શું હોય છે નેશનલ સ્કોલરશીપ અને કેવી રીતે મળે છે સ્ટુડન્ટ્સને તેનો ફાયદો, જાણો
નેશનલ સ્કોલરશીપ પોર્ટલના ધારે હવે કોઈ પણ સ્ટુડન્ટસને નેશનલ સ્કોલરશીપ મળી શકે છે. હાલમાં જ સ્ટુડન્ટના હિતને ધ્યાનમાં રાખીને આ પોર્ટલને ફરીથી શરૂ કર્યું છે. એનએસપીની મદદથી હવે સ્ટુડન્ટ્સને લગભગ 16 નેશનલ લેવલ સ્કોલરશીપને માટે અપ્લાય કરવાનો ચાન્સ મળે છે. તેમાંની મોટાભાગની સ્કોલરશીપ મેટ્રિક લેવલની છે. ઉલ્લેખનીય છે કે સરકારના અલગ અલગ મંત્રાવયો દ્વારા આ પોર્ટલનું સંચાલન કરાય છે.

એનએસપી પોર્ટલની મદદથી સ્ટુડન્ટ્સ સ્કોલરશીપ સંબંધિત કોઈ પણ જાણકારી મેળવી શકે છે. કેન્દ્ર સરકારની તરફથી સમય સમય પર નેશનલ સ્કોલરશીપના ફોર્મ લેવાય છે. કેન્દ્ર સરકારના અનેક મંત્રાલયો જેવા કે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, સ્કૂલ શિક્ષા અને સાક્ષરતા વિભાગ, ઉચ્ચ શિક્ષા વિભાગ, જનજાતિય કાર્ય મંત્રાલય, રેલ મંત્રાલય વગેરેની મદદથી સ્કોલરશીપ પ્રોગ્રામ જાહેર કરાય છે. સ્ટુડન્ટ્સ આ વેબસાઈટ પર જઈને સ્કોલરશીપ સંબંધિત તમામ જરૂરી જાણકારી મેળવી શકે છે. યોગ્યતા અનુસાર તેમની પસંદગી કરાય છે.
આ ડોક્યૂમેન્ટ્સની પડે છે જરૂર

જો તમે મેટ્રિક લેવલ પર એપ્લાય કરી રહ્યા છો તો 10મા ધોરણની માર્કશીટ અને ઈન્ટરમીડિએટ લેવલ પર એપ્લાય કરી રહ્યા છો તો 12મા ધોરણની માર્કશીટ જરૂર રહે છે. જો તમે ગ્રેજ્યુએશનના બેઝિઝ પર એપ્લાય કરો છો તો ગ્રેજ્યુએશનની માર્કશીટ બતાવવાની જરૂરી રહે છે. આ સિવાય તમે મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ ડિટેલ્સ અને આધાર કાર્ડની સાથે સાથે આવકનું પ્રમાણપત્ર અને આવાસીય પ્રમાણપત્ર પણ માંગવામાં આવી શકે છે.
જાણો કેવી રીતે કરશો એપ્લાય

નેશનલ સ્કોલરશીપમાં એપ્લાય કરવા માટે તમારે તમારી પાસે જરૂરી ડોક્યૂમેન્ટ્સ રાખવાના રહે છે. આ પછી નેશનલ સ્કોલરશીપ પોર્ટલના ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહે છે. વેબસાઈટ પર જઈને તમારે ન્યૂ રજિસ્ટ્રેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. અહીં જઈને તમારે પ્રોફાઈલ ક્રિએટ કરવાની રહે છે. પ્રોફાઈલ ક્રિએટ કર્યા બાદ તમારી પાસે જરૂરી જાણકારી માંગવામાં આવશે. એકાઉન્ટને ક્રિએટ કર્યા બાદ તમારી સામે એક નવું પેજ ખૂલીને આવશે. આ પેજ પર જઈને તમારે કેટલાક સવાલોના જવાબ આપવાના રહેશે. જેમકે તમારી આવક કેટલી છે. તમે ભારતીય વિદ્યાર્થી છો કે નહીં વગેરે, દરેક ાણકારી માટે તમારી પાસે ડોક્યૂમેન્ટ માંગવામાં આવશે. ડોક્યૂમેન્ટ્સ આપ્યા બાદ તમારી પાસે તમારી કોલેજ કે સ્કૂલનું વેરિફિકેશન માંગવામાં આવશે. સ્કૂલ કે કોલેજથી સાઈન કર્યા બાદ તમારે ફરીથી પોતાના એકાઉન્ટ પર જઈને ફોર્મ સબમિટ કરવાનું રહે છે. ફોર્મ ભર્યાના 3-6 મહિના બાદ ગાઈડ લાઈન્સના આધારે તમારા બેંક એકાઉન્ટમાં નેશનલ સ્કોલરશીપના રૂપિયા આવવાનું શરૂ થઈ જશે.

તો હવે તમે પણ નેશનલ સ્કોલરશીપમાં એપ્લાય કરવા ઈચ્છો છો તો તમે આ સરળ રીતે ટ્રાય કરી શકો છો અને તમારો અભ્યાસ સારી રીતે પૂરો કરી શકો છો.
0 Response to "શું હોય છે નેશનલ સ્કોલરશીપ અને કેવી રીતે મળે છે સ્ટુડન્ટ્સને તેનો ફાયદો, જાણો"
ટિપ્પણી પોસ્ટ કરો