વધુ સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધી શકે છે આ ખતરનાક એસિડ, આ રીતે મેળવો કાબુ
આજના સમયમાં લોકો કામમાં એટલા ડૂબી જતા હોય છે કે કામની ચિંતા,ઘરમાં કોઈ તકલીફ હોય ,માનવી પૈસા કમાવાની પાછળ એવી આંધળી દોટ મૂકે છે કે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું જ ભૂલી જાય છે. શરીરમાં જયારે પ્યુરિન નામક પ્રોટીન વધુ હોવા પર યુરિક એસિડનું સ્તર વધી જાય છે. પહેલા આ સમયમાં ઉમરલાયક લોકોમાં વધુ યુરિક એસિડની સમસ્યા જોવા મળે છે.

પરંતુ આજની જીવન શૈલીમાં કિશોરોને પણ આ સમસ્યા જોવા થાય છે. આ જ કારણે તેમને ઉઠવા-બેસવામાં પરેશાની, હંમેશા સાંધામાં તકલીફ અને આંગળીઓમાં સોજાની ફરિયાદ થઇ શકે છે. શરીરના સાંધામાં અને ટિશ્યુઝમાં યુરિક એસિડ વધુ માત્રામાં હોવાથી ઘણા લોકોને ગાઉટ નામની બીમારી થઇ શકે છે. રિસર્ચ અનુસાર, એવું પણ માનવામાં આવે છે કે જે લોકો વધુ ઉપવાસ રાખે છે એમના પણ જલ્દી યુરિક એસિડ વધે છે.
શું છે યુરિક એસિડ વધવાનું કારણ

એસિડ એક એવું કેમિકલ છે જે શરીરમાં ત્યારે બને છે જયારે શરીર પ્યુરિન નામનું કેમિકલનું સંસાધન કરે છે એટલે એને નાના-નાના ટુકડામાં તોડે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો મુજબ વધુ ઉપવાસ કરવાથી યુરિક એસિડનું લેવલ વધી શકે છે. ત્યાં જ માસ, ચિકન અને કલેજીના સેવનથી શરીરમાં યુરિક એસિડનું સ્તર વધી જાય છે.
કેવી રીતે ઓળખો યુરિક એસિડ વધ્યું છે કે નહિ

ઘણી વખત યુરિક એસિડની માત્રા જાણવા માટે ડોક્ટર્સ યુરિન ટેસ્ટની સલાહ આપે છે. એ ઉપરાંત, બ્લડ ટેસ્ટ દ્વારા પણ જાણી શકાય છે. આ બ્લડ ટેસ્ટ ભૂખ પેટે કરવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઈ પણ વસ્તુ તમારા ટેસ્ટ રિઝલ્ટને પ્રભાવિત ન કરી શકે. જણાવી દઈએ કે શરીરમાં યુરિક એસિડનું નોર્મલ રેન્જ મહિલાઓ, પુરુષો અને બાળકોમાં અલગ અલગ હોય છે.
કઈ વાતોની ધ્યાન રાખવું જરૂરી

જો તમારા શરીરમાં યુરિક એસિડ વધુ માત્રામાં હાજર છે તો ફ્રૂકટોઝ વાળા ભોજનથી શરીરમાં યુરિક એસિડ વધે છે. એમાં ધ્યાન રાખો. સમુદ્રી ભોજન, જેવા કે ઝીંગા, કેકડા અને ટૂના જેવી સામાન્ય માછલી ખાવાથી પણ યુરિક એસિડની માત્રા વધે છે. એની સાથે જ, લોકોએ પર્યાપ્ત માત્રામાં પાણી પીવું જોઈએ. કોશિશ કરો કે તરલ પદાર્થ જેવા કે ફળોના જ્યુસ, નારિયેળ પાણી અને ગ્રીન ટીનને મહત્વ આપો. એનાથી શરીરમાં વિષેલા પદાર્થ યુરિન દ્વારા બહાર કાઢવામાં આવે છે.
દિનચર્યામાં આ પરિવર્તન કરવું ફાયદાકારક

– ફીટ કપડાં અને બેલ્ટ ન પહેરો: આહાર ચાવીને ખાવ અને જમ્યા પછી 30 મિનિટ બાદ પાણી પીવો. સવારે ઊઠીને તરત એક ગ્લાસ પાણી પીવાથી એસિડ શરીરમાંથી નીકળી જાય છે. રાત્રે સૂતા પહેલાં 2થી 3 કલાક પહેલા કંઈ ન ખાવું જોઈએ. ફિટ કપડાં અને બેલ્ટ પહેરવાનું ટાળવું જોઈએ.
– આ દવાઓના સેવનથી બચો: જે દવાઓને લીધે એસિડિટી વધતી હોય, તેને ડોક્ટરની સહમતિથી ઘટાડી પણ શકાય છે. આવી દવાઓ હંમેશાં સંતુલન ભોજનની સાથે લેવી જોઈએ. એસિડિટીથી બચવા માટે કોઈ પણ લિક્વિડ અથવા ટેબ્લેટનું સેવન ઓછામાં ઓછું અને તે પણ ફક્ત ડોક્ટરની સલાહ લીધા પછી જ કરવું જોઈએ.
આમ કરવાથી મળશે આરામ

– એકલી હર્બલ ચા પીવાને બદલે તેની સાથે પિપરમેન્ટનું સેવન કરવાથી આરામ મળે છે.
– મનોવૈજ્ઞાનિક સારવાર જેમ કે, વ્યાવહારિક સુધારો, રિલેક્સેશન ટેક્નિક, હિપ્નોથેરપી પણ ફાયદારૂપ સાબિત થાય છે.
– એક્યુપંક્ચર થેરપી લેવાથી પણ ઘણો ફાયદો થાય છે.
– કોઈ પણ દવાને લેતા પહેલાં એ જરૂર જોઈ લો કે એ દવા તમારા માટે સુરક્ષિત છે કે નહીં.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "વધુ સમય ભૂખ્યા રહેવાથી શરીરમાં વધી શકે છે આ ખતરનાક એસિડ, આ રીતે મેળવો કાબુ"
ટિપ્પણી પોસ્ટ કરો