ગુજરાતમાં અહીં સગીરાની છેડતી કરીને ત્રણ યુવકોએ દુષ્કર્મ ગુજારીને કર્યુ…
સલામત ગુજરાતની વાતો અને દાવાઓ જાણે કે પોકળ સાબિત થઈ રહ્યા છે. ગુજરાતમાં આજકાલ છેડતી, મોત અને દુષ્કર્મની ઘટનાઓ સતત વધઈ રહી છે. હાલમાં જ ગુજરાતના પાટણમાં આવેલા સાંતલપુરમાં સગીરા સાથે અણછાજતી ઘટના સામે આવી છે. જાણો શું છે સમગ્ર ઘટના.

પાટણના સાંતલપુર ગામની એક સગીરા એકાદ મહિના પહેલાં જ માર્કેટમાં કપડાની ખરીદી કરવા ગઈ હતી. આ સમયે કેટલાક અસામાજિક તત્વો તેની આસપાસ ફરી રહ્યા હતા. સગીરા સાંતલપુર પ્રાથમિક શાળા પાછળ જ્યારે બાથરૂમ કરવા ગઈ ત્યારે તકનો લાભ લઈને 3 અસામાજિક તત્વોએ તેનો પીછો કર્યો અને તેને ઘેરી લીધી. આ સાથે તેમની પાસે છરી પણ હતી. તેને છરીની ધાર બતાવીને ડરાવીને આ ત્રણેય અસામાજિિક તત્વોએ તેની સાથે દુષ્કર્મ કર્યું.

એટલું ઓછું હોય તેમ આ નખરોળ માનસિકતા ધરાવતા તત્વોએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો. સગીરાને વીડિયો લોકોને બતાવી દેવાની ધમકી આપતા અને તેને વારે ઘડી બોલાવતા હતા. જ્યારે સગીરાએ તેમની વાત માનવાનો ઈન્કાર કર્યો તો આ નરાધમોએ હદ પાર કરી અને આ દુષ્કર્મનો વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થતાં જ આખા પંથકમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. સગીરાના ભાઈએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આ 3 નરાધમોની વિરુધ્ધમાં ફરિયાદ લખાવી છે.
આવી રીતે બની સમગ્ર ઘટના

સાંતલપુરના નાના ગામની એક સગીરા કપડા માર્કેટમાં કપડા લેવા ગઈ હતી. આ સમયે તેને બાથરૂમ લાગતાં તે સાંતલપુર પ્રાથમિક શાળાની પાછળ ગઈ હતી. જ્યારે તે બાથરૂમ ગઈ ત્યારે અચાનક પાછળ આવી રહેલા 3 અજાણ્યા લોકોએ તેનો પીછો કરવાની સાથે તેને ઘેરી લીધી અને અવાજ ન આવે તે માટે તેના મોઢામાં ડૂચો મારી દીધો હતો. આ પછી તેઓ તેને બાથરૂમમાંથી સ્કૂલના અવાવરુ રૂમમાં લઈ ગયા હતા. આ સાથે જ તેને છરીની અણી બતાવીને તેની સાથે દુષ્કર્મ કર્યું અને તેનો વીડિયો પણ બનાવ્યો. આ આરોપીઓ મિતાઝખાન, શક્તિસિંહ અને જગતસિંહ હોવાનું સામે આવ્યું છે.

આ સાથે તેઓએ જ્યારે સગીરાને છોડી ત્યારે કહ્યું કે અમે બોલાવીએ ત્યારે આવી જજે નહીં તો તારો આ વીડિયો વાયરલ કરી દેશું. ઘટનાના 15 દિવસ બાદ સગીરા તેની બહેન અને અન્ય સહેલીઓ સાથે વાત કરી રહી હતી તે સમયે તેઓ આવ્યા અને વીડિયો બતાવ્યો. સાથે ધમકીભરી રીતે કહેવા લાગ્યા કે અમે તને એકલામાં મળવા બોલાવીએ છીએ તો પણ તું કેમ આવતી નથી. જો તું 2 દિવસમાં અમારી પાસે મળવા નહીં આવે તો અમે તારો વીડિયો સમાજના ગ્રૂપમાં વાયરલ કરી દઈશું. પણ સગીરાએ તેમની ધમકી માની નહીં. જેના પગલે આ નરાધમોએ સગીરાની સાથેના દુષ્કર્મનો વીડિયો વાયરલ કર્યો હતો.
સગીરાની સાસરીમાં પણ હાહાકાર મચ્યો

આપને જણાવી દઈએ કે સગીરાની સગાઈ કરી દેવામાં આવી છે. આ વીડિયો વાયરલ થતાં જ તેના જેઠની નજરમાં આવ્યો અને તેઓએ સગીરાના ભાઈ સાથે વાત કરી. પરિવાર હાજર રહ્યા અને સમગ્ર ઘટનાની જાણ સગીરાએ પરિવારને કરી. સગીરાના ભાઈએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં આ 3 નરાધમો વિરુદ્ધ ફરિયાદ કરી છે. સગીરાનુ મેડિકલ ચેકઅપ પણ પોલીસની ટીમ કરાવી રહી છે અને સાથે જ નરાધમોને શોધવાની તપાસ પણ ચાલુ કરાઈ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "ગુજરાતમાં અહીં સગીરાની છેડતી કરીને ત્રણ યુવકોએ દુષ્કર્મ ગુજારીને કર્યુ…"
ટિપ્પણી પોસ્ટ કરો