હવે કોરોના રસી લેવાનો તમારો વારો, કેન્દ્ર સરકારે ભાવ કર્યા જાહેર, જાણો સરકારીમાં અને ખાનગીમાં કેટલા કેટલા
જાન્યુઆરી મહિનાથી જ દેશમાં કોરોના રસીકરણ શરૂ થઈ ગયું છે અને ડોક્ટરો તેમજ પોલીસને રસી આપવામાં આવી ચૂકી છે. ત્યારે હવે સામાન્ય નાગરિકોનો વારો આવ્યો છે. સરકારે જાહેરાત કરી દીધી છે કે સામાન્ય નાગરિકોને 1 માર્ચથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવશે. શરૂઆતમાં 60 વર્ષથી વધુ ઉંમરના તથા 45થી વધુ ઉંમરના બીમાર લોકોને આ વેક્સિન આપવામાં આવશે. સરકારી હોસ્પિટલમાં આ વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એના માટે થોડો ચાર્જ ચૂકવવો પડશે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથેનાં લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પહેલાં ગુજરાત સરકારે રાજ્યમાં ખાનગી અને સરકારી વેક્સિન સેન્ટરમાં કોરોના રસી અપાશે તે જાહેર કર્યું હતું.

જઆ સાથે જ ભાવ વિશે જો વાત કરીએ તો સરકારી સેન્ટરમાં વેક્સિન મફત આપવામાં આવશે. પણ ખાનગી સેન્ટરમાં આજે સરકારે રસીની કિંમત જાહેર કરી છે. ખાનગી સેન્ટરમાં કોરોનાની રસીનો એક ડોઝ 250 રૂપિયામાં આપવામાં આવશે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ 150 રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી 100 રૂપિયા રહેશે. ગુજરાતમાં 1લી માર્ચને સોમવારથી 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને 45 વર્ષ સુધીના ગંભીર પ્રકારના રોગોથી પિડિતા નાગરીકો માટે કોરોના સામેની વેક્સિનનો પહેલો ડોઝ આપવાની પ્રક્રિયા શરૂ થશે. વેક્સિનેશનના બીજા તબક્કાની જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉપરોક્ત વય મર્યાદા ધરાવતા મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો ક્યારે રસી લેશે એમ પુછવામાં આવતા તેમણે તમામને રજિસ્ટ્રેશન કરાવવુ પડશે એમ જણાવ્યુ હતુ.

ભારત સરકારની સુચના પ્રમાણે જો વાત કરીએ તો 45થી 49 વર્ષના પણ અન્ય રોગથી પિડાતા તમામ નાગરીકોને 1લી માર્ચ 2021થી વેક્સીન આપવામા આવશે. તબક્કાવાર સરકારી દવાખાના, પીએમવાય અને મા યોજના તેમજ CGHS હેઠળની ખાનગી હોસ્પિટલોમાં પણ રસી આપવામાં આવશે. સરકારી દવાખાનાઓમાં રસી વિનામૂલ્યે આપવામાં આવશે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં રૂ.100 વહિવટી ખર્ચપેટે રજિસ્ટ્રેશનને તબક્કે લેવાશે અને 150 રૂપિયા રસીની રકમ અલગથી વસૂલાશે. બીજા તબક્કાના રસીકરણ માટે સરકારી અને ખાનગી મળીને અંદાજે 500 જેટલા સેન્ટર શરૂ થશે. તેમાં તબક્કાવાર વધારો થયા કરશે.

લોકોને મનમાં હશે કે રસી લેવા માટે કઈ રીતે રજિસ્ટ્રેન કરવું તો એના માટે બે પ્રકાર છે. એક મોબાઈલ નંબર ઉપરથી મહત્તમ ચાર લોકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. તેના માટે ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, વોટિંગ કાર્ડ, પાસપોર્ટ, લાયસન્સ, પાન કાર્ડ, સહિતના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે. આ ઉપરાંત જે લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન ન કરાવી શકે તે લોકો માટે ઓન સાઈટ રજિસ્ટ્રેશન પણ રાખવામાં આવ્યું છે. અને આવકની કોઈ સીમા નથી. આ સિવાય વાત કરીએ તો ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે કોરોના વેક્સિનના ત્રીજા તબક્કા વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં કોરોના રસીકરણનો ત્રીજો તબક્કો પહેલી માર્ચથી શરૂ થશે. તેમણે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કોરોના વેક્સિન મફતમાં આપવાની વાત કરી હતી, જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક રસીનો ડોઝ 250 રૂપિયામાં આપવાની જાહેરાત કરી છે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ 150 રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી 100 રૂપિયા રહેશે.

આગળ વાત કરતાં નીતિન પટેલે કહ્યું કે- આગામી 1 માર્ચથી રાજ્યમા 60 વર્ષથી વધુની ઉંમરનાને કોરોના વેક્સિન અપાશે. રાજ્યની 522 માન્યતાવાળી ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિન મળશે. કોરોના વોરિયર્સ માટે અગાઉ રસીનો જથ્થો અપાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે 3 લાખની રસીનો જથ્થો હાલ રાજ્ય સરકાર પાસે ઉપલબ્ધ છે. હોસ્પિ.માં રસીની કિંમત ઓનલાઈન ચૂકવવી પડશે. રસી લેવી સ્વૈચ્છિક છે ફરજિયાત નથી.નીતિન પટેલે કોરોના વેક્સિનની કિંમત વિશે ટ્વિટ કરીને માહિતી આપી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "હવે કોરોના રસી લેવાનો તમારો વારો, કેન્દ્ર સરકારે ભાવ કર્યા જાહેર, જાણો સરકારીમાં અને ખાનગીમાં કેટલા કેટલા"
ટિપ્પણી પોસ્ટ કરો