અપનાવી લો આ ખાસ ટ્રિક અને પાસવર્ડ વિના કોઈ યૂઝ નહીં કરી શકે તમારો ફોન

જો તમારો ફોન ખોવાઈ જાય છે કે પછી કોઈ અન્યના હાથમાં જતો રહે છે તો કોઈ અન્ય વ્યક્તિ તેનો ઉપયોગ કરી લે તે શક્ય બને છે. આ સાથે જ તેમાં રહેલી તમારી પર્સનલ ચીજો અને ડેટાનો મિસયૂઝ થવાનો ડર પણ તમને સતત રહ્યા કરે છે. તો તમે એક સિમ્પલ સેટિંગની મદદથી ફોનને પિન કરી શકો છો. તેનાથી તમારો ડેટા કોઈ અન્ય વ્યક્તિ યૂઝ કરી શકશે નહીં.

image source

આજકાલ સ્માર્ટફોન ફક્ત કોલિંગ સુધી જ સીમિત નથી. પણ ફોનમાં લોકોનો જરૂરી ડેટા પણ રહેવા લાગ્યો છે. આ સમયે અનેક વાર જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણો ફોન ઉપયોગમાં લે છે તો આપણો પર્સનલ ડેટા લીક થવાનો અને તેનો મિસયૂઝ થવાનો ડર આપણને સતત રહ્યા કરે છે. એવામાં અમે આપને એક એવા ફીચરને વિશે જણાવીશું જેનાથી તમારો ફોન અનલોક થયા બાદ પણ તમારો ડેટા કોઈ અન્ય વ્યક્તિ જોઈ શકશે નહીં. એટલે કે તમારી મરજી વિના તમારા ફોનનો ઉપયોગ કોઈ કરી શકશે નહીં. જો કે એન્ડ્રોઈડ ફોનમાં એક ખાસ ફીચર હોય છે. જેનો તમે ઉપયોગ કરી શકે છો. આ ફીચરથી તમારા ફોનનો પર્સનલ ડેટા અન્ય કોઈ વ્યક્તિ જોઈ શકશે નહીં. તેને માટે સેટિંગ્સમાં તમે આ ફેરફાર કરી લો તે જરૂરી છે.

image source

આજકાલ સ્માર્ટફોનમાં તમને પિન ધ સ્ક્રીન કે સ્ક્રીન પિનિંગનું એક ફીચર મળશે. આ ફીચરને ઓન કર્યા બાદ કોઈ અન્ય વ્યક્તિ તમારી મરજી વિના ફોન એક્સેસ કરી શકશે નહીં. એન્ડ્રાઈડ 5.0થી ઉપરના દરેક ફોનમાં આ ફીચર તમને મળી રહેશે. સેમસંગના સ્માર્ટફોનમાં પિન વિન્ડોઝનું ફીચર હશે.

image source

આ ફીચરની મદદથી તમે કોઈ પણ એપને લોક કે ફોનમાં પિન કરી શકો છો. આ પછી તમારા જે એપનો ઉપયોગ કરવા માટે કોઈ ફોન માંગે છે કે ફોનમાં કોઈ અન્ય એપ ઓપન કરવા ઈચ્છે છે તે કામ કરશે નહીં. જો કોઈ તમારી પાસે ફેસબુક એક્સેસ કરવા ફોન માંગી રહ્યું છે તો તમે ફેસબુકને તેમાં લોક કે પિન કરી લો. આ સમયે ફએસબિક સિવાય તમારા ફોનમાં કંઈ અન્ય વસ્તુ ચાલશે નહીં.

આ માટે કરો આ સ્ટેપ્સને ફોલો

આ માટે તમારે ફોનના સેટિંગ્સમાં જવાનું રહે છે.

image source

અહીં સિક્યોરિટી એન્ડ લોક સ્ક્રીનનું ઓપ્શન હશે. તેની પર ક્લિક કરો.

અહીં તમને પ્રાઈવસીના ઓપ્શન મળશે. સૌથી નીચે પિન ધ સ્ક્રીન કે સ્ક્રીન પિનિંગનું ઓપ્શન મળશે.

આ ઓપ્શન પર ક્લિક કરીને તેને ઓન કરી લો.

જ્યારે અન્ય વ્યક્તિને આ એપનો ઉપયોગ કરવો હશે તો તેને પિન કરવા માટે તેને ખોલ બંધ કરવું પડશે.

હવે તમારે રીસન્ટ એપ્સના ઓપ્શન પર જવાનું છે.

image source

આ એપને લોન્ગ પ્રેસ કરો જેને તમે પિન કરવા ઈચ્છો છો.

અહીં પિનના ઓપ્શનને પસંદ કરો. તમારા ફોનમાં પિન કરાયેલા એપના સિવાય અન્ય કોઈ ફીચર ખુલશે નહીં.

જ્યારે તમને ફોનથી પિનનું ઓપ્શન હટાવવાનું વિચારો છો તો તમારે હોમ અને બેક બંને બટનને એકસાથે પ્રેસ કરવાના રહે છે.

લોક સ્ક્રીન પાસવર્ડનો ઉપયોગ કરો. આ પછી આ ફીચર હટી જશે અને તમારો ફોન નોર્મલ યૂઝમાં આવી જશે.

Related Posts

0 Response to "અપનાવી લો આ ખાસ ટ્રિક અને પાસવર્ડ વિના કોઈ યૂઝ નહીં કરી શકે તમારો ફોન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel