને કેટલીક ટ્રેનોને રદ્દ પણ કરવામાં આવી છે. દિલ્હીવાસીઓએ સવારે ગાઢ ધુમ્મસનો સામનો કરવો પડ્યો હતો અને અહીં લઘુત્તમ તાપમાન 6.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તો જમ્મુ-કાશ્મીરની ઉનાળું રાજધાની શ્રીનગર સહીતના કાશ્મીર ખીણના અન્ય વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ અને વિઝિબિલિટી ઓછી હોવાથી વાહનવ્યવહાર અસરગ્રસ્ત થયો છે. શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી પાંચ ડિગ્રી નીચે નોંધાયું હતું.

જ્યારે લડાખ વિસ્તારનું લેહ જમ્મુ-કાશ્મીરનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજૌરીના પીરપંજાલના પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ છે. જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં ભારે બરફવર્ષાને કારણે જવાહર ટનલ પાસે નેશનલ હાઈવે પણ બંધ કરવો પડ્યો છે. જો કે કાશ્મીરમાં વાદળ છવાયા હોવાને કારણે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે અને કાશ્મીર

દેશના અનેક રાજ્યોમાં વરસાદનું પણ એલર્ટ જારી કરવામાં આવ્યું. દેશભરમાં હવામાન ધીરે ધીરે બદલાઈ રહ્યું છે. હાડ કકડાવતી ઠંડી બાદ તાપમાનમાં વધારો જોવા મળ્યો છે. પરંતુ ઉત્તર ભારતમાં ઘૂમ્મસની અસર હજું પણ વર્તાઈ રહી છે. અમૃતસર અને જમ્મુ કાશ્મીરમાં આજે સવારે ઝીરો વિજિબિલીટી દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારોમાં સોમવારે સાંજથી જ ધુમ્મસની અસર જોવા મળી હતી. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાનુંસાર પશ્ચિમી વિક્ષોભ એક વાર હવામાન પર અસર નાંખશે.
જો કે દેશના અનેક રાજ્યોમાં વરસાદનું પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં રાતનાં તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યાનુંસાર આજે દક્ષિણ પૂર્વ મધ્યપ્રદેશમાં વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત 16-19 ફેબ્રુઆરીની વચ્ચે વિદર્ભ અને છત્તીસગઢમાં વરસાદનું પૂર્વાનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરના ચાલતા 15થી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉત્તરાખંડમાં વરસાદ અને બરફવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત આવનારા 4-5 દિવસો દરમિયાન ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં રાતનાં તાપમાનમાં ઘટાડો રહેવાની શક્યતા છે.
આ રાજ્યોમાં વરસાનું એલર્ટ

હવમાન વિભાગે કહ્યું છે કે ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર ઉપરાંત 15 ફેબ્રુઆરી બાદ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઓડિસા, ઝારખંડ, મહારાષ્ટ્ર, તેલંગાના અને તમિલનાડુમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ સાથે 17થી 18 ફેબ્રુઆરીએ વિદર્ભ અને છત્તીસગઢમાં કરા પડી શકે છે.
મહારાષ્ટ્રમાં પણ એલર્ટ

વેસ્ટન ડિસ્ટબન્સના કારણે હવામાન વિભાગે મહારાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર 16 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરીની વચ્ચે મહારાષ્ટ્રના મોટાભાગોમાં વરસાદ થઈ શકે છે. જો કે અહીના 15 જિલ્લામાં સાવચેતીના ભાગ રુપે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDના જણાવ્યાનુસાર વિદર્ભ, મરાઠાવાડા અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે.
આબુમાં તાપમાનનો પારો માઈનસ ૪.૪ ડિગ્રીએ સ્થિર

તે ઉપરાંત હિમાચલ પ્રદેશના પણ કેટલાય સ્થળોનું તાપમાન શૂન્યની નીચે પહોંચ્યું હતું. કીલોંગ માઈનસ ૧૨.૨ ડિગ્રી સાથે હિમાચલનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. તે ઉપરાંત કલ્પા માઈન ૩.૮ મનાલી માઈનસ ૧.૬ ડિગ્રીએ થીજી ગયા હતા.રાજસ્થાનના માઉન્ટ આબુનું મિનિમમ તાપમાન માઈનસ ૪.૪ ડિગ્રીએ સ્થિર થયું હતું. રણ વિસ્તારોમાં પણ ઠંડો પવન અનુભવાયો હતો. પંજાબ-હરિયાણાના કેટલાય સ્થળો ઠંડાગાર થયા હતા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ઠંડો પવન ફૂંકાયો હતો. ઉત્તર પ્રદેશમાં ભારે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ રહ્યું હતું. એના કારણે દિવસભર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.ઉત્તર ભારત સહિત આખા ભારતમાં નવા વર્ષની શરૃઆત કાતિલ ઠંડી સાથે થઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ઉત્તર ભારતમાં ભારે ધુમ્મસ, આ રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી, બાપ રે અહિંચા તો બરફવર્ષા પણ થઇ શકે છે"
ટિપ્પણી પોસ્ટ કરો