જો તમે પણ આ રીતે પાણી પીતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો હેલ્થ પર પડશે ખરાબ અસર
પાણી આપણા શરીર માટે કેટલું જરૂરી છે, તે આપણે બધા જાણીએ છીએ, પરંતુ પાણીની પોતાની જરૂરિયાતને લોકો પોતાની જ રીતથી પૂર્ણ કરે છે. લોકો કેવી રીતે પણ પાણી પીવે છે, પરંતુ તમે એ જાણીને ચોંકી ઉઠશો કે, પાણી પીવાનો પણ એક સાચો સમય અને સાચી રીત હોય છે. તો આવો જાણીએ કે, પાણી પીવાનો સાચો સમય અને સાચી રીત શું છે?
કેવી રીતે પીવુ જોઇએ પાણી?

આયુર્વેદ અનુસાર, પાણી ગમે ત્યારે ગટગટાવીને અથવા એક જ શ્વાસમાં ન પીવુ જોઇએ કારણ કે પાણી પીવા દરમિયાન આપણી લાળ પાણી સાથે ભળીને આપણા શરીરની અંદર જાય છે. લાળ જ આપણા પાચન તંત્રને મજબૂત બનાવાનું કામ કરે છે. લાળમાં તેવા અનેક હેલ્ધી બેક્ટેરિયા હોય છે જે લાભકારક હોય છે. તેથી પાણી હંમેશા ધીમે ધીમે અથવા એક એક ઘૂંટડે પીવુ જોઇએ.
ઉભા થઇને પાણી પીવું નુકસાનકારક

આયુર્વેદ તથા સંશોધકો અનુસાર પાણી ક્યારેય ઉભા રહીને ન પીવુ જોઇએ. જો તમે પાણી ઉભા રહીને પીતા હોવ તો પાણી સીધુ અને ઝડપથી પેટના નીચલા હિસ્સામાં ચાલ્યુ જાય છે. તેથી શરીરને પાણીના પૂરતી માત્રામાં પોષક તત્વ નથી મળી શકતા. આ રીતે પાણી પીવાથી ઘૂંટણમાં દુખાવાની સમસ્યા થઇ શકે છે. પાચન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. હાઇડ્રેટેડ રહેવામાં અડચણો ઉભી થઇ શકે છે.
પાણી પીવાની સાચી રીત
આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, પાણી શરીરના તાપમાનનથી ઠંડુ હોવુ જોઈએ નહી. ગરમીમાં લોકો ઘરે પહોંચતા જ પાણી પી લેતા હોય છે. જે શરીરને ઘણુ વધારે નુકસાન પહોંચાડે છે, પરંતુ શિયાળાના સમયે લોકો પાણી પીવાથી બચતા રહે છે અને એ પણ તમને ઘણુ નુકસાન પહોંચાડે છે.
અપનાવો આ રીત

વધારે ઠંડુ પાણી પીવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે. સાથે જ હાર્ટ અટેક અને કિડની ફેલ હોવાનો ખતરો પણ વધી જાય છે.
રાત્રે તાંબાના વાસણમાં પાણી રાખી દો અને સવાર થતા જ આ વાસણના પાણીને પી જાવ. સતત ત્રણ મહીના સુધી આવુ કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જશે. સાથેજ જો તમને ખીલ અથવા સ્કીન સંબંધી કોઈપણ પરેશાની છે તો આ તે રોગથી પણ છુટકારો અપાવે છે.

એક જ વખતમાં વધારે પાણી પીવાથી બચો.
જ્યારે તમે બીમાર પડો તો જમકર પાણી પીવો.
પાણી પીવાનો સાચો સમય
સવારે ઉઠ્યા બાદ બે ગ્લાસ પાણી પીવુ જોઈએ.
ભોજન કર્યાના લગભગ અડધા કલાક પહેલા પાણી પીવું જોઈએ. તેનાથી તમારુ ભોજન સરળતાથી પચી જાય છે. ભોજન કર્યાના અડધા કલાક સુધી પાણીનું સેવન ન કરો.
સ્નાન કર્યાના અડધા કલાક પહેલા પાણી પીવાથી બ્લડ પ્રેશનરની સમસ્યાથી છુટકારો મળી જાય છે.
સૂતા પહેલા પાણી જરૂર પીવો. તેનાથી તમને હાર્ટ અટેકનો ખતરો ન આવવાની બરાબર હશે.
કસરત કરતા પહેલા અને બાદમાં એક ગ્લાસ પાણી પીવાથી ડિહાઈડ્રેશનન સમસ્યા થતી નથી.

ઘરમાંથી બહાર નીકળતા સમયે પાણી પીને જ નીકળો. બની શકે તો બહારના પાણીને પીવાથી બચો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જો તમે પણ આ રીતે પાણી પીતા હોવ તો થઇ જજો સાવધાન, નહિં તો હેલ્થ પર પડશે ખરાબ અસર"
ટિપ્પણી પોસ્ટ કરો