બોલીવુડની અભિનેત્રી એશ્વર્યાની પુત્રી આરાધ્યાની સ્પીચ નો સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ થયો વાયરલ…
હિન્દી સિનેમામાં બચ્ચન પરિવારની પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. છેલ્લા 51 વર્ષથી બચ્ચન પરિવાર બોલિવૂડ સાથે સંકળાયેલ છે.
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન આ પરિવારનું ગૌરવ છે. ઘણીવાર આ બધા ફિલ્મી સ્ટાર ચર્ચામાં રહે છે. તેમજ બચ્ચન પરિવાર સાથે સંકળાયેલા અન્ય લોકો પણ અવારનવાર ચર્ચામાં રહે છે.
હિન્દી સિનેમાના દિગ્ગજ નેતા અમિતાભ બચ્ચનની નાની પૌત્રી અને અભિષેક અને એશ્વર્યાની લાડલી પુત્રી આરાધ્યા બચ્ચન પણ ખૂબ પ્રખ્યાત છે. 9 વર્ષની આરાધ્યા બચ્ચનની મોટી ફેન ફોલોવિંગ છે.
આરાધ્યા ઘણીવાર પરિવાર તરફથી મળેલ સંસ્કાર બતાવતી જોવા મળે છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેના દ્વારા આરાધ્યાએ લોકોનું દિલ જીતી લીધું છે.
ખરેખર એક વીડિયો સોશિયલ મીડિયા પર તાજેતરમાં જ ખૂબ વાયરલ થયો છે, આ વીડિયોમાં આરાધ્યા અંગ્રેજી ભાષામાં સ્પીચ આપતી જોઇ અને સાંભળી શકાય છે.
ખાસ વાત એ છે કે, જ્યારે આરાધ્યા સ્પીચ આપી રહી હતી, ત્યારે અભિનેતા શાહરૂખ ખાન પણ તેની સામે બેઠેલા જોવા મળ્યા હતા અને તેનાથી પણ ખાસ વાત એ છે કે શાહરૂખ ખાન પણ આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરવાથી રોકી શક્યા નહિં.
આરાધ્યા બચ્ચન હંમેશાં સોશિયલ મીડિયા પર હેડલાઇન્સનો વિષય બની રહે છે. કેટલીકવાર તે પોતાના દાદા અમિતાભ બચ્ચન સાથે પોઝ આપતા જોવા મળે છે તો ક્યારેક માતા-પિતા સાથે પેપરાઝીને પોઝ આપતા જોવા મળે છે.
હાલમાં તો તેનો વાયરલ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે વીડિયો જૂનો છે, પરંતુ તે ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આરાધ્યાએ દરેકને કર્યા ઈમ્પ્રેશ:
જણાવી દઈએ કે આરાધ્યા બચ્ચન તેની સ્કૂલના વાર્ષિક ઉત્સવના ખાસ પ્રસંગે સ્પીચ આપી રહી છે. સ્ટેજની સામે શાહરૂખની સાથે અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચન પણ જોવા મળી રહ્યા છે.
બધા ખૂબ જ ધ્યાનથી આરાધ્યાની સ્પીચને સાંભળી રહ્યા છે. શાહરૂખની સાથે અભિષેક પણ તેની પુત્રીનો વીડિયો બનાવતો જોવા મળી શકે છે.
જણાવી દઈએ કે અભિષેક અને એશ્વર્યાની પુત્રી આરાધ્યા ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. તે સ્કૂલના વાર્ષિક ઉત્સવ દરમિયાન સ્પીચ આપી રહી હતી.
આ સમય દરમિયાન તેણે સાડી પહેરી હતી. નોંધપાત્ર વાત એ છે કે, અંબાણી પરિવાર સાથે બોલીવુડના ઘણા દિગ્ગઝોના ખૂબ સારા સંબંધો છે અને ઘણા સ્ટારકિડ્સ ધીરુભાઈ અંબાણી ઈંટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે.
શાહરૂખ ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેતા છેલ્લે ફિલ્મ ‘ઝીરો’ માં જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2008 માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા મોં પર પડી હતી.
ફિલ્મમાં શાહરૂખની સાથે અભિનેત્રી કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી. હાલમાં શાહરૂખ તેની આગામી ફિલ્મ ‘પઠાન’ને લઈને ચર્ચામાં છે.
આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મમાં શાહરૂખ સાથે અભિનેત્રી દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ પણ મુખ્ય ભૂમિકામાં છે
0 Response to "બોલીવુડની અભિનેત્રી એશ્વર્યાની પુત્રી આરાધ્યાની સ્પીચ નો સોશિયલ મીડિયા પર વિડીયો ખૂબ થયો વાયરલ…"
ટિપ્પણી પોસ્ટ કરો