દિશા પટનીના આ નવા મેકઅપ ટ્રેન્ડે સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, તમે પણ જૂઓ તસવીરો
દિશા પટની સામાન્ય રીતે તેના બોલ્ડ કપડા અને સુપર બોલ્ડ સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે. તેની સ્લિમ ફિગર અને સ્કિની બોડી તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે. જો કે, મેકઅપને લઈને દિશાની ઘણી ઓછી ચર્ચા થાય છે. આનું એક કારણ એ છે કે દિશા મોટે ભાગે મેકઅપ વિના કે નેચરલ મેકઅપ લુકમાં રહેવાનું પસંદ કરે છે.
મેક અપ લવર્સ સામે એક મોટો પડકાર

પરંતુ એક સામાન્ય માણસની જેમ સેલિબ્રિટીઝે પણ વર્ષ 2020 માં ઘણું બધુ નવુ શીખ્યા અને નવુ કર્યું પણ ખરા. કારણ કે કોરોનાએ ન માત્ર આપણો ખોરાક અને જીવનશૈલી બદલી પરંતુ મેકઅપની રીત પણ ખૂબ પ્રભાવિત થઈ હતી. હવે સંપૂર્ણ મેકઅપ તો માસ્કમાં ઢંકાય જાય છે. આવી સ્થિતિમાં મેક અપ લવર્સ સામે એક મોટો પડકાર સામે આવ્યો છે કે તે બહાર જતા સમયે પોતાના લૂકને વધુ આકર્ષક કેવી રીતે બનાવી શકે.
આંખના મેકઅપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી

હવે જ્યારે કોરોનાથી બચાવા માટે આખો ચહેરો માસ્કથી કવર થઈ જાય છે, તો તમારા દેખાવને વધુ આકર્ષક બનાવવા માટે તમારી આંખના મેકઅપ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. આના પર કામ કરતી વખતે દિશા પટનીએ તેની પાપણ પર ગોલ્ડન કલર આઇ શેડોનો ઉપયોગ કર્યો છે. આ ગોલ્ડન આઈ શેડો સાથે દિશાની પાપણો વધુ આકર્શક લાગી રહી છે. આ આકર્ષણ વધારી રહ્યો છે તેની આંખની પાપણ પર લગાવેલો આઈ શેડો. મેકઅપની સૌથી અગત્યની બાબત એ છે કે તમે તમારા ટૂલ્સનો ઉપયોગ કેવી રીતે કર્યો છે.
પાપણ સુધી જ સિમિત રાખ્યો

માત્ર આઈ શેડો જ નહીં, પરંતુ ચહેરા પર મેકઅપ લગાવવા માટે કોઈ સેટ પેટર્ન નથી હોતી. કારણ કે તમારા ચહેરા પર કઈ પ્રોડક્ટને કેવી રીતે અપ્લાઈ કરવી, તે તમારા ફેસકટ વધુ નિર્ભર કરે છે. દિશાનો ચહેરો પાતળો અને ડાયમંડ શેપમાં છે. તેમણે આઈ શેડોનો ઉપયોગ કરતા સમયે તેને પાપણ સુધી જ સિમિત રાખ્યો છે. તેણે આઈબ્રોની નીચે સુધી ટચ નથી આપ્યો, તેના બદલે તેને આઉટર કોર્નર્સ સુધી લઈ જઈને એન્ડ અપ કર્યો છે. આને કારણે તેમની આંખો મોટી અને વધુ આકર્ષક લાગે છે.
નો લિપસ્ટિક ટ્રેન્ડ ખૂબ સામાન્ય બની જશે

હવે જલ્દીથી જ નો લિપસ્ટિક ટ્રેન્ડ ખૂબ સામાન્ય બની જશે. લિપસ્ટિકની જગ્યાએ લિપ ગ્લોસ, કલર્ડ લિપ ખૂબ સામાન્ય બની જશે. આનું કારણ ફેસ માસ્ક પણ છે. દિશાએ પણ આ લુકમાં તેના હોઠ નેચરલ અને બેબી પિંક રાખ્યા છે. ગોલ્ડ આઈ શેડોની સાથે દિશાએ આ કૈરેટ કવર આઈ શેડોમાં પણ દિશાએ હોઠને નેચરલ જ રાખ્યા છે. જ્યારે દિશાએ ગોલ્ડન આઈ શેડોની સાથે નેચરલ બ્લશનો ઉપયોગ કર્યો છે અને તેના વાળને આગળના ભાગમાં ખુલ્લા રાખ્યા છે. જે રીતે રોગચાળોએ આખી દુનિયાને ઘેરી લીધી છે અને હવે ફરી એકવાર તેના નવા સ્ટ્રેનનો ખતરો વધી રહ્યો છે, તેના કારણે, આવનારા વર્ષમાં પણ આ જ પ્રકારનો સેમ મેકઅપ રહેશે.
મેકઅપના ટ્રેન્ડ વિશે ઘણું બધુ જણાવી રહી છે

જો ભવિષ્યમાં કોરોના ચેપનું જોખમ આ જ રીતનું રહેશે તો પછી ડાર્ક અને ડિપ રંગનો ટ્રેન્ડ ફરી એકવાર જોવા મળશે. કારણ કે આ રંગો ફક્ત એનેર્જેટિક ફિલ આપે છે પણ જોવામાં પણ ખૂબ આકર્ષક લાગે છે. આ ફોટોમાં દિશા આગામી ફેશન અને મેકઅપના ટ્રેન્ડ વિશે ઘણું બધુ જણાવી રહી છે. ડીપ વાઇન કલરનો ડ્રેસ અને આ જ કલર ટોનનો આઇ શેડો, લાઈટ બ્લશ અને નો લિપસ્ટિક અથવા બેબી પિંક લિપસ્ટિક… આ જ ટ્રેન્ડ જોવા મળશે. જેથી તમારા ચહેરાનું માસ્ક ગંદુ ન થાય અને માસ્કના કારણે આખા ચહેરા પર લિપસ્ટિક ફેલાય પણ નહીં.
ફોટોમાં રોઝી આઇ શેડોનો ઉપયોગ કર્યો

દિશાએ ગોલ્ડન, કેરેટ અને વાઇન કલર ટોન બાદ આ ફોટોમાં રોઝી આઇ શેડોનો ઉપયોગ કર્યો છે. જોકે, આ ફોટોમાં દિશાએ ચેરી રેડ લિપસ્ટિક લગાવી છે. પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને લાગશે કે આ ફોટો સેલ્ફીનો છે અને ઘરમાં તો તમે લિપસ્ટિક લગાવવાનો શોખ પૂરો કરી શકો છો. ડ્રેસિંગ, મેકઅપ કે ફૂડ ભલે ગમે તે હોય, દરેક વસ્તુમાં વેરાયટીઝનો ઉદેશ્ય મનને ખુશી આપવાનો હોય છે. તો તૈયાર થઈ જાવ નવા વર્ષમાં નવા આઈ શેડો સાથે પ્લે કરવા માટે. હેપી ન્યૂ યર 2021!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "દિશા પટનીના આ નવા મેકઅપ ટ્રેન્ડે સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ, તમે પણ જૂઓ તસવીરો"
ટિપ્પણી પોસ્ટ કરો