‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની પ્રિયા રીટા રિપોર્ટરે ખુલ્લે આમ કરી કિસ, તેના ફોટા થયા વાયરલ…
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ એક્ટ્રેસ પ્રિયા આહુજા હાલમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. શોમાં પ્રિયા રીટા રિપોર્ટરના રોલમાં જોવા મળે છે. પ્રિયા પતિ માલવ રાજડા સાથે વેકેશન મનાવી રહી છે.
માલવ રાજડા ‘તારક મહેતા..’ને ડિરેક્ટ પણ કરે છે. પ્રિયાએ સો.મીડિયામાં માલદીવ વેકેશનની કેટલીક તસવીરો શૅર કરી હતી. આ તસવીરો સો.મીડિયામાં વાઇરલ થઈ છે.
કોવિડ 19ને કારણે પ્રિયા લાંબા સમયથી વેકેશન મનાવી શકી નહોતી. તેણે માલદીવમાં ખુલ્લા મનથી રજાઓ માણી છે. પ્રિયા બિકીનીમાં જોવા મળી હતી.
તસવીરોમાં પ્રિયા તથા માલવ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. માલવ શર્ટલેસ અંદાજ જોવા મળ્યો હતો.
પ્રિયાએ સો.મીડિયામાં કહ્યું હતું, ‘હા, હું હસી રહી છું. હસી રહી છું, કારણ કે મારી પાસે પર્ફેક્ટ લુક્સવાળું શરીર નથી.
મારા શરીર પર સ્ટ્રેચ માર્ક છે, લૂઝ સ્કિન છે અને ફેટ પણ છે. મને આ તમામ બાબતો પર ગર્વ છે. કારણ કે આ બધું જ મને કોઈને જન્મ આપ્યા બાદ મળ્યું હતું. 9 મહિના માટે આ પેટ તેનું ઘર હતું.’ પ્રિયા તથા માલવ પોતાના દીકરાને લઈને આવ્યા હતા. દીકરો પણ રેતીમાં રમતો જોવા મળ્યો હતો.
0 Response to "‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની પ્રિયા રીટા રિપોર્ટરે ખુલ્લે આમ કરી કિસ, તેના ફોટા થયા વાયરલ…"
ટિપ્પણી પોસ્ટ કરો