ગુજરાતમાં પાડોશીએ લજવી માનવતા, ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ કરી હત્યા…

સલામત ગુજરાતના દાવા કેટલા પોકળ છે તે વાત આ ઘટનાથી સાબિત થઈ રહી છે. છોકરીઓ પોતાના ઘરમાં પણ સલામત નથી. ઘર આંગણે રમતી 4 વર્ષની ફૂલ જેવી કોમળ છોકરીને પાડોશીએ પોતાની હેવાનિયતનો શિકાર બનાવી. સલામત ગુજરાતમાં શું દીકરીઓની સલામતી ક્યાંય નથી.

આ ઘટના ગુજરાતના વલસાડમાં આવેલા દાનહના નરોલીમાં બની છે. અહીં પોતાના આંગણામાં રમી રહેલી 4 વર્ષની છોકરીને પોતાની હેવાનિયતનો શિકાર બનાવી છે. અહીં આરોપીએ બાળકીના શરીરના ટુકડા ટુકડા કરી દીધા અને તેને ફેંકી દીધા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી અને ભય ફેલાયો છે. એટલું નહીં આ સિવાય ટોઈલેટની બારીનો કાચ તૂટેલો દેખાતા આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. બપોરથી ખોવાઈ ગયેલી દીકરીને શોધતા માતા પિતાને જ્યારે દીકરીની લાશના ટુકડા મળ્યા ત્યારે તેઓ પર જાણે કે આભ તૂટ્યં હતું.

image source

આવી છે ઘટનાની વિગત

નરોલીમાં જે ઘટના બની છે તેનાથી સમગ્ર પંથકમાં હાહાકાર અને ભયની લાગણી ફેલાઈ ચૂકી છે. એક પરિવારની 4 વર્ષની દીકરી શુક્રવારે બપોરે ઘરના આંગણે રમી રહી હતી. આ સમયે તેની સાથે અન્ય કેટલાક બાળકો હતા. થોડી વાર સુધી બાળકી દેખાઈ નહીં તો પરિવાર પરેશાન થયો. શોધખોળ બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવારે પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ઘટનાની તરત જ તપાસ શરૂ કરી અને પહેલા તો બાળકીના ઘરની આસપાસ જ શોધ શરૂ કરી હતી.

આ રીતે પોલીસે પકડ્યો આરોપીને

image source

જ્યારે પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું ત્યારે તેમને બાળકીના ઘરની આસપાસ ટોયલેટની પાઈપલાઈનમાં એક શંકાસ્પદ થેલો મળ્યો. અહીં તેઓએ આ થેલાની તપાસ શરૂ કરી તો તેમને તેમાંથી બાળકીના શરીરના ટુકડા ટુકડા મળ્યા. પોલીસ પણ આ જોઈને નવાઈ અનુભવી રહી હતી. આ સાથે જ અહી તેઓએ એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. આસપાસના લોકોને આ વ્યક્તિ વિશે પોલીસે પૂછ્યું તો જાણવા મળ્યું છે કે તે અવારનવાર અનેક લોકોને હેરાન કરે છે અને ક્યારેક છેડતી પણ કરે છે. સોસાયટીના લોકોએ તેને અનેકવાર મેથીપાક પણ ચખાડ્યો છે.

image source

પોલીસ તપાસમાં સામે આવી આ વાત

પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકી જ્યારે ઘરની બહાર અન્ય બાળકો સાથે રમી રહી હતી ત્યારે આ આરોપી વ્યક્તિ તેને ગ્રાઉન્ડ ફ્લોરથી પોતાના ઘરમાં લઈ ગયો અને તેની સાથે દુષ્કર્મ કર્યું. જેના કારણે પીડાથી બાળકીનું મોત થયું હતું. આ વ્યક્તિની હેવાનિયત અહીંથી પૂરી ન થઈ. તેણે આ દીકરીની લાશના ટુકડા ટુકડા કરી દીધા અને ટોઈલેટની બારીમાંથી કાચ તોડીને ફેંક્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

image source

પોલીસ તપાસ હજુ પણ ચાલુ છે

આ ઘટનાની જાણ પરિવારે કર્યા બાદ આટલી માહિતી મળ્યા બાદ પોલીસ આરોપીની વધુ તપાસ કરી રહી છે. આ સાથે જ્યારે આ વ્યક્તિ ફ્લેટના રૂમની બાથરૂમની બારીમાંથી લાશને થેલામાં ભરી રહ્યો હતો અને થેલો ફેંકવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેની માહિતિ સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી.

image source

ઘટનાથી પિતાએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

પોતાની 4 વર્ષની કૂમળી ફૂલ જેવી બાળકીનું જે રીતે આરોપીએ મોત કર્યું તેનાથી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે અને સાથે જ બાળકીના પિતાએ ફિનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. સોસાયટીના લોકોમાં આરોપી માટે ગુસ્સો છે અને સાથે જ પરિવારે બાળકીના પિચાને સારવાર માટે નજીકની હોસ્પટલમાં દાખલ કર્યા છે. હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. તમામ રહીશોએ આ આરોપીને યુવતીઓની છેડતી અને તેમની સાથે આ ક્રૂર ઘટના બદલ તેને કડક સજા આપવાનું કહ્યું છે. લોકોમાં ભયંકર રોષની લાગણી જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ :દિવ્યભાસ્કર)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Related Posts

0 Response to "ગુજરાતમાં પાડોશીએ લજવી માનવતા, ચાર વર્ષની બાળકીની દુષ્કર્મ બાદ કરી હત્યા…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel