2 ટકા મગજ સાથે જનમ્યું બાળક, અંતિમ સંસ્કારની પણ ગણાઇ ઘડીઓ, પણ પછી એવો ચમત્કાર થયો કે…આ સત્ય હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો
જ્યારે નોઆહ વોલનો જન્મ થયો ત્યારે તેને માત્ર 2 ટકા જ મગજ હતો. આ જોઈને ડોકટર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ડોકટર્સને એમ લાગ્યું હતું કે આ બાળક હવે સામાન્ય જિંદગી નહીં જીવી શકે કારણ કે નોઆહ વોલને બે દુર્લભ કહી શકાય તેવી બીમારીઓએ જકડી રાખ્યો હતો.

ડોકટરોએ નોઆહ વોલના માતા પિતાને જણાવી દીધું હતું કે આ બાળક ચાલી નહિ શકે, પોતાની મેળે જમી નહિ શકે કે વાત પણ નહીં કરી શકે. ત્યારબાદ સૌ કોઈ દુઃખી થઈ ગયા અને આ બાળકની અંતિમ ક્રિયા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી અને કોફીન પણ ખરીદીને લઈ લેવામાં આવ્યું હતું.
પરંતુ આજે નોઆહ વોલ 9 વર્ષનો થઈ ગયો છે અને તેને એસ્ટ્રોનોટ બનવા માંગે છે અને તેના મગજમાં પણ ઘણો બદલાવ જોવા મળ્યો છે. ચાલો જાણીએ નોઆહ વોલની કહાની.

નોઆહ વોલનો જ્યારે જન્મ નહોતો થયો ત્યારે તેના માતા પિતાને ડોકટરોએ જણાવ્યું હતુ કે નોઆહ વોલ સ્પાઈના બોફીડા નામની બીમારીથી ગ્રસ્ત છે. અને એવું પણ બની શકે કે આ બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે તેની કરોડરજ્જુ સંપૂર્ણ વિકસિત ન હોય.
જેના કારણે બાળકની છાતીની નીચેનો ભાગ લકવાગ્રસ્ત થઈ જશે. જન્મ પહેલા જ્યારે નોઆહ વોલનું સ્કેનિંગ કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે તેના મગજનો ઘણોખરો ભાગ હતો જ નહીં.

નોઆહ વોલનો મગજ ફક્ત 2 ટકા જ વિકસિત થયો હતો કારણ કે તેના મગજમાં પોરીનસેફેલિક સિસ્ટ હતું. જેના કારણે તેના મગજનો મોટો ભાગ નષ્ટ થઈ ગયો હતો. એટલું જ નહીં ડોકટરોને એમ પણ લાગ્યું કે બાળકમાં પટાઉ સિન્ડ્રોમ અને એડવર્ડ સિન્ડ્રોમ વિકસિત થઈ ગયું છે. આ બન્ને દુર્લભ જેનેટિક બીમારીઓ હોવાથી કોઈ જીવિત બચી શકે તે ચમત્કાર જ ગણી શકાય.

એડવર્ડ સિન્ડ્રોમ એ ટ્રાઇમોસી 18 ના નામથી પણ ઓળખાય છે. સામાન્ય રીતે સ્વસ્થ માણસમાં ક્રોમોસોસની બે કોપી હોય છે. જ્યારે ટ્રાઇસોમી 18 માં આ કોપી વધીને 3 થઈ જાય છે. વિશ્વમાં આ બીમારીથી પીડિત 100 બાળકો પૈકી માત્ર 13 જ જીવિત રહે છે અને બાકીના 87 બાળકો જન્મના 1 વર્ષમાં જ મૃત્યુ પામે છે.
A boy born with just 2% of his brain is thriving years later. “Doctors thought he’d spend the rest of his life in a vegetative state. But the boy can talk, read, and even do math like any other 9-year-old boy.” via @ZMEScience https://t.co/VoKL2LUvQP pic.twitter.com/1ZOZ1xPgC6
— RealClearScience (@RCScience) March 27, 2021
આ.જ રીતે પટાઉ સિન્ડ્રોમ ક્રોમોસોસ 13 ની વધારાની કોપી બની જાય છે. 10 પૈકી એક બાળકને આ બીમારી હોય છે. આ આધુનિક દુર્લભ બીમારી કહી શકાય. આ બીમારીથી પીડિત બાળક પણ એક વર્ષ જેટલું જ જીવી શકે છે.

યુકેના કેંબ્રિયામાં જન્મેલા નોઆહ વોલની માતા મિશેલ વોલ કહે છે કે અમે લોકોએ કોફીનની તૈયારી પણ કરી લીધી હતી અને અંતિમ સંસ્કારની તૈયારી પણ હતી. પરંતુ નોઆહ વોલનો જ્યારે જન્મ થયો ત્યારે તેણે એવી ચીસ પાડી કે મારાથી રહેવાયું નહીં. આ ચીસ તેના જીવનની ચીસ હતી અને તેની ચીસના કારણે ડોકટરો પણ આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા કારણ કે તેઓને ઓન આટલા સક્રિય બાળકના જન્મનો અંદાજ નહોતો.

તાત્કાલિક તેનું MRI સ્કેન કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે આ બાળક તેના મગજના ફક્ત 2 ટકા ભાગ સાથે જન્મ્યો છે. આ સ્થિતિને હોઈડ્રોસિફેલસ કહેવામાં આવે છે. તેના કારણે મગજમાં એક ખાસ પ્રકારનો તરલ પદાર્થ જમા થઈ જાય છે. ત્યારબાદ ડોકટરોએ એવું અનુમાન લગાવ્યુ કે આ બાળકે જન્મ સમયે તો ચીસ પાડી પરંતુ બાદમાં તે વેજિટેટિવ સ્ટેટ એટલે કે નિષ્ક્રિય અવસ્થામાં જતો રહેશે. પરંતુ એવું કઈં થયું નહીં.

નોઆહ વોલ હાલ 9 વર્ષનો છે અને ચમત્કારીક રીતે તેનો વિકાસ પણ થયો છે. હાલમાં જ તેનો 9 મો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો. તે વાંચી શકે છે, પોતે જ ગણિતના કોયડાઓ લગાવે છે, તેને વિજ્ઞાન પણ પસંદ છે અને તે એક એસ્ટ્રોનોડ બનવા ઈચ્છે છે. નોઆહ વોલની માતાએ તેને તાલીમ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો. વહીલચેર પર રહેતા નોઆહ વોલને સ્કી અને સર્ફિંગ પણ ગમે છે અને તેના માતા પિતાની મદદથી તે એમ કરે પણ છે.

નોઆહ વોલની રિકવરી જન્મના સાત સપ્તાહ બાદ શરૂ થઈ હતી. ડોકટરોએ તેના માથામાં એક સ્ટંટ અને નરમ ટ્યુબ લગાવી દીધી હતી જેથી હાઇડ્રોસિફેલસના કારણે તેના મગજમાં જમા થતો તરલ પદાર્થ બહાર નીકળી શકે. આ કારણે તેના મગજમાં જગ્યા બનવી શરૂ થઈ અને તરત જ મગજે કામ કરવાનું શરૂ કરી દીધું અને તેનું ખાલી મગજ પણ ભરાવા લાગ્યું અને હવે નોઆહ વોલનું મગજ ફેલાઈ રહ્યું છે.

જો કે દુર્ભાગ્યની વાત એ છે કે નોઆહ વોલનું મગજ અને કરોડરજ્જુનો જોડાણ નથી થઈ શક્યું. એટલા માટે નોઆહ વોલ ચાલી નથી શકતો. તેમ છતાં નોઆહ વોલ હવે 9 વર્ષના બાળક જેવો જ દેખાય છે. તેની માતા મિશેલ વોલ કહે છે કે મારો દીકરો સ્માર્ટ થઈ રહ્યો છે અને દરરોજ તે કઇંક એવું કરે છે જેનાથી હું પ્રભાવિત થઈ જાવ છું. તેનું લક્ષ્ય દોડવું છે અને તેનું આ લક્ષ્ય પૂરું કરવા હું બધા પ્રયાસો કરીશ.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "2 ટકા મગજ સાથે જનમ્યું બાળક, અંતિમ સંસ્કારની પણ ગણાઇ ઘડીઓ, પણ પછી એવો ચમત્કાર થયો કે…આ સત્ય હકીકત જાણીને તમે પણ ચોંકી ઉઠશો"
ટિપ્પણી પોસ્ટ કરો