ઉર્મિલા માતોંડકર કરોડોના ઘરમાં ચોકી માટે રાખે છે જોરદાર કુતરો, જુઓ આ તસવીરો
બોલીવુડમાં રંગીલા ગર્લના નામે જાણીતી બનેલી અભિનેત્રી ઉર્મિલા મારતોડકર હવે ભલે ફિલ્મોથી દૂર જતી રહી હોય પણ એમના ફેન્સની આજે પણ કોઈ કમી નથી. એક્ટ્રેસે ફિલ્મોથી દૂર જઈને રાજનીતિમાં પગ મૂક્યો છે અને એ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેનામાં સામેલ થઈ ચૂકી છે. આમ તો ઉર્મિલા મારતોડકર પોલિટિકલ ટિપ્પણી કે પછી સોશિયલ મીડિયા ટ્રોલર્સને મોઢે જ જવાબ આપી દેવા માટે જાણીતી છે પણ એ ઘણા ઓછા લોકો જાણે છે કે પૂર્વ અભિનેત્રી ઉર્મિલા પોતાની લકઝરી લાઈફને લઈને પણ ઓળખાય છે. આજે અમે તમને એમના આલિશાન ઘરના ફોટા બતાવવા જઈ રહ્યા છે.

ઉર્મિલા મારતોડકર ઘણીવાર ખૂબ જ સામાન્ય લુકમાં દેખાય છે. પણ એ વાત ઘણા ઓછા લોકો જાણતા હશે કે એ કરોડોની માલકીન છે. રિપોર્ટ્સ અનુસાર ઊર્મિલાએ મુંબઈના ખાર વિસ્તારમાં 3.75 કરોડની કિંમતની શાનદાર ઓફીસ ખરીદી છે. જે એક હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલી છે.

એ સિવાય બાંદ્રા વિસ્તારમાં પણ ઊર્મિલના ચાર ફ્લેટસ છે. એમના ચાર ફ્લેટની કુલ કિંમત લગભગ 27.34 કરોડ રૂપિયા છે. જો કે આ ચારેય ફ્લેટ ઉર્મિલા પોતાના માટે ઉપયોગમાં લે છે કે પછી એમને ફ્લેટ ભાડે આપ્યા છે એ વાતની કોઈ જાણકારી નથી.

પોતાના મુંબઈવાળા ઘરને ઊર્મિલાએ ઘણા શાહી અંદાજમાં સજાવ્યું છે. તો એમના ઘરની બાલ્કનીમાંથી આખા મુંબઈ શહેરનો સુંદર નજારો પણ જોવા મળે છે.

ઊર્મિલાના હોલી ડે હોમનો લિવિંગ એરિયા પણ ખૂબ જ સુંદર છે. એમને પોતાના લિવિંગ રૂમમાં નેચરલ કલર્સનો વધુ ઉપયોગ કર્યો છે. એ સાથે જ એમના આખા ઘરમાં વ્હાઇટ મારબલનું ફ્લોરિંગ છે.
ઊર્મિલાના ઘરની બાલ્કની પણ કંપી મોટા ગાર્ડનથી ઓછી નથી. એમને પોતાની બાલ્કનીમાં મોટા મોટા કુંડામાં અલગ અલગ પ્રકારના ફૂલોના છોડ લગાવ્યા છે. એ સિવાય ગાર્ડનમાં ઊર્મિલાએ એક સીટીંગ એરિયા પણ બનાવ્યો છે. જ્યાં એ આરામથી પુસ્તક વાંચે છે અને પોતાના ડોગ્સ સાથે સમય પસાર કરે છે.

ફિલ્મી કરિયરની વાત કરીએ તો ઉર્મિલા મારતોડકરે બાળપણથી જ ફિલ્મોની દુનિયામાં પગ મૂકી દીધો હતો. એમને સૌથી પહેલા વર્ષ 1980માં ફિલ્મ જાકોલમાં અભિનય કર્યો હતો. આ એક મરાઠી ફિલ્મ હતી, જેના નિર્દેશક શ્રીરામ લાગુ હતા. એ પછી વર્ષ 1981માં ઊર્મિલાએ હિન્દી ફિલ્મોમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું. એમની પહેલી હિન્દી ફિલ્મનું નામ કલયુગ હતું. વર્ષ 1995માં આવેલી ફિલ્મ રંગીલામાં ઊર્મિલાની એક્ટિંગને લોકોએ ઘણી પસંદ કરી હતી. ફિલ્મનું નિર્દેશન રામ ગોપાલ વર્માએ કર્યું હતું. ઊર્મિલાએ ફિલ્મ ભૂત, દીવાના, પ્યાર તુને ક્યાં કિયા, જુદાઈ, સત્ય, ચાઈના ગેટ, કુદરત, છોટા ચેતન, કોન, જાનમ સમજા કરો, હમ તુમ પે મરતે હે, મસ્ત, દિલ્લગી અને ખુબસુરત જેવી ફિલ્મમાં એક્ટિંગના દમ પર દર્શકોનું દિલ જીત્યું છે. એક્ટ્રેસને છેલ્લીવાર વર્ષ 2018માં ફિલ્મ બ્લેકમેલના આઈટમ સોન્ગ પર ડાન્સ કરતા જોવામાં આવી હતી.
ઊર્મિલાની લવ લાઈફની વાત કરીએ તો એમને સૌથી પહેલા નિર્દેશક રામ ગોપાલ વર્માને ડેટ કર્યા હતા. ઉર્મિલા અને રામ ગોપાલ વર્માએ એકબીજાનો સાથ ઘણા વર્ષો સુધી નિભાવ્યો પણ કોઈ કારણસર બંનેનો સંબંધ તૂટી ગયો. એ પછી ઊર્મિલાએ પોતાનાથી 10 વર્ષ નાના કશ્મીરના બિઝનેસમેન અને મોડલ મોહસીન અખ્તર મીરને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પછી વર્ષ 2016માં ઉર્મિલા અને મોહસીને લગ્ન કર્યા.

તો ઊર્મિલાના પોલિટિકલ કરિયરની વાત કરીએ તો એમને લોકસભાની ચૂંટણી 2019માં કોંગ્રેસ પાર્ટી જોઈન કરી હતી. એ સાથે જ ઊર્મિલાએ રાજનીતિમાં પ્રવેશ કર્યો હતો.પણ પાંચ જ મહિનામાં ઊર્મિલાએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું અને પોલિટિક્સથી દૂર જતી રહી. એમને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે એમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. એ પછી એમને શિવસેના પાર્ટી જોઈન કરી લીધી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ઉર્મિલા માતોંડકર કરોડોના ઘરમાં ચોકી માટે રાખે છે જોરદાર કુતરો, જુઓ આ તસવીરો"
ટિપ્પણી પોસ્ટ કરો