શુ તમે જાણો છો ?? અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું રહસ્ય, આ મોટા ભાગના લોકો જાણતા નથી…
હાથની રેખા તથા માથાની રેખા ને લઈને કેટલાક જ્યોતિષ લોકોના ભવિષ્ય બતાવે છે. પરંતુ આપણા શરીરમાં આવેલા અંગોને પણ જોઈને આપણું ભવિષ્ય જાણી શકાય છે. જેમાં આપના પગ ના અંગુઠા ની બાજુમાં રહેલી આંગળીના કદ પરથી કહી શકાય કે કઇ વ્યક્તિનો સ્વભાવ કેવો હોઇ શકે.
સામુદ્રિક શાસ્ત્રો અનુસાર શરીરના દરેક અંગો વ્યક્તિનું વ્યક્તિત્વ તેમજ ભવિષ્ય વિષે કઈક જણાવે છે. ત્યારે જો તેના પગ ની આંગળી ની વાત કરવામાં આવે તો તેના પરથી તે વ્યક્તિ કેવી છે. અને તેનું વ્યક્તિત્વ કેવું છે તે જાણી શકાય છે. આવા લોકો જેમની આગળી અંગુઠાને બરાબર હોય છે તે મહેનતુ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે.
ત્યારે જો અંગુઠાની બાજુની આંગળી જો અંગૂઠા જેટલી જ હોય તો તે વ્યક્તિ ખૂબ જ મહેનતુ વ્યક્તિ ગણી શકાય અને આવા પ્રકારની વ્યક્તિ સકારાત્મક વિચારો રાખે છે. અને આજુ બાજુમાં રહેલા તમામ લોકોને સકારાત્મક વિચારો આપે છે. અને આ પ્રકારની વ્યક્તિ સમાજમાં ખૂબ જ નામના મેળવે છે.
પરંતુ જો આ જ આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો તે પ્રકારની વ્યક્તિ ખૂબ ઉર્જાવાન અને જોશીલા હોય છે. જે હંમેશા ખુશ રહેવાનું પસંદ કરે છે. સાથે જ તેની આજુબાજુમાં રહેતા તમામ લોકોને તે ખુશ રાખે છે. આવા પ્રકારની વ્યક્તિનું દિમાગ ખૂબ જ ચતુર હોય છે, અને તે દરેક કામ ને કાળજીપૂર્વક કરવામાં નિપુણ હોય છે. આવા લોકો ખૂબ ઓછા મિત્રો બનાવે છે
0 Response to "શુ તમે જાણો છો ?? અંગુઠા ની બાજુમાં આવેલી આંગળી મોટી હોવાનું રહસ્ય, આ મોટા ભાગના લોકો જાણતા નથી…"
ટિપ્પણી પોસ્ટ કરો