સ્મોકિંગ કરવાથી હોઠ કાળા થઈ ગયા છે? તો અપનાવો આ ઉપાય, થઇ જશે પહેલા જેવા જ…
સિગારેટ અથવા બીડી પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્મોકિંગ કરનાર દરેક વ્યક્તિ આ જાણે છે, પરંતુ તે તેના વ્યસનથી દૂર રહી શકતા નથી. સ્મોકિગ આરોગ્ય પર ખરાબ અસર કરી શકે છે, પરંતુ સૌ પ્રથમ, તે તમારા હોઠનો રંગ બગાડે છે. અમે તમને કેટલીક ટિપ્સ જણાવીશું જે સ્મોકિંગના કારણે તમારા કાળા થયેલા હોઠને ફરીથી ગુલાબી બનાવી શકે છે. તો ચાલો જાણીએ એ ટિપ્સ વિશે.
બીટરૂટ

બીટરૂટ ખાવાથી તમારા શરીરમાં લોહીની કમી દૂર થાય છે. ત્વચા માટે તો આ સારું જ છે સાથે તે તમારા હોઠને પણ ગુલાબી કરી શકે છે. આ માટે તમે બીટરૂટ પીસી લો અને તેમાં પેટ્રોલિયમ જેલી મિક્સ કરો. હવે આ પેસ્ટને હોઠ પર લગાવો. એક અઠવાડિયામાં તમારા હોઠનો રંગ ફરીથી ગુલાબી થઈ જશે.
હળદર અને દૂધ

તમારા હોઠોને નરમ અને ગુલાબી બનાવવા માટે હળદર અને દૂધની પેસ્ટ ખૂબ અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે દૂધમાંથી મલાઈ કાઢી લો અને તેમાં હળદર મિક્સ કરીને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારા હોઠ પર લગાવો અને થોડીવાર માટે રહેવા દો, થોડા સમય પછી પાણીથી ધોઈ લો. એકવારમાં જ તમને તમારા હોઠમાં તફાવત લાગશે.
લીંબુ

શરીરને સાફ કરવા માટે લીંબુ ઘણી રીતે ઉપયોગી છે. વાળમાં ડેન્ડ્રફ હોય તો પણ લીંબુ લગાવવાથી ફાયદો થાય છે. જો ત્વચા કાળી થઈ ગઈ છે તો લીંબુના છાલને ત્વચા પર ઘસવાથી ત્વચા સાફ થાય છે. હોઠની સુંદરતા જાળવવા માટે પણ આ જ ઉપાય છે. તમારા કાળા થયેલા હોઠને ફરીથી ગુલાબી બનાવવા માટે લીંબુ હોઠ પર ઘસો, પરંતુ તમારે આ કાર્ય ખૂબ કાળજીપૂર્વક કરવું પડશે.
ખાંડ અને લીંબુ

એક ચમચી ખાંડમાં એક આખા લીંબુનો રસ ઉમેરો અને એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટ તમારા હોઠ પર લગાવો. થોડા સમય પછી ચહેરો ધોઈ લો. આ પેસ્ટને લાંબા સમય સુધી હોઠ પર રાખવાથી તમારા હોઠ વધુ સુકાઈ જાય છે. તેથી, આ પેસ્ટ પછી હોઠ પર ઘી અથવા પેટ્રોલિયમ જેલી લગાવવાની સલાહ આપવામાં આવે છે.
ગુલાબ

ગુલાબમાં ત્રણ વિશેષ ઔષધીય ગુણધર્મો જોવા મળે છે. તે રાહત આપવા, ઠંડક આપવા અને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. ગુલાબની પાંખડીઓ હોઠની કાળાશ દૂર કરે છે અને હોઠને ગુલાબી બનાવે છે. આ માટે ગુલાબજળના થોડા ટીપાંને મધમાં મિક્સ કરીને હોઠ પર લગાવો અને થોડા સમય પછી તમારા હોઠ પાણીથી સાફ કરો. આ ઉપાય 7 દિવસ સુધી અપનાવવાથી તમારા હોઠની કાળાશ દૂર થશે.
ઓલિવ તેલ
ઓલિવ તેલ તમારા કાળા હોઠોને ગુલાબી બનાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે આંગળી પર ઓલિવ તેલના થોડા ટીપાં લો અને હોઠ પર હળવી મસાજ કરો. આ કરવાથી હોઠ ગુલાબી રંગના થશે અને નરમ પણ થશે.
દાડમ
હોઠની સંભાળ રાખવા માટે દાડમ શ્રેષ્ઠ ઉપાય છે. હોઠોને પોષણ આપવાની સાથે સાથે તે મોઇશ્ચરાઇઝ કરવાનું પણ કામ કરે છે. હોઠ પર ભેજ પાછો લાવવા ઉપરાંત, દાડમ હોઠની કુદરતી રંગત પણ લાવે છે. આ માટે કેટલાક દાડમના દાણા પીસી લો અને તેમાં થોડું દૂધ અને ગુલાબજળ મિક્સ કરો. હવે આ પેસ્ટ હોઠ પર હળવા હાથથી લગાવવાથી ફાયદો થશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "સ્મોકિંગ કરવાથી હોઠ કાળા થઈ ગયા છે? તો અપનાવો આ ઉપાય, થઇ જશે પહેલા જેવા જ…"
ટિપ્પણી પોસ્ટ કરો