વિશ્વાસમાં વિશ્વાસઘાત! આ રીતે ચાલાક છોકરીએ કોફીના કપ પરથી દગાબાજ બોયફ્રેન્ડની ખુલ્લી પાડી દીધી બધી પોલ, અને પકડી પાડી તેની એક-એક જૂઠ્ઠી વાતોને…
માણસ માટે સૌથી મહત્વની બાબત વિશ્વાસ છે. વિશ્વાસ સંબંધી એક કહેવત પણ પ્રચલિત છે કે ” વિશ્વાસે વહાણ ચાલે ” વિશ્વાસ વગર કોઈપણ સંબંધ લગભગ અધુરો જ છે જ્યાં વિશ્વાસ ન હોય ત્યાં ધીમે ધીમે દગો જન્મ લે છે. તેમાંય વળી જો આપણે કોઈના પર આંધળો વિશ્વાસ મૂકીને સંબંધ જાળવી રાખતા હોઈએ અને તે જ માણસ આપણને દગો આપતો હોવાનું ખુલે ત્યારે મગજ પરનો કાબૂ ગુમાવી દે છે.

વિશ્વાસ પર પ્રહાર કરી છુપી રીતે વિશ્વાસઘાત કરવાના અનેક કિસ્સાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે અને ફક્ત ઇતિહાસ જ નહીં પણ વર્તમાનમાં પણ અવાર નવાર અલગ અલગ પ્રકારના વિશ્વાસઘાતના બનાવો વિશે આપણે સમાચાર પત્રો અને ન્યૂઝ ચેનલો દ્વારા જાણતા જ હોઈએ છીએ.
આવો જ દગાબાજીનો કિસ્સો સોશ્યલ મીડિયા પર સામે આવ્યો છે. અસલમાં સોશ્યલ મીડિયાનું એક પ્લેટફોર્મ ટિકટોક પર એક સવાલ પુછાયો હતો કે જો તમને કોઈએ દગો આપ્યો હોય તો તમે તેનો દગો કઈ રીતે પકડ્યો હતો ?

આ સવાલના અનેક લોકોએ જવાબ આપ્યો હતો પણ અમેરિકાના ડેનિયલ બ્રાઉનની સ્ટોરી સૌથી લોકપ્રિય રહી અને તેને 90,000 થી વધુ વખત સાંભળવામાં આવી હતી. ડેનિયલ બ્રાઉનીએ એક વિડીયો શેયર કર્યો હતો જેમાં તેણે પોતાની આપવીતી વિશે જણાવ્યું હતું.

ડેનિયલ બ્રાઉનીના કહેવા મુજબ તેનો એક પુરુષ મિત્ર હતો જેના પર તે વિશ્વાસ કરતી હતી અને બધું બરાબર ચાલી રહયું હતું. એક દિવસ તેનો પુરુષ મિત્ર રાત્રે મોડેથી ઘરે આવ્યો હતો અને તેની સાથે કોફીનો એક કપ પણ લઈને આવ્યો હતો. ડેનિયલ બ્રાઉનીએ તેને આ કપ બાબતે પૂછતાં તેણે જણાવ્યું કે તે કામ અર્થે બહાર ગયો હતો અને ત્યાંથી પરત ઘરે આવતા સમયે તેને કોફી પીવાની ઈચ્છા થઈ હતી એટલે તે કોફી ઘરે લઈને આવ્યો હતો. ડેનિયલ બ્રાઉનીએ તેને એમ કહ્યું કે તે તેની માટે પણ કેમ કોફી ન લાવ્યો અને તેમ કહેતાની સાથે તેણે પુરુષ મિત્રની અધૂરી કોફી લઈ લીધી અને પોતે પીવા લાગી.

જ્યારે કપમાંની કોફી પુરી થઈ તો બ્રાઉનીની નજર કોફીના ખાલી કપ લર ગઈ જેમાં બ્રિટની શબ્દ લખેલ હતો. બ્રિટની અસલમાં તેના પુરુષ મિત્રની પૂર્વ સ્ત્રી મિત્રનું નામ હતું.
ડેનિયલ બ્રાઉનીએ જ્યારે તેના પુરુષ મિત્રને આ બાબતે પૂછ્યું તો તેણે એમ જવાબ આપ્યો કે કોફી સર્વ કરનાર મહિલા વેઇટરે ભૂલથી તેનું નામ કપમાં લખ્યું હશે.

પરંતુ ડેનિયલ બ્રાઉનીને અસલ હકીકત સમજતા વાર ન લાગી અને તેણે કોફીનો કપ તેના પુરુષ મિત્ર પર ઘા કરી દીધો અને ત્યાંથી બન્ને અલગ થઈ ગયા.
ડેનિયલ બ્રાઉનીના આ વીડિયો પર અનેક ટિકટોક યુઝરોએ પોતપોતાના મંતવ્યો લખ્યા હતા.
0 Response to "વિશ્વાસમાં વિશ્વાસઘાત! આ રીતે ચાલાક છોકરીએ કોફીના કપ પરથી દગાબાજ બોયફ્રેન્ડની ખુલ્લી પાડી દીધી બધી પોલ, અને પકડી પાડી તેની એક-એક જૂઠ્ઠી વાતોને…"
ટિપ્પણી પોસ્ટ કરો