OMG: યુવકે 60 મિનિટમાં 50 કિલોમીટર દોડાવી કાર, એક કલાકમાં 6 નાકાબંધી તોડી યુવાને રસ્તા પર બોલાવી રમઝટ, કાર ચાલકને રોકવા 100 પોલીસો થયા દોડતા
આ સમગ્ર રમઝટના કારણે જયપુરમાં કારની જાણે રેસ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં રોનિકની કારની હાલત પણ જોવા જેવી થઈ હતી. છેલ્લે તેની કારનું આગળનું ટાયર પણ ફાટી ગયું હતું. આ કારને રોકવા માટે જયપુરના 13 પોલીસ સ્ટેશનના લગભગ 100 પોલીસ કર્મીઓ ધંધે લાગી ગયા હતા.

રાજસ્થાનની રાજધાની જયપુરની પોલીસને ગત મોડી રાત્રે એક કાર ચલાકે ખૂબ દોડાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કાર ચાલકે પહેલા તો શહેરમાં અનેક જગ્યાએ નાકાબંદી તોડી અને પછી જ્યારે પોલીસે તેને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમના પર પણ ગાડી ચઢાવી દેવો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન પણ તેને અનેક કારને ટક્કર મારી દીધી હતી. મહામહેનત બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો અને તેની કારને જપ્ત કરી લીધી હતી.

પોલીસના જણાવ્યાનુસાર યુવકની ઓળખ ઝુઝુનુંના રહેવાસી રોનક તરીકે થઈ છે. પોલીસને 23 વર્ષીય રોનક પાસેથી મોબાઈલ ફોન અને કેટલીક રોકડ રકમ મળી છે. પોલીસે જણાવ્યું કે રોનક શહેરમાં અનેક જગ્યાએ નાકાબંધી તોડી હતી અને ત્યાંથી ભાગ્યો હતો.

જ્યારે સૌથી પહેલીવાર તેણે નાકાબંધી તોડી અને કાર ત્યાંથી હંકારી મુકી ત્યારે શહેરભરના પોંઈટ પર પોલીસને એલર્ટ કરવામાં આવી અને નાકાબંધી કડક કરી દેવામાં આવી. રોનકને દરેક પોઈંટ પર પોલીસે રોકવાના પ્રયત્ન કર્યા પરંતુ તે અટક્યો નહીં અને બેરીકેડ્સ તોડીને કાર ભગાવતો રહ્યો.
આ રીતે ઓવરસ્પીડમાં કાર ચલાવી, વારંવાર બેરીકેડ્સ તોડી ભાગતા કાર ચાલક પર પોલીસને પણ શંકા ગઈ અને શહેરમાં એલર્ટ જાહેર કરી પોલીસ પણ તેને ઝડપી પાડવા દોડતી થઈ ગઈ. જયપુરમાં રાતના સમયે ફિલ્મી ઢબે કારનો પીછો થવા લાગ્યો.

જયપુરના જૈન મંદિર પાસે પુરપાટ ઝડપે દોડતી કારને આગળ આવતા પોઈંટ પર પોલીસ કર્મીઓએ રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ ડ્રાઈવરે તેને વિધાયકપુરી તરફ વાળી દીધી. અહીં સર્કિટ હાઉસ પર કાર ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો.
પોલીસની પુછપરછમાં તેણે જણાવ્યું કે તે પોતાની કાર લઈ જયપુર ફરવા નીકળ્યો હતો તેના મિત્રો પણ કારમાં સવાર હતા. પરંતુ જયપુર-સીકર હાઈવે પર રાત્રે 1 કલાકે પોલીસે નાકાબંધી કરી. તેણે વધુમાં જણાવ્યું કે તેની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ ન હતું તેથી તે ગભરાઈ ગયો અને તેણે નાકાબંધી તોડી ત્યાંથી ભાગી ગયો.

પોલીસથી ભાગવાની શરુઆત થયા બાદ રોમિકે તેની ધરપકડ થઈ ત્યાં સુધીમાં એક પોલીસ કર્મીને ઘાયલ કર્યા, એક ધારાસભ્યની કારને ટક્કર મારી અને અનેક બેરીકેડ્સ તોડી નાખ્યા હતા. જાણવા એમ પણ મળે છે કે કાર ચલાવનાર અને તેમાં બેઠેલા લોકો નશાની હાલતમાં હતા. પોલીસે ડ્રાઈવર વિરુદ્ધ 151 કલમ અંતર્ગત કાર્યવાહી કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "OMG: યુવકે 60 મિનિટમાં 50 કિલોમીટર દોડાવી કાર, એક કલાકમાં 6 નાકાબંધી તોડી યુવાને રસ્તા પર બોલાવી રમઝટ, કાર ચાલકને રોકવા 100 પોલીસો થયા દોડતા"
ટિપ્પણી પોસ્ટ કરો