SBI એ ખાતાધારકોને કર્યા એલર્ટ, 30 જૂન પહેલા કરી લો આ કામ, નહિં તો ખાતામાં રહેલા પૈસા…
PAN-Aadhaar link latest news : દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે SBI ભારતીય સ્ટેટ બેંકે પોતાના ગ્રાહકોને નોટિસ આપીને માહિતગાર કર્યા છે કે જો તેઓએ જૂન મહિનાની અંતિમ તારીખ સુધીમાં એટલે કે 30 જૂન સુધીમાં તેમના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવેલ નહિ હોય તો તેમને નુક્શાન વેઠવું પડશે. બેંકે જણાવ્યું હતું કે આધાર સાથે પાન કાર્ડ લિંક ન કરાવનાર ગ્રાહકોને બેન્કિંગ સેવાઓનો લાભ મેળવવામાં અડચણ ઉભી થઇ શકે છે અને તેઓ ઓનલાઇન સેવાઓનો પણ લાભ નહિ ઉઠાવી શકે.

દેશની સૌથી મોટી બેંકના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પરથી આ સંબંધિત માહિતી આપવામાં આવી હતી. ટ્વિટ દ્વારા બેંકના અધિકારીઓએ પોતાના ગ્રાહકોને કોઈપણ પ્રકારની અસુવિધાથી બચવા તેમજ વિક્ષેપ વિના બેન્કિંગ સેવાઓનો લાભ લેવા પોતપોતાના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાની જાણકારી આપી હતી. તેમાં ગ્રાહકોને એક નોટિસ આપવાની સાથે સાથે ગ્રાફિક મેસેજ પણ મુકવામાં આવ્યો છે જેમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવાની જરૂરિયાત અંગે જણાવવામાં આવ્યું છે.
પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક કરવું શા માટે જરૂરી છે ?

નોંધનીય છે કે પરમાનેન્ટ અકાઉન્ટ નંબર એટલે કે પાન નંબર અસલમાં 10 આંકડાનો યુનિક અલ્ફાન્યુમેરિક નંબર છે જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી આપવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ નાણાંકીય દસ્તાવેજ છે જે વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થતી ટેક્સ ચોરી રોકવા માટે બહાર પાડવામાં આવે છે. તેનું કારણ એ છે કે પાન કોઈ એક વિશેષ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કરવામાં આવતા બધા પ્રકારના નાણાંકીય વહીવટને સાચવી રાખે છે. પાન કાર્ડ દ્વારા ઇન્કમ ટેક્સને ટેક્સ ઉદ્દેશ્ય માટે બધા મુખ્ય નાણાકીય વહીવટનો વિસ્તારથી રેકોર્ડ મળી શકે છે.
લિંક ન કરાવવા પર બેંક અકાઉન્ટ થઈ શકે છે નિષ્ક્રિય

SBI એ પોતાના ગ્રાહકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે જો ગ્રાહક પોતાના પાન કાર્ડ સાથે આધાર કાર્ડને લિંક ન કરાવે તો તેઓને તેમના બેંક અકાઉન્ટ ઓપરેટ કરવામાં મુશ્કેલી થઈ શકે છે અથવા તેમના બેંક અકાઉન્ટને નિષ્ક્રિય કરી દેવામાં આવશે અને બાદમાં તે અકાઉન્ટને કોઈપણ પ્રકારના આર્થિક લેવડદેવડમાં શામેલ કરવામાં નહિ આવે.
કઈ રીતે આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરવું ?

આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવા માટે બેંકના અધિકારીઓએ ટ્વિટર પર વેબસાઈટ લિંક https://ift.tt/2Xe4O7Q પણ શેયર કરી છે જ્યાં અકાઉન્ટ હોલ્ડર સરળતાથી પોતાના આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરી શકે છે. આ દસ્તાવેજોને સ્ટેપ બાય સ્ટેપ નિર્દેશોનું પાલન કરીને લિંક કરી શકાય છે. બેંકની સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ ખાતાધારકો બાજુમાં આપેલ Link Aadhar પર ક્લિક કરી તેમાં માહિતી ભરી શકે છે.
કઈ તારીખ છે છેલ્લી ?

SBI તરફથી પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવા માટે 30 જૂન 2021 સુધીનો છેલ્લો સમય આપવામાં આવ્યો છે. આ તારીખ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક ન કરાવ્યાની સ્થિતિમાં sbi બેંક ધારકોને બેન્કિંગ સુવિધાઓ મેળવવામાં અડચણો આવી શકે છે અથવા તેઓને લેટ ફીસ ચૂકવવી પડશે. તાજેતરમાં જ આ છેલ્લી તારીખમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો અને અંતિમ તારીખ 31 માર્ચ 2021 રાખવામાં આવી હતી. પરંતુ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળતા વધુ ત્રણ મહિનાનો સમય વધારવામાં આવ્યો હતો.
0 Response to "SBI એ ખાતાધારકોને કર્યા એલર્ટ, 30 જૂન પહેલા કરી લો આ કામ, નહિં તો ખાતામાં રહેલા પૈસા…"
ટિપ્પણી પોસ્ટ કરો