આ તો જોરદાર માગ હોં…ખેડૂતે ભેંસનો DNA ટેસ્ટ કરાવવાની કરી માગ, પૂરી ઘટના જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!
ઉત્તર પ્રદેશમાં ભેંસ ફરી એકવાર ચર્ચામાં છે.આ વખતે શામલીના ખેડૂતે અધિકારીઓને પત્ર લખીને ભેંસનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. મામલો સામે આવ્યા પછી અધિકારી પણ ચોંકી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે ખેડૂતને બોલાવવામાં આવ્યો છે.

એની સાથે વાત કરીને આખી જાણકારી લેવામાં આવશે. એ પછી આગળની જે પણ કાર્યવાહી થશે એ કરવામાં આવશે. હાલ તો ભેંસના ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણીનો આ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે. તો ચાલો જાણી લઈએ ખેડૂતે આખરે કેમ ભેંસના ડીએનએ ટેસ્ટની માંગણી કરી છે..
છ મહિના પહેલા ચોરી થઈ ગયો હતો ખેડૂતનો પાડો.
શામલી જનપદમાં લગભગ 6 મહિના પહેલા ખેડૂત ચંદ્રપાલનો પાડો ચોરી થઈ ગયો હતો. ખેડૂતે પહેલા તો જાતે શોધ ખોળ કરી પછી અહમદગઢ પોલીસને આ બાબતની સૂચના આપી. પોલીસ પણ પાડાને શોધી ન શકી. તો બીજી બાજુ ખેડૂત ચંદ્રપાલે પોતાની રીતે પાડાની શોધ ચાલુ રાખી. આખરે એ એવી જગ્યાએ પહોંચ્યો જ્યાં એને પોતાનો પાડો મળી ગયો. ચંદ્રપાલે દાવો કર્યો છે કે એને પોતાના પાડાને શોધી લીધો છે.
પાડો તો મળ્યો પણ થઈ આ રામાયણ.

ખેડૂત ચંદ્રપાલે પોલીસને જણાવ્યું કે સહારાનપૂર જનપદના ગામ બિનપુર નિવાસી એક ખેડૂતના ઘરે જે પાડો છે એ એનો છે. મામલો ત્યારે વધુ બગડ્યો જ્યારે બીજા ખેડૂતે પાડાને પોતાનો કહ્યો. ચંદ્રપાલે જણાવ્યું કે છ મહિના પહેલા એમનો પાડો ચોરી થઈ ગયો જતો. પોલીસને સૂચના આપવામા આવી હતી. પણ એ પોતાની રીતે પાડાને શોધતો હતો. એ પછી એને પોતાનો પાડો એક ખેડૂતને ત્યાં મળ્યો. પોલીસે પીડિત સાથે પાડા વિશે તપાસ કરી તો બિનપુર નિવાસી ખેડૂતે જણાવ્યું કે એ એમનો પાડો છે.

પીડિત ખેડૂત ચંદ્રપાલે ડીઆઈજી સહારનપુર તેમજ ઉચ્ચ અધિકારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે લગભગ 6 મહિના પહેલા એમનો પાડો ચોરાઈ ગયો હતો. એને આ વાતની સૂચના અહમદગઢ પોલીસ ચોકીમાં કરી હતી. ચંદ્રપાલે પોલીસ અધિકારીઓને હકીકત જાણવા માટે પાડો અને એ જેના દ્વારા પેદા થયો છે એ ભેંસનો ડીએનએ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે. ચંદ્રપાલે કહ્યું કે ડીએનએ ટેસ્ટ કરાવ્યા પછી દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે. આ બાબતમાં એસપી સુકીર્તિ મધવનું કહેવું છે કે આખી જાણકારી મેળવવા માટે પીડિત ખેડૂતને બોલાવવામાં આવ્યો છે. એ પછી જે કાર્યવાહી કરવા જેવી હશે એ કરવામાં આવશે.
0 Response to "આ તો જોરદાર માગ હોં…ખેડૂતે ભેંસનો DNA ટેસ્ટ કરાવવાની કરી માગ, પૂરી ઘટના જાણીને તમે પણ બોલી ઉઠશો OMG!"
ટિપ્પણી પોસ્ટ કરો