લાખો લોકો માટે ફરિસ્તો બનનાર સોનૂ સુદનું મળ્યું સૌથી મોટું ઈનામ, જાણીને તમારી પણ આંખો પહોળી રહી જશે
સોનૂ સુદ એટલી એવો માણસ કે જેને આજે ઘરે ઘરે દેવતા માનવામાં આવે છે. કારણ કે જ્યારે કોરોના આવ્યો અને મજૂરોનું કોઈ નહોતું ત્યારે સોનૂ સુદ એ બધા લોકો માટે ફરિસ્તો સાબિત થયો છે. ભલે ફિલ્મોમાં વિલનનો રોલ નિભાવનાર સોનૂ આજે રિયલ લાઈફમાં હીરો છે. અભિનેતાએ લોકડાઉનમાં પ્રવાસી મજૂરો અને ગરીબોની મદદ કરી હતી એ દેશ ક્યારેય નહીં ભૂલે. જો કે હવે હજુ પણ તે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યો છે. તેમના આ પ્રસંશનિય કામને લઈને લોકો તેની ભરપૂર પસંશા કરી રહ્યા છે.

ત્યારે આ કામને લઈ આજે દૂનિયાભરમાંથી લોકોના આશિર્વાદ અને પ્રેમ મળી રહ્યો છે. ત્યારે હવે એરલાઈન્સ સ્પાઈસજેટે પણ ખાસ રીતે સોનૂ સૂદનો આભાર વ્યક્ત કર્યો છે. જેના ફોટો ઈન્ટરનેટ ઉપર વાયરલ થઈ રહ્યા છે. સ્પાઈસજેટે પોતાના વિમાન ઉપર સોનૂ સૂદનો ફોટો લગાવ્યો છે એ તમે જોઈ શકો છો અને હાલમાં સોશિયલ મીડિયા પર આ ફોટો ભારે વાયરલ થઈ રહ્યા છે. જેમાં એ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે કેવા મુશ્કેલીના સમયમાં સોનૂ સૂદે લોકોની મદદ કરી હતી.

જો વિગતે વાત કરીએ તો વિમાન પર લખ્યું છે કે, ‘A Salute To The Savior Sonu Sood’. આ ફોટોને સોનૂ સૂદે ટ્વિટર પર શેર કરતાં લખ્યું છે કે, આ ઘટનાએ મને પંજાબના મોગાથી મુંબઈની યાત્રાની યાદ અપાવી દીધી છે. આજે મારા માતા પિતાને વધારે મિસ કરી રહ્યો છું એવું પણ કહ્યું હતું. અભિનેતા સોનૂ સૂદનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો કોમેન્ટ કરીને ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, સોનૂ સર, તમે મહાન છો. હું તમને ભારતના પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગુ છું.

આ પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો હતો જેમાં ઈંદોર નગમ નિગમની એક ગાડી બેઘર વૃદ્ધોને શહેરની બહાર દેવાસ હાઈવે પર તેમના સામાન સહિત છોડી રહી હતી. નિગમ કર્મીઓ તેમને ટ્રકથી ઉતારી રહ્યાં છે તે દરમિયાન સ્થાનિય લોકોએ નિગમ કર્મીઓ દ્વારા કરવામાં આવેલ આ કૃત્યનો ઘોર વિરોધ કર્યો અને વૃ્દ્ધોને આમ લાવારિસ જાનવરની જેમ ખુલ્લા છોડી દેવાનું કારણ પૂછ્યું તો નિગમ કર્મીઓએ કોઈ જવાબ આપ્યો નહી.

ત્યારબાદ તેમણે એક પછી એક બધા વૃદ્ધોને પાછા ટ્રકમાં બેસાડી દીધા હતા. જે ટ્રકમાં તેમને શહેરની બહાર લાવવામાં આવ્યા હતા ત્યાંથી તેમનાં પરત મોકલી આપવામાં આવ્યા. ઈંદોર નગર નિગમનાં આ નિંદનીય કામનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
0 Response to "લાખો લોકો માટે ફરિસ્તો બનનાર સોનૂ સુદનું મળ્યું સૌથી મોટું ઈનામ, જાણીને તમારી પણ આંખો પહોળી રહી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો