પ્રિયંકા ચોપરાથી લઇને આ સ્ટાર્સને આ મામલે થયુ ભયંકર નુકસાન, થયું કંઇક એવું કે…

ગયા વર્ષની સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશન સ્ટડી રિપોર્ટ જાહેર થયા પછી બધા સ્ટાર્સે પોતપોતાની સફળતાને સારી રીતે કેશ કરાવવાના પ્રયત્ન કર્યા છે. પણ આ બ્રાન્ડ વેલ્યુ રિપોર્ટમાં સૌથી વધુ નુકશાન જો કોઈ કલાકારને થયું છે તો એ છે પ્રિયંકા ચોપરા. પ્રિયંકા ઘણા સમયથી કોઈ ભારતીય પ્રોડક્ટની નવી જાહેરાતમાં દેખાઈ નથી. અને હાલત એવી થઈ ગઈ છે બ્રાન્ડ વેલ્યુ મુજબ ટોચના 20 સ્ટાર્સમાં એ બસ કાર્તિક આર્યન કરતા જ ઉપર રહી ગઈ છે.

image source

અમેરિકન સર્વે કંપની ડફ એન્ડ ફેલપ્સ દર વર્ષે દુનિયાભરના અલગ અલગ દેશોના જાણીતા લોકોની લોકપ્રિયતાનો આંકડા ભેગા કરે છે. ભારતીય સેલિબ્રિટી પર પણ એનો રિપોર્ટ આવે છે. ગયા વર્ષના આંકડાઓ ભેગા કરીને કંપનીએ પોતાનો રિપોર્ટ આ મહિનાના પહેલા વિકમાં જાહેર કર્યા હતા. જેના અનુસાર વિરાટ કોહલી, અક્ષય કુમાર, રણવીર સિંહ, શાહરુખ ખાન અને દીપિકા પાદુકોને ટોપ 5માં પોતાની જગ્યા બનાવી છે. જો કે આ ટોપ પાંચ સ્ટાર્સમાં ફક્ત દીપિકા જ એવી વ્યક્તિ છે જેની બ્રાન્ડ વેલ્યુ ગયા વર્ષ કરતા 2 સ્ટેપ નીચે ઉતરી છે.

image soucre

પણ વર્ષ 2019ની બ્રાન્ડ વેલ્યુના હિસાબથી જોઈએ તો બે સ્ટેપ્સ નીચે ઉતરવા વાળી દીપિકા એકલી અભિનેત્રી નથી. ક્યારેક દેશના સૌથી મોટા બ્રાન્ડ રહી ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોનીની બ્રાન્ડ વેલ્યુ પણ બે સ્ટેપ નીચે ખસી છે અને એ નવમા સ્થાનેથી ખસીને 11માં સ્થાને પહોંચી ચુક્યા છે. બ્રાન્ડ વેલ્યુમાં બે સ્ટેપ્સની કમી સલમાન ખાનને પણ થઈ છે.

image source

વર્ષ 2019માં છઠ્ઠા સ્થાન પર રહેલા સલમાન ખાન ગયા વર્ષે આઠમા સ્થાન પર પહોંચ્યા છે. ટોપ 10માં પોતાની જગ્યા જગ્યા જાળવી રાખનાર અમિતાભ બચ્ચનની બ્રાન્ડ વેલ્યુ એક સ્ટેપ નીચે ખસી છે અને એ આઠમા સ્થાન પરથી ખસીને નવમા સ્થાને પહોચ્યા છે.

image source

પોતાની જગ્યા ગુમાવનારમાં સૌથી વધુ નુકશાન રણબીર કપૂરને થયું છે. પોતાની બે મોટી ફિલ્મો શમશેરા અને બ્રહ્માસ્ત્રની રીલીઝની વર્ષ 2021માં રાહ જોઈ રહેલા અભિનેતા રણબીર કપૂરને ચાર સ્ટેપ્સ નીચે ખસીને વર્ષ 2020ની રેન્કિંગમાં 18માં સ્થાનથી સંતોષ માનવો પડ્યો છે. એ વર્ષ 2019માં 14માં સ્થાને હતા. રણબીર કપૂરે હાલમાં જ લવ રંજન સાથે એક ફિલ્મ કરવાનો પ્લાન કર્યો છે. એ સિવાય એક ફિલ્મ એ અર્જુન રેડ્ડીના નિર્દેશક સાથે પણ કરી રહ્યા છે.

image source

પણ બ્રાન્ડ વેલ્યુની બાબતમાં જે ચહેરાને સૌથી વધુ નુકશાન વેઠવું પડ્યું છે એ છે દેશી ગર્લ પ્રિયંકા ચોપરા. વર્ષ 2019માં પ્રિયંકા સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુ એવેલ્યુએશન રિપોર્ટમાં 13માં સ્થાને હતી. વર્ષ 2020માં એ 6 સ્થાન નીચે ખસી છે. ભારતમાં લોકપ્રિય કોઈપણ બ્રાન્ડની વેલ્યુમાં આવેલી આ ગયા વર્ષની સૌથી મોટી અસર છે. એ હવે ટોપ 20માં 19માં નંબર પર છે એમની નીચે ફક્ત અભિનેતા કાર્તિક આર્યન જ છે., જેમની ટોપ 20 લિસ્ટમાં પહેલી વાર એન્ટ્રી થઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "પ્રિયંકા ચોપરાથી લઇને આ સ્ટાર્સને આ મામલે થયુ ભયંકર નુકસાન, થયું કંઇક એવું કે…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel