અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર, એક દિવસમાં આટલા બધા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ, જાણો અને સાવચેત રહો
મહાનગરપાલિકાની પેટાચૂંટણીમાં નેતાઓ કોરોનાની મહામારીને ભૂલી ગયા કે શું? આ ભીડ વિનાશ નોતરશે
કોરોના વાઇરસના સંક્રમણની અમદાવાદની પરિસ્થિતિમાં અમુક સમયથી નોંધાઈ રહેલો સુધારો ફરીથી ધોવાઈ જવાની શક્યતા તબીબો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે.વિવિધ અખબારોના અહેવાલો અનુસાર માર્ચ, 2020 બાદથી અમદાવાદ ન માત્ર ગુજરાતમાં, પરંતુ સમગ્ર દેશમાં કોરોનાના હૉટસ્પૉટ તરીકે સામે આવ્યું હતું. જોકે પાછલા અમુક સમયથી અમદાવાદમાં કોરોનાના કેસોની સંખ્યામાં નોંધાપાત્ર ઘટાડો નોંધાયો હતો.

હવે અમદાવાદમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલનના અભાવ અને વધતી બેદરકારીને પગલે શહેરમાં કાબૂમાં આવેલા કોરોના સંક્રમણની પરિસ્થિતિ ફરીથી વકરવાની સંભાવના નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. નિષ્ણાત તબીબોના મતાનુસાર અમદાવાદ શહેરમાં પાછલા દસ દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં 25 થી 30 ટકાનો વધારો નોંધાયો છે. જેમાં પણ શહેરની હૉસ્પિટલોમાં દાખલ થનાર ગંભીર માંદગી ધરાવતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં હાલમાં સારવાર લઈ રહેલા કોરોનાના દર્દીઓ વિશે વિગત આપતાં હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. જે. વી. મોદી જણાવે છે કે, “હાલ અમદાવાદ સિવિલમાં 350 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે, જે પૈકી 109 દર્દીઓ વૅન્ટિલેટર પર છે અને 173 દર્દીઓ ઑક્સિજન પર છે.”

“જોકે, હાલની પરિસ્થિતિને જોતાં અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર તો ન જ કહી શકાય તેમ છતાં જો આ પ્રકારનું વલણ ચાલુ રહે તો પરિસ્થિતિ નિયંત્રણ બહાર જવાની સંભાવના ચોક્કસ રહેલી છે.” અમદાવાદમાં કોરોનાના ટેસ્ટિંગ સેન્ટરો ફરી શરૂ કરાયા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ગુજરાતમાં ઘટેલા કોરોનાના કેસ અચાનકથી વધી રહ્યા છે ત્યારે બંધ કરાયેલા કોરોના ટેસ્ટિંગ સેન્ટરો ફરી કાર્યરત કરાયા છે.
કોવિડના કેસો વધતા AMC દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો શરૂ કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને મામલે સભાઓ રેલીઓ અને અવનવા કાર્યક્રમો બાદ કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પરિણામે ફરીથી કોરોના ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ચૂંટણીમાં સરેઆમ નિયમભંગ અને ભીડ કોરોનાને નોતરશે તેવી ભીતિ હોવા છતાં આપવામાં આવેલી છુટછાટને પરિણામે કોરોના ફરીથી માથુ ઉંચક્યુ છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓની ચૂંટણી પૂરી થઈ છે અને હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હજુ બાકી છે ત્યારે ચૂંટણી સભા ઓ અને સરઘસોએ કોરોનાને વકરાવવામાં મોટો ભાગ ભજવ્યો છે. ચિંતાજનક રીતે કોરનાના કેસ અમદાવાદમાં વધી રહ્યા છે. માંડ માંડ કોરોના પર કાબૂ મેળવવામાં તંત્રને સફળતા મળી હતી પરંતુ ફરીથી આપવામાં આવેલી ઢીલ ઘાતક બની શકે છે.
અમદાવાદ શહેરમાં ચૂંટણી બાદ કોરોના સંક્રમણ વધ્યુ છે. અમદાવાદમાં ફરી કોરોનાનો પગ પેસારો થયો છે. શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન વધી રહ્યા છે. શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 152 ઘર માઇક્રો કન્ટેઈનમેન્ટ બન્યા છે.

અમદાવાદના પૂર્વ અને પોશ વિસ્તારમાં કોરોનાના કેસ વધ્યા છે. બોડકદેવના શુભમ સ્કાયને માઇક્રો કન્ટેઈનમેન્ટમાં ઝોનમાં મુકાયુ છે જ્યારે ગોતા, સાયન્સ સીટીના વિસ્તારને મુકાયા માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં મુકાયા છે.
કોણ જવાબદાર?
- • ચૂંટણી સભાઓ
- • ચૂંટણી પ્રચારના સરઘસો
- • વિજય સરઘસો
- • પ્રજા માટે કાયદા નેતાઓ માટે?
- • લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ પર રોક, ચૂંટણી પ્રચાર પર?
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "અમદાવાદીઓ માટે ચિંતાજનક સમાચાર, એક દિવસમાં આટલા બધા કોરોનાના કેસ નોંધાતા ફફડાટ, જાણો અને સાવચેત રહો"
ટિપ્પણી પોસ્ટ કરો