આ મહિલા સાથે પણ જબરું થયું, નસબંધી કરાવ્યાના 2 વર્ષ પછી થઈ ગર્ભવતી, એક તો પહેલાંથી જ છે 4 બાળકો
બિહારના મુઝફ્ફરપુરથી એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. આ વિશે વિગતે વાત કરીએ તો, આ મહિલાએ સરકારી હોસ્પિટલમાં બે વર્ષ પહેલા નસબંધી કરાવી હતી. આ મહિલાનું નામ ફૂલકુમારી છે. હાલમાં સામે આવ્યું છે કે, હવે નસબંધીના લગભગ બે વર્ષના સમય પછી આ મહિલા ગર્ભવતી હોવાની જાણ થઈ છે. જ્યારે મહિલાએ પ્રેગ્નન્સી ટેસ્ટ કર્યો, અને જે જોયું તે પછી મહિલા તરત જ હોસ્પિટલમાં દોડી ગઈ હતી, જ્યાં તેણે નસબંધી કરાવી હતી. મળતી માહિતી મુજબ આ મહિલાએ જિલ્લા ગ્રાહક આયોગમાં હવે ફરિયાદ કરી છે. આ સાથે જ મહિલાએ સરકારે પાસે 11 લાખ રૂપિયા વળતરની માંગ કરી છે.

આ બાબતે મળતી જાણકારી મુજબ આ મામલો મુઝફ્ફરપુરના મોતીપુર પ્રાથમિક કેન્દ્રનો છે. જ્યાં 27 જુલાઇ 2019ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નસબંધી કરાવતી મહિલા ફુલકુમારી દેવી ફરી ગર્ભવતી થઈ છે. આ મહિલાએ તે ગર્ભવતી કેવી રીતે થઈ એ વિશે જાણ કરીને આ કેસ અંગે વાત કરતા કહ્યું હતું કે જ્યારે હું મોતીપુર પીએચસી ગઈ અને ત્યાં મારી ગર્ભાવસ્થા વિશે માહિતી મેળવવા માટે મારો અલ્ટ્રાસાઉન્ડ ટેસ્ટ કરવામાં આવ્યો. રિપોર્ટમાં ફુલકુમારી ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મહિલાના પહેલાથી જ ચાર બાળકો છે. જે બાદ તેની નસબંધી કરાવી હતી. તે મહિલા જણાવે છે કે હવે પાંચમુ બાળક હું ઇચ્છતી ન હતી અને તે માટે જ મે આ નસબંધી કરવાનો નિર્ણય લીધો હતો. પરતું હોસ્પિટલની કઈક તો ગેરજવાબદારી રહી હશે જેથી હું ફરી ગર્ભવતી થઈ છુ. ત્યારે હવે મહિલાએ મુઝફ્ફરપુર ગ્રાહક પંચમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે આરોગ્ય વિભાગ પર બેદરકારી સામે આવી છે. આ સાથે જ સરકાર પાસે 11 લાખ વળતરની માંગ કરવામાં આવી છે. મહિલાનું કહેવું છે કે, આર્થિક સંકડામણ ને કારણે હું આ બાળકની ભવિષ્યની જવાબદારી લેવા તૈયાર નથી.

આ બાબતે ફુલકુમારીના એડવોકેટ ડો.એસ.કે. ઝાએ જણાવ્યું હતું કે, આ એક ગંભીર બાબત છે, જેના માટે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે. આચાર્ય સચિવ ઉપરાંત આરોગ્ય સચિવ, પરિવાર નિયામક નાયબ નિયામક અને મોતીપુર પીએચસીના પ્રભારી ડોક્ટરને પક્ષકારક બનાવવામાં આવ્યા છે. આ સૌ લોકો આ ઘટના થવા માટે સીધા કે આડકતરી રીતે જવાબદાર છે. તેને સજા મળે એ જરૂરી છે.

મળતી માહિતી મુજબ, આ કેસની સુનાવણી 16 માર્ચે નક્કી કરાઈ છે. મહિલાની ફરિયાદની નોંધ લેતાં જિલ્લા ગ્રાહક આયોગે, આ કેસમાં સુનાવણી 16 માર્ચે નક્કી કરી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં વસ્તીના નિયંત્રણ માટે નસબંધી કરાવતી મહિલાઓને સરકાર દ્વારા પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે,

તો જોવાનું રહ્યું કે, તંત્ર તેમની જવાબદારીમાં થયેલી ભૂલને કેવી રીતે સ્વીકારે છે અને આ મહિલાને આ બાળકના ઉછેર માટે તંત્ર અને સરકાર તરફથી શું મદદ આપવામાં આવે છે.
0 Response to "આ મહિલા સાથે પણ જબરું થયું, નસબંધી કરાવ્યાના 2 વર્ષ પછી થઈ ગર્ભવતી, એક તો પહેલાંથી જ છે 4 બાળકો"
ટિપ્પણી પોસ્ટ કરો