વૈષ્ણોદેવીના ભક્તો સહિત આ લોકોને મળશે રેલ્વેની નવી 5 સ્પેશ્યલ ટ્રેનની સુવિધા
ભારતીય રેલ્વે કોરોના મહામારી અને લોકડાઉનની સુવિધાને ઘ્યાનમાં રાખીને અનેક સ્પેશ્યલ ટ્રેન ચલાવી રહી છે. રોજ નવી નવી સ્પેશ્યલ ટ્રેન તેમાં જોડાઈ રહી છે. નોર્થન રેલ્વેએ મંગળવારે પણ 5 વધુ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
જાણો સ્પેશ્યલ ટ્રેનના ખાસ રૂટ

આ ટ્રેન લખનઉ- છપરા, છપરા- ફર્રખાબાદ, દિલ્હી-જોધપુર, લખનઉ- ચંડીગઢ અને અમદાવાદ -માતા વૈષ્ણૌદેવી કટડાની વચ્ચે આ રેલગાડીઓનું સંચાલન 1 માર્ચથી શરૂ કરાશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે, આ દરેક ટ્રેનમાં કોરોનાની ગાઈડલાઈન્સનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. અને સાથે જ અહીં યાત્રીઓેએ પણ તેનું યોગ્ય રીતે પાલન કરવાનું રહેશે.
ઉત્તર રેલ્વેએ 5 અન્ય સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો લીધો નિર્ણય
ઉલ્લેખનીય છે કે લોકડાઉન અને કોરોના બાદથી કોઈ પણ રેગ્યુલર ટ્રેનનું પરિચાલન શરૂ કરાયું નથી. દરેક ટ્રેન સ્પેશ્યલ જ ચલાવવામાં આવી રહી છે. યાત્રીઓની સુવિધાને માટે ભારતીય રેલ્વે સમયાંતરે તેની સંખ્યામાં વધારો કરી રહી છે. આ સંદર્ભમાં મંગળવારે ઉત્તર રેલ્વેએ 5 વધુ સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.
જાણો 5 ટ્રેનનું ટાઈમ ટેબલ
05054/05053 લખનઉ- છપરા- લખનઉ- અઠવાડિયામાં 4 દિવસ

05054 લખનઉ- છપરા 04 દિવસ વિશેષ રેલગાડી 1 માર્ચથી શરૂ કરાશે. આ ટ્રેન દર સોમ, મંગળ, શુક્ર અને શનિવારે લખનઉથી રાતે 9 વાગે નીકળશે અને અન્ય દિવસે સવારે 11.20 મિનિટે છપરા પહોંચશે. પરત આવતી સમયે 05053 છપરા – લખનઉ 04 વિશેષ ગાડી 4 માર્ચથી નવી સૂચના સુધી દર સોમ, રવિ, શુક્ર અને શનિ વારે સાંજે 7.35 મિનિટે નીકળશે અને અન્ય દિવસે સવારે 8.45 મિનિટે લખનઉ આવશે. માર્ગમાં આ ગાડી બાદશાહનગર, ગોમતીનગર, ફૈઝાબાદ, અયોધ્યા, શાહગંડ, જૌનપુર, વારાણસી, ઓનરીહાર,ગાઝીપુર સિટિ, યૂસુફપુર, બલિયા અને સુરેમનપુર સ્ટેશન પર બંને સમયે એટલે કે આવતા અને જતા સમયે રોકાશે.
05083/05084 છપરા- ફરુર્ખાબાદ- છથપરામાં 3 દિવસ ચાલશે ટ્રેન

05083 છપરા- ફરુર્ખાબાદ અઠવાડિયામાં 3 દિવસ ચાલશે. તે 2 માર્ચથી નવી સૂચના સુધી દર મંગળ, બુધ અને શનિવારે સાંજે 6.10 વાગે છપરાથી નીકળશે અને અન્ય દિવસે બપોરે 12.20 મિનિટે ફરૂર્ખાબાદ પહોંચશે. પરત આવતી સમયે 05084 ફરૂર્ખાબાદ – છપરા અઠવાડિયામાં 3 દિવ, વિશેષ ગાડી 3 માર્ચથી નવી સૂચના સુધી ચાલુ થશે. તે બુધ, રવી અને ગુરુવારે ચાલશે. ફરૂર્ખાબાદથી બપોરે 2.35 મિનિટે નીકળશે અને અન્ય દિવસે સવારે 8.35 મિનિટે છપરા આવશે. ગૌતમસ્થાન, માંઝી, સુરેમાનપુર, રેવાથી, સહતપુરપુર, બલિયા, ચિલકાર, રાસરા, રતનપુરા, ઇન્દ્રજ , લખનઉ સિટી, આજમગઢ, શાહગંજ, અકબરપુર, અયોધ્યા, ફૈઝાબાદ, દરયાબાદ, બારાબંકી, એશબાગ, ઉન્નાવ, કાનપુર સેન્ટ્રલ, કાનપુર અનવરગંજ અને કન્નૌજ સ્ટેશન બંને દિશામાં અટકશે.
09457/09458 જોધપુર -દિલ્હી એક્સપ્રેસ દૈનિક સુપરફાસ્ટ

09457 જોધપુર -દિલ્હી એક્સપ્રેસ 1 માર્ચથી નવી સૂચના સુધી રોજ ચલાવાશે. તે રાતે 8.10 મિનિટે જોધપુરથી રવાના થશે અને બીજા દિવસે સવારે 6.30 મિનિટે દિલ્હી પહોંચશે. આ સાથે પરત સમયે 09458 દિલ્હીથી રાતે 9.20 વાગે નીકળશે અને સવારે 7.50 વાગે જોધપુર આવશે. આ સમયે તે વચ્ચે મેડતા રોડ, ડેગાના, મકારાના, કૂચામન સીટી, જયપૂર, દૌસા, બાંદીકુઈ, અલવર, રેવાડી, પટૌડી રોડ, ગઢી હરસરૂ તથા ગુડગામ સ્ટેશન પર બંને સમયે રોકાશે.
05011/05012 લખનઉ – ચંડીગઢ દેનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ

05011 સુપર ફાસ્ટ એક્સપ્રેસ 1 માર્ચથી લખઉથી રાતે 11.55 વાગે નીકળશે અને અન્ય દિવસે બપોરે 3.00 વાગે ચંડીગઢ પહોંચશે, પરત આવતી સમયે 05012 ચંડીગઢથી સાંજે 5.15 મિનિટે નીકળશે અને સવારે 9.15 મિનિટે લખનઉ પહોંચશે. વચ્ચે આ ગાડી અમ્બાલા છાવણી, જગાધરી કારખાના, યમુનાનગર જગાઘારી, સહારન પુર, રૂડકી, મોજમ્મપુર નારાયણ, વાસી કિરતપુર, બિજનૌર, હલદૌર, અમરોહા, મુરાદાબાદ, શાહજહાંપુર અને હરદોઈ સ્ટેશનોએ રોકાશે.
09415/09416 અમદાવાદ- માતા વૈષ્ણૌદેવી સાપ્તાહિક એક્સપ્રેસ સ્પેશ્યલ ટ્રેન

09415 અમદાવાદથી દર રવિવારે રાતે 8.20 વાગે નીકળશે અને ત્રીજા દિવસે સવારે 6.35 વાગે માતા વૈષ્ણૌદેવીના કટડા પહોંચશે. પરત આવતી સમયે 09416 માતા વૈષ્ણૌદેવીના કટડાથી દર મંગળવારે સવારે 10.40 મિનિટે નીકળશે અને બીજા દિવસે રાતે 10.00 અમદાવાદ આવશે. માર્ગમાં આ ટ્રેન સાબરમતી, મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના, રાની,મારવાર, બ્યાવર, અજમેર, કિશનગઢ, ફુલેરા, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઈ, અલવર, ખેરથલ, રેવાડી, ભિવાની, હિસાર, સિરસા, ફિરોઝપુર, જલંધર સિટી, બ્યાસ, અમૃતસર, બટાલા, જમ્મૂ તાવી અને ઉધમ પુર સ્ટેશનોએ બંને સમયે રોકાશે.
0 Response to "વૈષ્ણોદેવીના ભક્તો સહિત આ લોકોને મળશે રેલ્વેની નવી 5 સ્પેશ્યલ ટ્રેનની સુવિધા"
ટિપ્પણી પોસ્ટ કરો