કમરના દુખાવાથી પરેશાન રહેતા વ્યક્તિઓએ જરૂરથી કરવા જોઈએ આ બે આસન, ટૂંક સમયમા જ મળશે મુક્તિ
મિત્રો, લોકડાઉનમાં બધા લોકોએ ઘરમાં રહી ને જ કામ કર્યું છે હાલમાં સમય ધીરે ધીરે પહેલા જેવો થવા લાગ્યો છે. જે લોકો નોકરી અથવા ધંધો કરે છે તે તેનું જીવન હવે પહેલાની જેમ ફરીથી જીવવા લાગ્યા છે. ત્યારે નોકરી કરતાં લોકોને ઓફિસમાં એક જગ્યાએ લાંબા સમય સુધી કામ કરવાનું થાય છે. તેના લીધ ઘણા લોકોને કમર દર્દ થવા લાગે છે.

તેનાથી માંસપેશીમાં પણ દુખાવો, ડોકમાં દુખાવો અથવા સોજો જેવી તકલીફ થવા લાગે છે. આવી તકલીફ થાય ત્યારે તેને અવગણવી ના જોઈએ. આ તકલીફની યોગ્ય સારવાર ના થાય તો તે લાંબા ગાળાની સમસ્યા બની જાય છે અને તેનાથી ઘણું નુકશાન પણ થઈ શકે છે.

જ્યારે આવી તકલીફ થાય ત્યારે તે અનેક દવાઓ લેવાનું શરૂ કરે છે. આ દવા લેવાથી દુખાવા માથી તો રાહત મળે છે પરંતુ તેનાથી લાંબા ગાળે શરીરમાં ઘણું નુકશાન થાય છે. આ દવાની આડઅસર પણ વધારે થાય છે. ત્યારે તમારે કોઈ આડઅસર ના થાય તેવી રીતે ઉપચાર કરવાની જરૂર પડે છે.

તમારે રોજે યોગા કરવા જોઈએ તેનાથી તમને ઘણો આરામ મળશે અને આડઅસર પણ નહીં થાય. આજે આપણે એક એવા આસન વિષે જાણીએ કે તેનાથી આ દુખાવો દૂર થશે. તે આસન છે હસ્તોતાન આસન. તેનાથી કમરમાં દુખાવો અને તણાવને દૂર કરવામાં મદદ કરે છે. આ આસન ખૂબ સરળતાથી કરી શકાય છે. કોઈપણ વ્યક્તિ આ આસનને કરી શકે છે. આનાથી તમને કોઈ આડઅસર થશે નહીં.
આ આસન ક્યાં અને કેવી રીતે કરવું જોઈએ :
આ આસન કરવા માટે તમારે કો ચોક્કસ સમય કે જગ્યાની જરૂર રહેતી નથી. આ આસન કરવા માટે તમારે સૌ પહેલા સીધા ઊભા રહેવું. તે પછી તમારા બંને હાથને ઉપર આકાશ તરફ કરો. તે પછી હાથને જોડીને તમારા પગની એડીને ઉપર કરવાનો પ્રયાસ કરવો. જેટલું બને એટલું તમારે હાથ ઊંચા કરવા જોઈએ. તે પછી પગની એડીને જમીન પર રાખવી.

બંને હાથને ડાબા બાજુએ ખેંચો અને પછી જમીન બાજુએ ખેંચવું. ત્રણ કલાકના અંતરે આ આસન કરવું જોઈએ દિવસમાં ૩ થી ૪ કરવાથી કમરનો દુખાવો અને ગરદનનો દુખવો દૂર થશે. શરૂઆતમાં આ આસન ઓછા સમય માટે કરવું તેનાથી શરીરને કોઈ નુકશાન ન પહોંચી શકે. તેનો સેમી ધીમે ધીમે વધારતા જવું.
આ આસન કરવાના ફાયદા :

એક જ જગ્યાએ બેસી રહેવાથી શરીરની નસોમાં ખેંચાણ થાય છે. બેસવાથી શરીરનો વજન કમર પર આવે છે તેથી ત્યાં તકલીફ થાય છે. વધારે બેસવાથી ત્યાં ખેંચાણ થાય છે તેનાથી હાડકાનો દુખાવો થાય છે. નોકરીમાં બે થી ત્રણ વાર આ કરી શકો છો. તેનાથી લોહી પરિભ્રમણ સારું થાય છે, તેનાથી કમરનો દુખાવો થતો નથી.
આનાથી રહેશો હમેશા તાજા :
આ આસન તમે ઓફિસમાં પણ સરળતાથી કરી શકો છો. તમારે રીફેશ યોગ કરવા માટે કમર અને ગરદનને ડાબી અને જમણી બાજુએ ફેરવવી. આવી રીતે હાથ અને પગની આંગળીને પણ કરો. આવી રીતે દિવસમાં બે કે ત્રણ વાર કરવાથી તમને ખેંચાણ થશે. આનાથી તમને કામ કરવામાં તાજગી રહેશે અને કમર અને ગરદનનો દુખાવો પણ દૂર થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "કમરના દુખાવાથી પરેશાન રહેતા વ્યક્તિઓએ જરૂરથી કરવા જોઈએ આ બે આસન, ટૂંક સમયમા જ મળશે મુક્તિ"
ટિપ્પણી પોસ્ટ કરો